________________
શ્રીસ્તંભનપાબહ૯૫ ] સ્થાનરૂપ એ નાગાર્જુન નામે તેમને પુત્ર હતા. તે ત્રણ વરસનો થયે ત્યારે એક વખતે બાળકો સાથે રમત કરતાં, એક સિંહના બાલ ( બચ્ચા)ને ફાડીને તેમાંથી કંઈ ખાતે ખાતે પિતાને ઘેર આવ્યો. બાલકની આ ચેષ્ટા જોઈને ખેદ પામતાં પિતાએ ઠપકે આ કે–હે વત્સ! આપણુ ક્ષત્રિય કુળમાં નખવાળા સિંહાદિ પ્રાણિને ખાવાની મનાઈ છે. આ પ્રસંગે ત્યાં આવેલા એક સિદ્ધ પુરૂષે સંગ્રામને કહ્યું કે પુત્રના આ કાયથી તું ખેદ ન કર. જેનું રહસ્ય પામવું અશકય છે એવા સૂત્રના રહસ્યને પણ આ બાલક ભવિષ્યમાં જાણકાર થશે. પછી બાલ્યાવસ્થામાં જ તેજ વડે સૂર્ય સમાન, ઉદ્યમી અને સાવધાન એ નાગાર્જુન અદ્ભુત કલાવાળા વૃધ્ધ પુરૂને સંગ કરવા લાગે. ઘણી કલાઓ જાણેલી હોવાથી પર્વતે અને નદીઓ તેને ઘરના આંગણ જેવી થઈ પડી અને દૂર દેશાંતર તેને ગૃહાંતર જેવું થઈ પડ્યું. પર્વતેમાં પેદા થતી વનસ્પતિને અભ્યાસ કરતાં તે મહા રહસ્યને જાણનારો થયે. તે રસસિદ્ધિ કરવામાં સાધનભૂત મહાઔષધિઓને સંગ્રહ કરવા લાગે.
એક વખત ફરતે ફરતે તે નાગાર્જુન પિતાના નગરમાં આવ્યો. તે વખતે સમસ્ત સિદ્ધિને જાણનાર અને ત્યાં બિરાજમાન શ્રીપાદલિપ્તસૂરિજી મહારાજ તેને જાણ વામાં આવ્યાં. એટલે પર્વત ભૂમિમાં નિવાસ કરી પાદપને ઈચ્છનાર નાગાર્જુને પોતાના શિષ્ય દ્વારા એ આચાર્યને જ્ઞાપન કર્યું. ત્યાં તેના શિષ્ય તૃણરત્નમય પાત્રમાં સિદ્ધરસ લાવીને શ્રીપાદલિપ્ત ગુરૂની આગળ મૂકો. એટલે ગુરૂ બેલ્યા કે-એ સિદ્ધરસે મને આપવા માટે રસ બનાવ્યા ? અહો ! તેને કેટલો બધે અપૂર્વ સ્નેહ”! એમ કહેતાં તે (ગુરૂ) જરા હસ્યા અને પાત્ર હાથમાં લઈ ભીતે પછાડી ભાંગીને તેને ભૂકે કરી ના. તે જોતાં આવેલ પુરૂષ મોટું વાંકું કરીને ખેદ પામ્યું ત્યારે તેને કહ્યું કે–હે ભદ્ર! તું ખેદ ન પામ, તને શ્રાવકે પાસેથી સારૂ (ભા)જન અપાવીશ. એમ કહી તે પ્રમાણે કર્યું. જતી વખતે ગુરૂજીએ તે રસવાદીને મૂત્રથી ભરેલ કાચ પાત્ર (કાચનું બનાવેલું વાસણ આપ્યું. તેથી તે શિષ્ય વિચાર્યું કે—મારે ગુરૂ ખરેખર મૂર્ખ છે કે આની સાથે સ્નેહ કરવા ઈચ્છે છે. એમ વિચારી તે શિષ્ય નાગાર્જુનની પાસે આવ્યું. શિષ્ય કહ્યું કે આપની સાથે તેની અદ્ભુત મિત્રી છે.” એમ કહીને તે મૂત્રનું પાત્ર તેણે નાગાર્જુનને આપ્યું. તેણે તે ખૂલ્લું કરી જેમાં મૂત્રની દુર્ગધ આવી, જેથી જાણ્યું કે“અહો તે સૂરિની નિર્લોભતા (મૂઢતા ઠીક લાગે છે.) !” આથી ખેદ પામેલા નાગાર્જુને પણ તે કાચ પાત્રને પત્થર ઉપર પછાડી ભાંગી નાખ્યું. એવામાં રસોઈ કરવા માટે દેવગે શિષ્ય ત્યાં અગ્નિ સળગાવ્યું. તે વખતે અગ્નિને યોગ થતાં તે મૂત્રથી પત્થર પણ સુવર્ણ બન્યા. આવી સુવર્ણસિદ્ધિને પ્રભાવ જોઈને શિષ્ય આશ્ચર્ય પામી ગુરૂને આ બીને જણાવી કહ્યું કે-જરૂર તે આચાર્ય મહારાજની પાસે અદ્ભુત સિદ્ધિઓ છે, કે જેના મલમૂત્રાદિના સંબંધથી પત્થરે પણ સુવર્ણ (સેના) રૂપ થાય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org