________________
૧૭૩
શ્રીસ્તંભનપાર્થવૃહત્કલ્પ ] એવા આર્યનાગહસ્તિસૂરિજીના પાદશૌચનું પાણી પીવાથી વાંછિત સિદ્ધિ થશે. પાદપ્રક્ષાલનનું પાણી મેળવીને પીધા પછી પ્રતિમા શેઠાણીએ સૂરિજીને વંદન કર્યું. ધર્મલાભ રૂપ આશિષ દેતાં નિમિત્ત જોઈને ગુરુજી હસ્યા અને બેલ્યા કે–તે અમારાથી દશ હાથ દૂર રહીને જલપાન કર્યું, તેથી તારે પુત્ર દશ એજનને આંતરે વૃદ્ધિ પામશે. મહા પ્રભાવશાલી તે પુત્ર યમુના નદીના કાંઠે મથુરામાં રહેશે. તેમ જ તારે બીજા મહાતેજસ્વી નવ પુત્રે પણ થશે. તે સાંભળી પ્રતિમા શેઠાણીએ કહ્યું કે-હે ભગવન! પ્રથમ પુત્ર હું આપને અર્પણ કરીશ. તે ભલે આપની સેવામાં રહીને જીંદગી સફલ કરે, કારણ કે દૂર રહે તેથી મને શું લાભ? તે સાંભળી ગુરુ કહે કે–તારે તે પ્રથમ પુત્ર શ્રી સંઘ આદિ સકલ જેને ઉધ્ધારક અને બુધિગુણમાં બહપતિના જેવો થશે. એમ ગુરુનું વચન સાંભળી તેણે શકુનની ગાંઠ બાંધી, ખુશી થઈ ઘરે આવી આ વાત કુલ શેઠને જણાવી. તે જ દિવસે નાગેન્દ્રના સ્વપ્નથી સૂચિત ગર્ભ રહ્યો. ગર્ભને ઉચિત વર્ણન કરતાં તેના મને રથની સાથે તે વૃધ્ધિ પામે અને અવસરે સુલક્ષણ પુત્રને જન્મ થયે.
પ્રતિમા શેઠાણીથી ઉત્પન્ન થયેલ તે પુત્ર સૂર્ય જે દીપ હતે. માતાએ રે ટ્યાની પૂજા કરી પુત્રને દેવીના ચરણે ધરી ગુરુને અર્પણ કર્યો. ગુરુજીએ કહ્યું કે આ બાલક અમારે થઈને વૃદ્ધિ પામે–એમ કહી તેમણે તેને તે પાછો સે, એટલે અતિવાત્સલ્યથી તેમ જ ગુરુના ગૌરવથી માતાએ તેને ઉછેર્યો. નાગેન્દ્ર એવું નામ ધારણ કરનાર તે પુત્ર અનુક્રમે આઠ વર્ષને થયે ત્યારે ગુરુએ પોતાની પાસે રાખે. અવસરે ગુરુભાઈ શ્રી સંગમસિંહસૂરિજીએ દીક્ષા આપી. પૂજ્ય શ્રીમંડનગણિજીએ અપૂર્વ બુદ્ધિ શાલી આ બાલસાધુને અભ્યાસ કરાવ્યું. એક વર્ષમાં ન્યાય-વ્યાકરણ િસકલ શાસ્ત્રોના રહસ્યને પણ જાણી તે મહાપ્રખર પંડિત થયા.
ઉત્તમ ગુણશાલી બાલમુનિ શ્રીપાદલિત મહારાજા પવિત્ર સંયમાદિથી દીપવા લાગ્યા. સર્વ પ્રકારે લાયક સ્વશિષ્યને જોઈને ગુરુજીએ કહ્યું કે–હે પાદલિપ્ત ! તમે આકાશગામિની લબ્ધિથી વિભૂષિત થાઓ ! એમ કહીને દશમે વર્ષે પિતાના પટ્ટ (પદ) પર સ્થાપન કર્યા.
એક વખત શ્રી ગુરુમહારાજે આચાર્ય શ્રી પાદલિપ્તસૂરિ મહારાજને શ્રીસંઘના ઉપકાર આદિ લાભ પમાડવા મથુરા નગરીમાં મોકલ્યા. કેટલાક દિવસ ત્યાં રહીને શ્રીપાદલિતસૂરિજી પાટલીપુરમાં ગયા, ત્યાં મુરંડ રાજા રાજ્ય કરતો હતો. એક વખતે કઈ પુરુષે ગળાકારે ગુંથેલે, આશ્ચર્યકારક અને તંતુઓ મેળવીને જેના છેડાને ભાગ અદશ્ય કરેલ છે એ દડે રાજાને ભેટ કર્યો. રાજાએ બુદ્ધિની પરીક્ષા કરવા માટે તે દડો પાદલિપ્ત સૂરિની પાસે મોકલ્યા. તે જોઈ તાત્કાલિક બુદ્ધિના પ્રભાવે આચાર્ય મહારાજે તેને બરા બર મીણથી મેળવેલ જાણીને, ગરમ પાણીમાં બળતાં છેડે જોઈ, છુટે કરીને, તે દડો
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org