________________
( શ્રીવિજ્યપદ્યસૂરિકૃતસાતિશય વાણિરૂપી ધોધ–પાણીને પ્રવાહ ભવ્ય જી રૂપી પ્રધાન ધાન્યરાશિ ઉપર સિંચી રહ્યા હતા ત્યારે એટલે શ્રી મહાવીર પ્રભુના સમયમાં, મહાપ્રાચીન પ્રવર જિનાલયાદિ ધર્મસ્થાનેથી ભાયમાન શ્રી કાંતિપુરીમાં, મહાપરાક્રમી પ્રચુર વૈભવશાલી ધનેશ્વર ( અપર નામ સાગરદત્ત) નામને સાર્થવાહ અનેક વહાણમાં વિકેય વસ્તુઓ ભરીને સમુદ્રની મુસાફરી કરતે કરતે અનુક્રમે સિંહલદ્વીપમાં આવ્યો. અવસરેચિત વ્યાપાર કરતાં ઘણેજ લાભ મેળવીને કેટલાક સમય વીત્યા બાદ સ્વનગરી તરફ પ્રયાણ કર્યું. તે વહાણે વેગથી ચાલી રહ્યાં હતાં. દરિયામાં બરાબર મધ્ય ભાગમાં આવતાં અચાનક વહાણે ચાલતાં બંધ પડી ગયાં. સાર્થવાહ ચિંતામાં પડે.
આવા સંકટના પ્રસંગે શાસનની અધિષ્ઠાયિકા પદ્માવતી દેવીએ સાર્થવાહને કહ્યું કે હે વત્સ! તું ગભરાઈશ નહિ. મેં વહાણ થંભાવ્યાં છે. તેનું કારણ એ છે કે–જે સ્થળે વહાણ થંભ્યા છે તે સ્થળે નીચે તળીએ મહામહ રાજાના અભિમાનને તેડનાર વરૂણદેવથી વિશેષ મહિમાને પામેલા, શ્રી પાર્શ્વનાથ પ્રભુનું અલૌકિક બિંબ છે. તું તે બિંબને તારી નગરીમાં લઈ જા. આવું દેવીનું વચન સાંભળીને સાર્થવાહે દેવીને કહ્યું કે હું સમુદ્રના તળીએથી એ પરમપ્રભાવક પરમાત્માના બિંબને બહાર લાવવાને અસમર્થ છું. ત્યારે દેવીએ કહ્યું કે-હે શ્રાવક! હું નીચે તળીએ જાઉં છું. મારી પાછળ પાછળ તારે આવવું. કાચા સૂતરના સાત તાંતણાંથી તે બિંબને બહાર કાઢી વહાણમાં પધરાવી નિર્વિતપણે તારી નગરીમાં જજે. આથી સાર્થવાહે તે પ્રમાણે કર્યું. નિષ્કારણ જગદુબંધુ ત્રણે લેકના નાથ પાર્થપ્રભુના બિંબને જોઈને શેઠ ઘણે જ હર્ષ પામે.
થોડા દિવસોમાં તે સાર્થવાહે પિતાની કાંતિપુરીના પાદરમાં આવી પડાવ નાખે. નગરીને પરિચિત જનસમૂહ સામે આવ્યું. અને મહાપરાક્રમી સાર્થવાહ ઉચિત મુહૂર્ત, આ પ્રભાવક બિંબને મહત્સવપૂર્વક નગરીમાં લઈ ગયા. તે (સામૈયાના) પ્રસંગે ઘણા ગવૈયાઓ વિવિધ ગાયને ગાતા હતા. વિવિધ વાજિંત્રો પણ ધર્મપ્રભાવનામાં વૃદ્ધિ કરતાં હતાં. સૌભાગ્યવંતી નારીઓ ધવલમંગલ ગાતી હતી. યાચકાદિને દાન દેવામાં આવ્યું. પછી રૂપા જે સફેદ પ્રાસાદ બંધાવી તેમાં પ્રભુબિંબને પધરાવી સાર્થવાહ હંમેશાં ઉલ્લાસપૂર્વક ત્રિકાલ પ્રભુભક્તિ કરવા લાગે. એમ કાંતિપુરીમાં આ બિંબ બે હજાર (મતાંતરે એક હજાર) વર્ષો સુધી રહ્યું.
આ પ્રસંગે નાગાર્જુન ગિનું વર્ણન ખાસ જાણવા યોગ્ય છે. તે આ પ્રમાણેક્ષત્રિમાં મુકુટ સમાન અને યુદ્ધ કર્મમાં કુશલ એ સંગ્રામ નામે પ્રખ્યાત ક્ષત્રિય હિતે. તેને સુવ્રતા નામે પત્ની હતી. સહસ્ત્રફણા શેષ નાગના સ્વપ્નથી સૂચિત અને પુણ્યના
૧ વિવિધ તીર્થકલ્પમાં–પિતા વાસુકી, માતા ઢંક પર્વતવાસી રણસિંહ રાજપુત્રની પુત્રી પલ એમ કહ્યું છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org