________________
શ્રીસ્તનપાઈબ્રહ૫ ].
૧૭૫ પછી બાલસૂરિએ “હવે મારા નવદીક્ષિત શિષ્યનું ચરિત્ર જુઓ” એમ કહી એક નવા સાધુને બેલા. તે તરત ગુરૂમહારાજની પાસે આવ્યો. શ્રી ગુરૂ મહારાજે ફરમાવ્યું કે-હે વત્સ ! ગંગા નદી કઈ તરફ વહે છે, તેને નિર્ણય કરીને મને કહે,
એ પ્રમાણે સાંભળી “આવસહી” એમ કહીને ઉપાશ્રયની બહાર નીકળી તે આગળ ચાલ્ય. ગુરૂને પ્રશ્ન અનુચિત છે એમ જાણતાં છતાં તેણે એક નિપુણ પુરૂષને પૂછતાં તેણે કહ્યું કે ગંગા નદી પૂર્વ દિશા તરફ વહે છે. એ પ્રમાણે બે ત્રણ વાર તેણે પૂછી જોયું, તે પણ એ જ મુજબ જવાબ મળે, તે પણ બરાબર નક્કી કરવાને તે શિષ્ય ગંગાના પ્રવાહની આગળ ગયો. ત્યાં પણ સાવધાન પણે દંડાદિ. પ્રયોગથી પૂણે ખાતરી કરી ઉપાશ્રયમાં આવી ઈરિયાવહી પડિકમી ગુરુને કહ્યું કે–ગંગા નદી પૂર્વ દિશા તરફ વહે છે. રાજાના છુપા પુરુષોએ પણ તે જ પ્રમાણે સાચી બીના જણાવી. તે સાંભળીને રાજાને ગુરુવચનની ખાત્રી થઈ
રાજા આવા અનેક પ્રસંગ જોઈને ખરી ખંતથી સૂરિજીની સેવા કરી સમયને સફલ કરવા લાગ્યો, અપૂર્વ જ્ઞાનચર્યાને પણ લાભ લેવા લાગ્યો અને દાનાદિ ચાર પ્રકાર ના ધર્મની આરાધનામાં ઉજમાલ થયો.
એક વખતે બાલપણાના માહાભ્યને જાણે વિસ્તારતા હોય તેમ તે નાના આચાર્ય મહારાજ બાળકની સાથે રમવા લાગ્યા. તેવામાં વ્હાર ગામથી વંદન કરવા આવનાર શ્રાવકોએ શિષ્ય જેવા જણાતા આ બાલગુરુને જ પૂછયું કે–યુગપ્રધાન શ્રી પાદલિપ્ત સૂરિજી કયે ઉપાશ્રયે ઉતર્યા છે? એ સાંભળી બુધિનિધાન ગુરુએ અવસર ઉચિત પ્રશ્નને મુદ્દો સમજીને તથા દેખાવ ઉપરથી આ બીજા ગામના શ્રાવકે છે એમ જાણીને યુકિતપૂર્વક યોગ્ય જવાબ દઈને તે શ્રાવક ઉપાશ્રયમાં આવે તે પહેલાં જ પિતે આસન ઉપર બેસી ગયા. એવામાં શ્રાવકોએ આવી બહુ બહુમાનપૂર્વક ગુરુને વંદના કરી. બાલાસૂરિને ઓળખી વિચારવા લાગ્યા કે “આ તે પહેલાં જેમને રમતા જોયા તે જ છે.” ગુરુ મહારાજે આ પ્રસંગે વિદ્યાકૃત અને વયોવૃધના જેવી અપૂર્વ ધર્મદેશના આપીને તેમના વિકલ્પને દૂર કરવા માટે છેવટે જણાવ્યું કે– ચિરકાલથી સાથે રહેનારા લોકોએ બાલકને બાલકીડા કરવા માટે અવકાશ આપે જોઈ એ.” બાલ ગુરુમહારાજનું આ સત્ય વચન સાંભળીને તે શ્રાવકે ઘણા જ ખુશી થયા.
એક દિવસે પ્રૌઢ સાધુઓ બહાર ગયા ત્યારે બાલસૂરિ એક નિર્જન શેરીમાં જઈને ગાડાઓ પર કૂદકા મારવાની રમત રમવા લાગ્યા. પરવાદીઓએ ગુરૂને જોયા, એટલે તેમને પણ પૂર્વની માફક ગુરુએ ઉપાશ્રય બતાવ્યું. વાદીઓના આવ્યા પહેલાં જ બાલસૂરિજી વસ્ત્ર ઓઢીને પાટ ઉપર સૂઈ ગયા. ત્યારે ઉપાશ્રયમાં આવતાં વાદીઓએ પ્રભાત સમયને સૂચવનાર કૂકડાના જે અવાજ કર્યો. એટલે સૂરિએ બિલાડાના જે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org