SearchBrowseAboutContactDonate
Page Preview
Page 220
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીસ્તંભનાબહ૯૫ ] ૧૭૮ શેઠને ચિંતાતુર જોઈને આશ્વાસન આપવા લાગ્યા કે હે શેઠ ! તમારા જેવા ધીર પુરુષોએ આપત્તિના સમયમાં સત્વને મૂકવું ન જોઈએ. એ સાંભળી શેઠે કહ્યું કે મને વિશેષ ચિતા લેખ બળી ગયો તેની જ છે. બીજાની નથી. ત્યારે બ્રાહ્મણને તે યાદ હેવાથી, શરુઆતથી માંડીને તિથિ, વાર, નક્ષત્ર, વરસ, રકમ સહિત, વર્ણ, જાતિના નામ અને વ્યાજ સહિત મૂલ દ્રવ્યની સંખ્યા સાથે ખડીથી તેઓએ તે લેખ લખી બતાવ્યો. તેના ઉપરથી શેઠે ચેપડામાં ઉતારે કરી લીધે, અને બ્રાહ્મણોને ઉપકાર માની ઘણે જ આદર સત્કાર કરવા પૂર્વક તે બંને બ્રાહ્મણને પિતાને ત્યાં રાખી ઘણું સુખી બનાવ્યા. એક વખત શેઠ વિચાર કરવા લાગ્યા કે-એ બંને બ્રાહ્મણે મારા ગુરુના શિષ્યો થાય તે શ્રી જૈનેન્દ્ર શાસનને ઘણું જ દીપાવે. હવે સપાદલક્ષ દેશમાં આવેલા કુર્ચ પુર નામના નગરમાં અલરાજાને પુત્ર ભુવનપાલ નામે રાજા રાજ્ય કરતા હતા. તે નગરમાં શ્રી વર્ધમાનસૂરિ નામના આચાર્ય મહારાજા હતા, કે જેમણે સિદ્ધાંતના અભ્યાસથી સંસારનું સાચું સ્વરૂપ સમજીને ચોરાશી ચિત્યોને ત્યાગ કર્યો હતો. એક વખત તે સૂરિજી ધારાનગરીમાં પધાર્યા. આ બીના સાંભળી ઘણું જ ખુશી થઈને, પૂર્વે જણાવેલા બંને બ્રાહ્મણને સાથે લઈને, શેઠ લક્ષ્મીપતિ ગુરુમહારાજને વંદન કરવા આવ્યા વંદન કરી શેઠ ઉચિત સ્થાને બેઠા અને તે બ્રાહ્મણ પણ બંને હાથ જોડીને ત્યાં બેઠા. બ્રાહ્મણને ઉદ્દેશીને શ્રી ગુરુમહારાજે કહ્યું કે આ બંનેની અસાધારણ આકૃતિ સ્વ૫રને જીતનારી છે. ગુરુજીનું એ વચન સાંભળીને તે બંને બ્રાહ્મણે ગુરુના સામું જોઈ રહ્યા. એથી ગુરુજીએ તેમને વ્રતયોગ્ય સમજી લીધા. પછી અવસરે ગુરુએ તેમને દીક્ષા આપી. મહાતપસ્વી એવા તે બંનેને યોગના વહન પૂર્વક સિધ્ધાંતને અભ્યાસ કરાવ્યો અને તેમને યોગ્ય જાણીને ગુરુએ સૂરિપદ આપીને સ્વપટ્ટધર બનાવ્યા. અને તેઓ શ્રી જિનેશ્વરસૂરિ અને બુધિસાગરસૂરિ એવા નામથી પ્રસિદ્ધ થયા. અનુક્રમે વિહારને માટે અનુજ્ઞા આપવાના પ્રસંગે શિખામણ દેતાં શ્રી ગુરૂમહારાજે જણાવ્યું કે-પાટણમાં ચૈત્યવાસી યતિવર્ગ સુવિહિત મુનિઓને ત્યાં રહેવા દેતાં વિન્ન કરે છે. શકિત અને બુદ્ધિથી તમારે તે જુલમને અટકાવ, કારણ કે આ કાળમાં તમારા જેવા બીજા બુદ્ધિશાલીઓમાં શિરોમણિ કોઈ ભાગ્યે જ હશે. એમ ગુરૂ વચનને વધાવી લેઈ, સપરિવાર બંને સૂરિજી મહારાજે ગુજરાત તરફ વિહાર કરતાં, અનુક્રમે પ્રાચીન શ્રી પાટણ શહેરમાં પ્રવેશ કર્યો. ત્યાં શુદ્ધ ઉપાશ્રયની ઘણી તપાસ કરતાં પણ મુશ્કેલી જાણ. છેવટે બંનેને ગુરૂજીનું વચન યાદ આવ્યું. આ વખતે મહા પરાક્રમી અને નીતિશાલી દુર્લભરાજ નામે રાજાનું રાજ્ય હતું. અહીંના રહીશ એક સોમેશ્વરદેવના ઘેર તે બંને સૂરિજી મહારાજા ગયા. ત્યાં તેમણે કહેલાં વેદ પદેને ધ્વનિ સાંભળી પુરોહિત ઘણે ખુશી થશે. તેણે ભક્તિપૂર્વક બેલાવવા માટે પિતાના ભાઈને મોકલ્ય, તેથી બંને સૂરિજી ઘરમાં આવ્યા. તેમને જોઈને પુરેહિત ઘણે ખૂશી થઈને આપ બંને ભદ્રા Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005486
Book TitleDeshna Chintamani Part 06
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy