________________
શ્રીસ્તંભનપાર્થબ્રહકલ્પ ]
૧૬૫ પ્રભુએ કહ્યું કે હે કૃષ્ણ! મારા નિર્વાણ કાલથી માંડીને ૮૩૭૫૦ વર્ષો વીત્યા બાદ ઘણા અધિષ્ઠાયક દેથી નમસ્કાર કરાયેલા શ્રી પાર્શ્વનાથ તીર્થકર થનાર છે. તે પ્રભુની પ્રતિ માના સ્નાત્ર જલને છાંટવાથી આ ઉપસર્ગ નાશ પામશે. ફરીથી કૃષ્ણ વાસુદેવે પૂછ્યું કે તે પ્રતિમાજી હાલ કયાં અને કેની પાસે છે? જવાબમાં પ્રભુએ કહ્યું કે શકેન્દ્રની પાસે હાલ તે પ્રતિમા છે. આ બીના કેન્દ્ર અવધિજ્ઞાનથી જાણીને માતલિ સારથિ સહિત રથ અને એ પ્રતિમાજી કૃષ્ણને આપ્યાં. તે પ્રતિમાના દર્શનથી નૃપતિ ઘણાજ ખુશી થયા. તેમણે બરાસ, કેસર, પુષ્પાદિ પવિત્ર દ્રવ્યોથી પ્રભુ બિંબની સ્નાત્રાદિ પૂજા કરી સ્નાત્રનું પાણી રોગરૂપી પ્રહથી પીડિત બનેલા પિતાના સૈન્યની ઉપર છાંટયું. તેથી ઉપસર્ગ શાંત થયે. સંગ્રામમાં પ્રતિવાસુદેવ જરાસંઘને પરાજય થયું. તે જ વિજય પામવાના સ્થલે પ્રભુ શ્રી નેમિનાથની આજ્ઞાથી કૃષ્ણ નરેશે પાર્શ્વનાથનું બીજું બિંબ સંખપુરમાં સ્થાપીને શક્રેન્દ્ર આપેલ આ બિંબને સાથે લઈ દ્વારિકા નગરી તરફ પ્રયાણ કર્યું. આટલી બીના વાસુદેવ થયા પહેલાંની સમજવી.
પછી દ્વારિકામાં સર્વ રાજાઓએ કૃષ્ણ મહારાજાને વાસુદેવપણાને રાજ્યાભિષેક કર્યો. ત્યાર બાદ કૃષ્ણ વાસુદેવે મણિ-સુવર્ણ–રત્નજડિત પ્રાસાદમાં આ શ્રી પાર્શ્વપ્રભુના બિંબને પધરાવી મહોત્સવપૂર્વક ૭૦૦ વર્ષ સુધી પૂજા કરી. કેટલાક સમય વીત્યા બાદ યાદવેએ દ્વિપાયન ઋષિની હાંસી કરી, તેથી ઋષિએ શ્રાપ આપ્યો કે દ્વારિકામાં દાહ લાગશે. પરિણામે તેમજ થયું. પરંતુ આ ચમત્કારી બિંબના પ્રભાવે જિનાલયમાં અગ્નિની બીલકુલ અસર ન થઈ. દ્વારિકાને કોટ ત્રુટી ગયે, સમુદ્રનું પાણી નગરીમાં ફેલાયું, બિંબ સહિત જિનાલયની ઉપર પણ પાણીને પ્રવાહ ફરી વળ્યો. શ્રી પાર્શ્વપ્રભુનું પવિત્ર બિંબ સમુદ્રમાં હતું, તે પ્રસંગે ધરણેન્દ્ર ઇંદ્રાણી ગણ સહિત ક્રીડા કરવા ત્યાં આવ્યા. પાપ પુજને દૂર કરનાર બિંબને જોતાં જ તેઓ બહુ હર્ષ પામ્યા. ઈંદ્રાણીઓએ નૃત્યાદિ કરી મહાકર્મનિર્જરાને લાભ મેળવ્યું. એમ નિશ્ચિત સમ્યગ્દષ્ટિ શ્રીધરણેન્દ્ર મહોલ્લાસપૂર્વક ૮૦ હજાર વર્ષો સુધી આ સમુદ્રમાં રહેલ શ્રી પાર્શ્વપ્રભુના બિંબની પૂજા કરી. આ તમામ બીના પશ્ચિમ દિશાના લોકપાલ વરૂણ દેવના જાણવામાં આવી. વરૂણ દેવ એજ વિચારવા લાગે કે –“જેની ઇંદ્ર પણ પૂજા કરે છે તે બિંબની પૂજા કરીને મારે પણ આત્મકલ્યાણ કરવું જોઈએ.” એમ વિચારીને તે દેવે ૪૦૦૦ વર્ષો સુધી આ શ્રી પાશ્વદેવના પરમ પ્રભાવક પવિત્ર બિંબની પૂજા કરી.
ઘણો સમય વીત્યા બાદ જ્યારે ત્રણે લેકમાં તિલક સમાન વર્તમાન શાસનધીશ્વર શ્રમણ ભગવંત પ્રભુ મહાવીર દેવ રૂપી મેઘ કેવલી અવસ્થામાં ભરત ક્ષેત્રમાં, અવિચ્છિન્ન
૧ મિનિર્વાણ અને શ્રી વીરપ્રભુનું અંતર ૮૪૦૦૦ વર્ષોનું કહ્યું છે. શ્રી પાર્શ્વનાથ અને શ્રી વિરપ્રભુનું અંતર ૨૫૦ વર્ષોનું સુપ્રસિદ્ધ છે. ૮૪ હજારમાંથી ૨૫૦ બાદ કરવાથી ઉપરની સંખ્યા ઘટી શકે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org