________________
[શ્રીવિજયપત્રસૂરિકૃતઅવાજ કર્યો. પછી પરવાદીઓને આવવા માટે બારણું ઉઘાડી ગુરુજી પાટ ઉપર બેઠા. વાદીઓ બાલસૂરિની અદ્ભુત આકૃતિ જોઈને બહુ જ આશ્ચર્ય પામવા પૂર્વક ખૂશી થયા. તકશકિતથી છતાયેલા તે વાદીઓએ કઠિન પ્રશ્ન પૂછતાં એક ગાથામાં જણાવ્યું કે
पालित्तय! कहसु फुडं, सयलं महिमंडलं भमंतेणं । दिट्ठो सुओ व कत्थवि, चंदणरससीयलो अग्गी ॥१॥
અર્થ–હે પાદલિપ્તસૂરિ મહારાજ સ્પષ્ટ રીતે કહો કે સમસ્ત પૃથ્વીમંડલમાં વિચરતા એવા તમે (તે) સુખડના ઘેળ (પાણી) જે ઠંડે અગ્નિ દિઠે છે કે છે એમ સાંભળ્યો છે? ૧ આ પ્રશ્નને ગુરુએ તરત જ એક ગાથામાં જવાબ આપ્યો કે
अयसाभिघायअभिदुम्मियस्स पुरिसस्स सुद्धहिययस्स ॥
होइ वहंतस्स फुडं, चंदणरससीयलो अग्गी ॥१॥ આચાર્ય મહારાજે આપેલા આ જવાબથી પિતે છતાયા છતાં તે વાદીઓ ઘણાજ ખુશી થયા.
આ શ્રીપાદલિપ્તસૂરિજીએ વિદ્વાના સંકેતના સંસ્કાર યુકત એવી પાદલિપ્તા નામની ભાષા બનાવી, કે જેમાં કઠીન અર્થે સમજાવ્યા હતા. કૃષ્ણરાજા સૂરિજીને પરમ ભકત હોવાથી ધાર્મિક ભાવને જગાવનારા આ સૂરિજીને બીજે વિહાર કરવા દેતે નહી.
પહેલાં પાટલીપુત્ર નગરમાં આર્ય ખટાચાર્યના સિધ્ધપ્રાકૃત વિદ્યાથી અલંકૃત સમર્થ, વિદ્વાન શ્રી મહેન્દ્રમુનિજીએ બ્રાહ્મણને બળાત્કારે દીક્ષા અપાવી હતી. તે જાતિવૈરને લઈને બ્રાહ્મણે તેમના પર અદેખાઈ કરવા લાગ્યા, એટલે શ્રીસંઘે સુજ્ઞ પુરુષને મોકલીને પાદલિપ્તસૂરિને વિનંતિ કરાવી, કે આપ અહીં પધારે. ત્યારે સૂરિજીએ વિચાર કરી જવાબ આપ્યો કે હું કાર્તિકી પૂર્ણિમાએ આવીશ. ઉચિત અવસરે રાજાને જણાવીને ગુરુજી દિવસના પૂર્વ ભાગમાં (પૂનમના પહેલે પહેરે) આકાશમાર્ગે થઈને ભરુચમાં આવ્યા. રાજા સહીત બધા લેકે શ્રી મુનિસુવ્રતસ્વામીના મંદિરમાં શ્રીગુરુના દર્શન કરી ઘણુ ખુશી થયા. આકાશગામી સૂરિજીને જોઈને પેલા બધાએ બ્રાહ્મણે ભાગી ગયા.
રાજાએ વિનયથી ગુરુને કહ્યું કે–જેમ કૃષ્ણ રાજાને આપે ધર્મલાભ આપે, તેવી રીતે અહીંઆ કેટલાક દિવસ રહી અમને પણ કૃપા કરી તેવા પ્રકારને લાભ આપે. એટલે ગુરુએ કહ્યું કે–હે રાજન! તમારું કહેવું વ્યાજબી છે, પરંતુ સંઘને આદેશ અને રાજાને ભાવ (સ્નેહ) અલંઘનીય છે. અને “દિવસના પાછલા પહોરે હું પાછો આવીશ” એમ કહીને હું અહીં આવ્યો છું. હજુ શ્રી શત્રુંજય, ગિરિનાર, સમેતશિખર, અને અષ્ટાપદની તીર્થયાત્રા કરવાની છે. તેથી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org