________________
૧૭૨
[ વિજયપત્રસૂરિકૃતબહાર કાઢી મૂક્યું, ત્યારે બંધુ સમાન સુંદર સ્નેહ ધરાવનાર અને મહાવિદ્યા છતાં અભિમાન રહિત એવા સૂરિજીએ તેને બચાવ્યું.
આ શ્રી પાદલિપ્તસૂરિજીએ પ્રતિષ્ઠાના વિધાનવાળો શ્રીનિર્વાણુકલિકા અને પ્રશ્ન પ્રકાશ નામને જ્યોતિષ શાસ્ત્રને ગ્રંથ બનાવ્યો છે. કારણ કે લાભાલાભદિક પ્રશ્નોમાં સિદ્ધને આદેશ પ્રવર્તે છે.
એક વખત પિતાનું આયુષ્ય થોડું જાણીને નાગાર્જુનની સાથે સૂરિજી મહારાજ વિમલાચલની ઉપર પધાર્યા, ત્યાં શ્રી યુગદીશને વંદન કરી સિદ્ધશિલાના જેવી એક પવિત્ર શિલાની પાસે ગયા. ત્યાં આદરપૂર્વક અનશન આદરી, આસન લગાવી, ચંદ્રમા જેવા નિર્મળ ધર્મધ્યાન રૂપ પાણીના ઘધ પ્રવાહથી રાગાદિક અગ્નિને શમાવીને, ચુંગ કિયાઓને અટકાવી, બત્રીસ દિવસ સુધી મનની સ્થિરતાપૂર્વક ધ્યાનલીન બની, જૂની ઝુંપડી જેવા ઔદારિક દેહનો ત્યાગ કરીને, તેજસ્વી અને રાજાઓને માનનીય સૂરિ મહારાજ બીજા દેવલોકમાં ઇંદ્રના સામાનિક દેવ થયા.
આકાશગામિની લબ્ધિના પ્રભાવે શ્રીપાદલિપ્તસૂરિજીની માફક ગરિનાર આદિ તીર્થોની યાત્રા કરીને, સમ્યકત્વ મૂલ બારે વ્રતની આરાધના કરીને અને પરમ પવિત્ર ભવભવ ચાહના કરવા લાયક શ્રી જિનશાસનની પરમ પ્રભાવના કરીને સુશ્રાવક નાગા જુન આ લેકમાં અને પરલોકમાં કલ્યાણને સાધી સુખી થયે.
પરમ પ્રભાવક શ્રી સ્તંભન પાર્શ્વનાથના વર્ણનમાં જેમ નાગાર્જુનના ચરિત્રની અગત્યતા જાણીને તે બતાવ્યું, તેમ પાદલિપ્તસૂરિજીના ચરિત્રની પણ તેટલી જ અગત્ય રહેલી છે, જેને નિર્ણય આગળ જરૂર થશે. તેમાં સૂરિજીના ચરિત્રને ઘણે અરે ભાગ ઉપર જણાવવામાં આવ્યા છે છતાં જન્મભૂમિ, માતા પિતાના પવિત્ર નામો આદિ બીના જાણવા જેવી હેવાથી ટુંકામાં નીચે પ્રમાણે જણાવીએ છીએ.
શ્રી પાદલિપ્તસૂરિજીનું સંક્ષિપ્ત વર્ણન. કેશલા નગરીમાં વિજયબ્રહ્મ રાજાના રાજ્યમાં મહાગુણવંત કુલ્લ નામના શેઠને પ્રતિમા નામની સ્ત્રી હતી. તે સ્ત્રીએ પુત્ર પ્રાપ્તિને માટે અનેક પ્રયત્ન નિષ્ફલ નીવડવાથી છેવટે વૈશ્યા નામે શાસનદેવીની આરાધના કરવા માંડી, અષ્ટાહ્નિકા મહોત્સવ પણ શરુ કર્યો. આઠમે દિવસે સંતુષ્ટ થયેલ દેવી પાસે પુત્રની યાચના કરી. જેથી દેવીએ કહ્યું કે પૂર્વે નમિ વિનમિના વિદ્યાધરના વંશમાં શ્રુતસાગરના પારગામી પૂજ્ય શ્રીકાલિકસૂરિ થયા. એ વિદ્યાધર ગીછમાં ખેલાદિક લબ્ધિસંપન્ન અને ત્રણે ભુવનના છને પૂજનીય - ૧. ધર્મરત્ન પ્રકરણની મેટી ટીકામાં કાંઈક ન્યૂનાધિક બનાવાળું નાગાર્જુનનું પ્રાકૃત ગાથાબદ્ધ ચરિત્ર આવે છે–તેમાં પાદલિપ્ત ગુરુએ નાગાર્જુનને ગૃહસ્થ ધર્મ અંગીકાર કરાવ્યું એમ લખેલ હોવાથી તે બાર વ્રતધારી શ્રાવક હો એમ કહી શકાય.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org