SearchBrowseAboutContactDonate
Page Preview
Page 205
Loading...
Download File
Download File
Page Text
________________ [ શ્રીવિજ્યપધસૂરિકૃતમાની જેમ શ્રી શંખેશ્વર પાર્શ્વનાથનું બિંબ ગઈ વીશીમાં ભરાવ્યું એમ જાણી શકાય છે. બીજી બાજુ નવીન “ઉપદેશ સપ્તતિકામાં એમ પણ કહે છે કે-આ પ્રભુના બિંબની આદિ નથી જણાતી. કેટલાએક આચાર્યો એમ કહે છે કે વર્તમાન વીશીમાં થયેલા સત્તરમા તીર્થકર કુંથુનાથ ભગવંતના સમયે થયેલા મમ્મણ શેઠે પ્રભુને પૂછયું કે-મારી મુક્તિ કયારે થશે? જવાબમાં પ્રભુએ કહ્યું કે ભાવિ શ્રી પાર્શ્વનાથના તીર્થમાં તું મુક્તિ પદ પામીશ. એમ સાંભળતાંની સાથે ખૂશી થઈને તેણે ન્યાયપાતિ દ્રવ્ય વાપરીને આ બિંબ ભરાવ્યું. ઈદ્રિાદિકે કરેલી પૂજા - દુનિયામાં સમુદ્રનું પાણી માપનાર તથા તારક (તારા) આદિ તિષિ દેવનાં વિમાનેને ગણી શકનાર જે હોય તે દિવ્ય પુરૂષ પણ આ પાર્શ્વપ્રભુની પ્રતિમાને મહિમા વર્ણવી શકે જ નહિ. “પાર્થ પાર્થ” એવા નામાક્ષરોના જાપથી પણ સર્પાદિનું ઝેર ઉતરી શકે છે. અનેક વિદનેને હઠાવવા માટે જેના અધિષ્ઠાયક સર્વદા જાગતાજ છે એવા આ પ્રભુના બિંબની પૂજાને પવિત્ર લાભ અનેક વિદ્યાધર, સુરેન્દ્ર, નૃપતિ આદિ ભવ્ય જીએ ઘણી વાર લીધે છે. તેમાં વીસમા તીર્થંકર શ્રી મુનિસુવ્રત સ્વામીના સમયમાં, આ પ્રતિમાજી ચંપા નગરીમાં બીરાજમાન હતા. તે સમયે ગરિક તાપસના પરાભવાદિ કારણથી કાર્તિક શેઠે પરમ પવિત્ર જૈનેન્દ્રી દીક્ષા ગ્રહણ કરી આ જ પ્રભુ બિંબના ધ્યાનથી સેંકડો અભિગ્રહ સિદ્ધ કર્યા છે. તે જ કાર્તિક શેઠ અનુક્રમે સધર્મેદ્ર થયા. અવધિ જ્ઞાનથી આ બિંબને પ્રભાવ જાણીને પૂર્ણ ઉલ્લાસથી સાવિત્રી ભક્તિ કરી. કેટલેક ટાઈમ વીત્યા બાદ વનવાસના પ્રસંગે ઈંદ્રના આજ્ઞાંકિત દેવેની સહાયથી રામચંદ્રજીએ દંડકારણ્યમાં આ પ્રતિમાને મેળવીને સીતાએ લાવેલા ફૂલેથી અપૂર્વ પૂજા કરી છે. એમ છ મહિના અને ૯ દિન સુધી આ અલૌકિક પાર્શ્વપ્રભુનું બિંબ રામચંદ્રજી પાસે રહ્યું. ત્યાર બાદ રામચંદ્રજીને કર્મોદયજનિત આપત્તિને સમય જાણી અધિષ્ઠાયક દેવોએ એ બિંબ ઇંદ્રને સંપ્યું. ત્યાં સૌધર્મ દેવલેકમાં શકેન્દ્ર અગીઆર લાખ વર્ષો સુધી નિર્મલ ભક્તિ કરી. આ અવસરે યદુ વંશમાં પ્રભુ શ્રી નેમિનાથ, બલદેવ, કૃષ્ણ નૃપતિ એમ ત્રણે શલાકા પુરુષો હયાત હતા. તેમાં બાલબ્રહ્મચારી, સુગ્રહીતનામધેય, પ્રાતઃસ્મરણીય શ્રી નેમિનાથ કેવલીપણે વિચારી રહ્યા હતા. કૃષ્ણ રાજા હજુ વાસુદેવ પદવીને પામ્યા ન હતા. તે સમયે જરાસંઘની સાથે લડતાં કૃષ્ણ વાસુદેવે પોતાના સિન્યની ઉપસર્ગથી પીડિત દશા જોઈને તેને દૂર કરવાના ઈરાદાથી પ્રભુને ઉપાય પૂછશે. તેના જવાબમાં ૧ ગઈ વીશીમાં થયેલા શ્રી દામોદર નામના તીર્થંકર પ્રભુના શાસનમાં થયેલા આષાઢી શ્રાવકે ગણધર થઈને, પોતાની મુક્તિ તે સમયે થશે એમ પૂકત પ્રભુના વચનથી આ બિંબ ભરાવ્યું એમ પણુ અન્યત્ર કહેલ છે. આ બીના સુપ્રસિદ્ધ છે. ૨ વરૂણદેવે ૧૧ લાખ વર્ષો સુધી પૂજા કરી એમ કહ્યું છે. જુઓ-ઉપદેશ પ્રા. વ્યા. ૨૬૬ મું. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005486
Book TitleDeshna Chintamani Part 06
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy