SearchBrowseAboutContactDonate
Page Preview
Page 223
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૨ [ વિજયપધસૂરિકૃતગાથાને અર્થ કૃપા કરી સમજાવે. ત્યારે શ્રી અભયદેવે તે ગાથામાં જણાવેલા દેવાંગનાએના તમામ વિશેષણનું શૃંગારરસથી ભરેલું સંપૂર્ણ વર્ણન કહી સંભળાવ્યું. તે વખતે ઉપાશ્રયની પાસેના જ રસ્તે થઈને ચાલી જતી શૃંગારરસમાં નિપુણ એવી કોઈ રાજકુંવ રીએ આ વર્ણન સાંભળ્યું. આ અપૂર્વ બીના સાંભળીને કુંવરીએ વિચાર્યું કે- આ મારે સ્વામી થાય તે જ સફલ થાય! હું ત્યાં જઈને તે શ્રેષ્ઠ નરને પ્રાર્થના કરીને લેભ પમાડું, એવું વિચારી ઉપાશ્રયના બારણુ પાસે આવીને બોલી કે હે બુધ્ધિમાન પડિત બારણું ઉઘાડે ! હું મદનમંજરી નામની રાજપુત્રી ગુણગેષ્ઠી કરવા માટે આવી છું. આ અકાળે સ્ત્રીને શબ્દ સાંભળીને ગુરૂ શ્રી જિનેશ્વરસૂરિજીએ અભયદેવને ઠપકો આપે કે-“પહેલાં તમને જે શિખામણ આપી હતી તે બધી ભૂલી ગયા, અને જ્યાં ત્યાં હુંશિયારી બતાવે છે, પણ શું તમને શરમ આવતી નથી? હવે શું કરશે ? તમારા ગુણથી આકર્ષાઈને પહેલી નરકમાં આવેલા પહેલા સીમંત પાથડા (નરકાવાસ) માં લઈ જનારી આ સીમંતિની આવી છે.” તે સાંભળી અભયદેવે કહ્યું કે “હે પૂજ્ય ગુરૂજી! આપની કૃપાથી તે નિરાશ બનીને જેમ આવી તેમ જરૂર જતી રહેશે, માટે આ બાબત આપ જરા પણ ચિંતા કરશે નહી.” પછી અભયદેવે બારણાં ઉઘાડી સર્વ શ્રાવકાદિની સમક્ષ તે રાજકન્યાને કહ્યું કે–હે રાજપુત્રી અમે જૈન સાધુ છીએ. તેથી અમે એક મુહૂર્ત માત્ર પણ સ્ત્રી સાથે ધાર્મિક વાત પણ કરતા નથી, તે પછી ગુણગેષ્ઠી અમરાથી કરી શકાય જ નહી. વળી અમે કોઈ પણ વખત દાતણ કરતા નથી, મુખ દેતા નથી, સ્નાનાદિ બાહ્ય શુધ્ધિને પણ ચાહતા નથી. તેમ જ નિર્દોષ એવું અન્ન ભિક્ષા વૃત્તિઓ મેળવીને ફક્ત ધર્માધાર શરીરને ટકાવવા માટે જ ખાઈ એ છીએ. આ શરીર મલ, મૂત્ર વિષ્ટાદિથી ભરેલું હોવાથી મહાદુર્ગધમય અને બીભત્સ છે. તેમાં સારભૂત શું છે? તામસી વૃત્તિવાળા છ જ નિંદનીય કિપાક ફલની જેવા વિષયેને ચાહે છે. તેઓની સેવનાથી મહાભૂરા રોગો પેદા થાય છે. જેવી તીવ્ર ઉત્કંઠા દુર્ગતિદાયક વિષયાદિની સેવામાં અજ્ઞાની જીવ રાખે છે, તેવી અથવા તેથી પણ અધિક તીવ્ર ઉત્કંઠા ધર્મની સાધના કરવામાં રાખે તે ચેડા જ ટાઈમે મુક્તિપદને પામે. અમારા શરીરની સારવાર નાનપણમાં માતાપિતાએ જ કરી હશે, ત્યાર પછી અમે તે બીલકુલ કરી નથી. માટે આવા અમારા દુર્ગધમય શરીરને સ્પર્શ તારા જેવી સમજુ રાજપુત્રીને સ્વમમાં પણ કરવા જેવું નથી. આ પ્રમાણે બીભત્સ રસનું વર્ણન સુણીને તે રાજપુત્રી પિતાની ભૂલ કબૂલ કરી તરત જ જતી રહી. પછી તે ગુરૂની પાસે આવ્યા, ત્યારે શ્રી ગુરૂ મહારાજે કહ્યું કેતારૂં બુધ્ધિકૌશલ્ય સમુદ્રના પૂર જેવું છે. પરંતુ વર્તમાન કાલમાં તેને શમાવવું વ્યાજબી છે. તેથી તેમ કરવા માટે તારે હવેથી છાશમાં કરેલે જુવારને હુમરે તથા કાલિંગડાનું શાક વાપરવું. જેથી તારી બુદ્ધિ ન્યૂન થશે. આ બાબતમાં પ્રાચીન મહર્ષિઓએ પણ કહ્યું છે કે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005486
Book TitleDeshna Chintamani Part 06
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy