________________
શ્રીસ્તંભનપાબહત્કલ્પ ]
૧૭૭ રાજન! અમારી અંતિમ શિખામણ એ છે કે–મહાપ્રભાવશાલી શ્રી જિનેશ્વર દેવે કહેલા ધર્મની આરાધના કરવામાં જરુર પ્રયત્નવંત થવું, કારણ કે સાથે આવનાર તે જ છે. બીજું નહી જ. એમ કહી આકાશ માર્ગે ગુરુ મહારાજા ચાલ્યા ગયા.
પછી પાદચારી થઈને તીર્થયાત્રા કરતાં કરતાં સૂરિજી સેરઠ દેશમાં પધાર્યા. વિહાર કરતાં અનુક્રમે ટૂંકા નામની મહાપુરીમાં ગયા. ત્યાં રસસિદ્ધિ જાણનારા પુરુષમાં મુખ્ય અને ભાવિ શિષ્ય એ નાગાર્જુન નામે ભેગી હતે. હવે પછીની સૂરિજીની પૂર્ણ બીના પૂર્વે કહેલા નાગજુનના ચરિત્રમાં વર્ણવી છે, તે ત્યાંથી જાણી લેવી.
નાગાર્જુને સ્વર્ણસિદ્ધિના રસને સિધ્ધ (સ્થિર) કરવા અનેક ઉપાયે કર્યા, છતાં રસ બધા નહી. એક વખત શ્રીપાદલિપ્તસૂરિજીની પાસેથી નાગાર્જુને સાંભળ્યું કે મહામહિમાવાળી શ્રી પાર્શ્વનાથની પ્રતિમાની પાસે તે (પ્રતિમા)ની દષ્ટિએ, સંપૂર્ણ ઉત્તમ સ્ત્રીનાં લક્ષણે વાળી સતી સ્ત્રી તે રસનું મર્દન કરે તે સેનાસિદ્ધિને રસ સ્થિર થઈને કેડીધી થાય. તે સાંભળી નાગાર્જુને પિતાના પિતા વાસુકીનું ધ્યાન કરીને તેને બોલાવ્યા. નાગાર્જુનના પૂછવાથી વાસુકીએ કહ્યું કે “કાંતિપુરીમાં બહુ મહિમાવાળી શ્રી પાર્શ્વનાથની પ્રતિમા છે.” એમ સાંભળી નાગાર્જુને કાંતિનગરથી તે પ્રતિમાનું હરણ કરીને સેઢી નદીના કાંઠે એકાંતમાં લાવીને સ્થાપના કરી. પછી રસસાધન કરવા માટે–સિદ્ધ (વશ) થયેલા વ્યંતર દેવની સહાયથી શાલિવાહન રાજાની પતિવ્રતા સ્ત્રી ચંદ્રલેખાને હંમેશાં રાત્રે ત્યાં લાવીને તે સતી સ્ત્રીની પાસે રસનું મર્દન કરાવવા લાગ્યું. એમ રસને મર્દન કરાવવાના કારણે જવા આવ. વાએ કરી સતી ચંદ્રલેખા નાગાર્જુનને ભાઈ તરીકે માનવા લાગી.
એક વખત ચંદ્રલેખાએ રસને ઘુંટાવવાનું કારણ પૂછ્યું. નાગાર્જુને યથાર્થ કહ્યું કે–સ્વર્ણ સિદ્ધિના રસને કેડીરેધી બનાવવા તેમ કરાવવામાં આવે છે. ચંદ્રલેખાએ આ બીના પિતાના બંને પુત્રોને જણાવી. માતાની પાસેથી આ બીને જાણ સોનાસિધ્ધિરસના લેભવાળા તે બંને બંધુઓ પિતાનું રાજ્ય છોડીને નાગાર્જુનની પાસે આવ્યા. કપટથી રસને ગ્રહણ કરવાની ઈચ્છાવાળા પ્રચ્છન્ન વેષધારી બંને ભાઈઓએ પિતાની માતાના કહેવાથી “સ્વર્ણસિધિરસ કેડીધી અને સ્થિર થયો’ એમ જાણીને નાગાર્જુનને વાસુ. કિના વચનાનુસાર શસ્ત્રથી મારી નાખ્યા. છ માસે આ રસ થંભી ગયે. (સ્થિર થયા), અને તેથી તે ઠેકાણે તે રસ કરતાં પણ બહુ પ્રભાવવાળું, બધા લેકેના વાંછિત પદાર્થને દેનારું, સ્તંભન (ક) નામે શ્રી પાર્શ્વનાથ સ્વામીનું તીર્થ થયું, અને તે નામે નગર પણ ત્યાં પ્રસિધ્ધિ પામ્યું. અવસર્પિણી કાલની અસર થવાથી તે સ્થળે આજુબાજુ વાંસની
૧. અહીં પહેલાં સંગ્રામ નામે ક્ષત્રિય કહ્યો છે તે પ્રભાવચરિત્રના વચનથી. અને ઉપદેશપ્રાસાદના વચનથી વાસુકી નામ કહેલ છે. વિશેષ બીના માટે–જુઓ-સ્તંભનકલ્પ શિલછમાં તથા ઉપદેપ્રા૨૬૬ મા વ્યાખ્યાનમાં. |
૨૩.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org