________________
શ્રીસ્તંભનપાથે બહત્કલ્પ ]
૧૭૧ લિપ્તસૂરિજી મહારાજને માનખોટ નગરથી બેલાવ્યા એટલે તે જૈનાચાર્ય આવી હારના બગીચામાં ઉતર્યા આ બીના પંડિત બૃહસ્પતિએ જાણી, આચાર્યની પરીક્ષા કરવાને વિચાર કર્યો. તેણે ચાલાક પુરુષને ઓગળેલા ઘીથી ભરેલી કરી આપીને આચાર્યની પાસે મોકલ્યું. તેણે આવીને કટેરી સૂરિજીની પાસે મૂકી. ત્યારે ગુરુએ ધારિણી વિદ્યાના બલથી તેમાં સોય ભરાવીને ઉભી રાખી દઈને તે જ કરી તેની મારફતે મોકલાવી. તે જોઈને પંડિત બૃહસ્પતિ ઘણે જ ખેદ પામે.
પછી રાજાએ સામા આવીને ગુરુ મહારાજને પ્રવેશ મહત્સવ (સામૈયું) કર્યો. ત્યાં નિર્દોષ સ્થલે સૂરિજીએ ઉતારે કર્યો. અહીં રાજાની સમક્ષ તરંગલેલા નામની નવી કથાને કહેનાર એક પાંચાલ નામે કવિ હતું. રાજાદિએ કરેલ શ્રીગુરુમહારાજનું અપૂર્વ સન્માન જોઈને તેને ભારે અદેખાઈ આવી. સૂરિજીએ તેની કથાના વખાણ કર્યા નહિ. પણ તેમાં ઉલટું દૂષણ કાઢયું અને સ્પષ્ટ કહી દીધું કે મારા બનાવેલા પ્રાથમાંથી અર્થ બિંદુઓની ચોરી કરીને તે પંચાલે કથા નહિ, પણ કથા (દડી) બનાવી છે. કારણ કે એનું વચન હંમેશાં બાલકોને, ગોવાલીઆઓને અને સ્ત્રીઓને હર્ષ પમાડનાર છે પણ વિદ્વાનોના દિલમાં હર્ષ ઉપજાવે તેવું નથી. આ કથાને ભગવતી વેશ્યા બરાબર વર્ણવે છે.
હવે એક વખત આચાર્ય મહારાજે કપટથી પિતાનું મરણ બતાવ્યું. તે જાણી હા હા ના પિકાર કરતા ઘણું લેકે ત્યાં ભેગા થયા. પાલખીમાં સૂરિજીના શરીરને પધરાવીને વાજિંત્રેના નાદ સાથે ઉપાડીને ચાલતાં ચાલતાં અનુક્રમે એવામાં પાંચાલ કવિના ઘરની પાસે આવ્યા તેવામાં ઘરની બહાર નીકળીને તે કવિ અતિશય શેક દર્શાવવા પૂર્વક કહેવા લાગે કે અરેરે ! મહાસિદ્ધિઓના ભંડાર શ્રી આચાર્ય મહારાજા સ્વર્ગે ચાલ્યા ગયા. સત્પાત્રમાં અદેખાઈ કરનાર મારા જેવાને આ પાપથી મુક્તિ મળે તેમ નથી. કારણ કે તે આચાર્ય રત્નાકરની જેમ સર્વ શાસ્ત્રોના નિધાન હતા. એમ ખેદ પ્રકટ કરતાં તેણે ગાથા દ્વારા જણાવ્યું કે
सीसं कहं न फुटूं, जमस्स पालित्तयं हरंतस्स ।
जस्स मुहणिज्जराओ, तरंगलोला गई बूढा ॥१॥ અર્થ –જેના મુખ રૂપ નિઝરણાથી તરંગલા રૂપ નદી પ્રકટ થઈ હતી, તે પાદલિપ્તસૂરિજીનું હરણ કરનારા એવા યમનું માથું કેમ ન ફૂટી ગયું?
આ વચન સાંભળીને—પાંચાલના સત્ય વચનથી હું જીવતે થયે” એમ બેલતા આચાર્ય લેકના હર્ષનાદ સાથે ઉભા થયા. આ પ્રસંગે ગુણવંતને જોઈને અદેખાઈ ધારણ કરનાર પાંચાલ કવિને રાજાના હુકમથી આક્રોશ અને તિરસકાર પૂર્વક લોકોએ નગરની
નિજામ રાજ્યમાં હાલ માનખેડ નામથી પ્રસિદ્ધ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org