________________
૫ મો નમ: શ્રીસિવાય || ॥परमोपकारि-सद्गुरु आचार्यवर्य श्रीविजयनेमिमूरीश्वरेभ्यो नमोनमः ॥ पूज्यपाद-परमोपकारि-आचार्य श्री विजयनेमिमूरीश्वर चरणकिंकर विनेयाणु
आचार्य श्रीविजयपद्मसूरीश्वर विरचित
| શ્રી રતિંમર પાર્થવૃત છે maana zossosiaconorm omnia
पणमिय थंभणपासं, गुरुगुणसिरिनेमिमूरिपयकमलं ॥ विरएमि जहामुत्तं, सिरिथंभणपासबिहकप्पं ॥१॥
શ્રી લંબાવતી નગરી (સ્તંભતીર્થ, ખંભાત, લઘુલંકા)માં કલ્પવૃક્ષ, ચિંતામણિ, કામકંભ, કપલતા વિગેરે પદાર્થો કરતાં પણ અધિક પ્રભાવવાળા શ્રી સ્તંભન પાર્શ્વનાથનાં દર્શન કરનાર ભવ્ય જીવોના હૃદયમાં એજ વિચારો પ્રકટે છે કે–આ પ્રતિમાજી કોણે અને ક્યારે ભરાવી? કયા કયા ઇંદ્રાદિ ભવ્ય છે, કેટલા ટાઈમ સુધી, કયે સ્થલે, આ બિમ્બની પૂજા કરી કેવા કેવા લાભ મેળવ્યા ? આચાર્ય શ્રીઅભયદેવસૂરિજીએ આ પ્રતિમાજીને કઈ રીતે ક્યાંથી પ્રકટ કર્યા વિગેરે જણાવવું જરૂરી હોવાથી, શ્રી વિવિધ તીર્થક૫, પ્રભાવક ચરિત્ર, ઉપદેશ પ્રાસાદ, ઉપદેશ સપ્તતિકા આદિ ગ્રંથના આધારે તથા અનુભવી પરોપકારી શ્રી ગુરૂ મહારાજ આદિ ગીતાર્થ પુરૂષના વચનાનુસારે અહિં જણાવું છું
(શાર્દૂલવિક્રીડિત વૃત્ત) यन्मार्गेऽपि चतुःसहस्रशरदो देवालये योऽर्चितः, स्वामी वासववासुदेववरुणैः स्वर्वाधिमध्ये ततः। कान्त्यामिभ्यधनेश्वरेण महता नागार्जुनेनार्चितः,
पायात् स्तंभनके पुरे स भवतः श्रीपार्श्वनाथो जिनः ॥१॥ પ્રતિમાના ભરાવનાર કેશુ?
ગઈ વીશીમાં ૧૬ મા તીર્થંકર શ્રી નમિનાથ (નમીશ્વર) ભગવંત થયા. તે પ્રભુના નિર્વાણ સમયથી માંડીને ૨૨૨૨ વર્ષો વીત્યા બાદ આષાઢી નામના શ્રાવક થયા. તેમણે શ્રી પાર્શ્વનાથનાં ત્રણ બિંબ ભરાવ્યાં. હાલ તેમાંના ૧ ચારૂપ તીર્થમાં, ૨ શ્રી શંખેશ્વર તીર્થમાં અને ૩ શ્રી સ્તંભતીર્થ (ખંભાત)માં મોજુદ છે. એમ ત્રણ બિંબની બીના, મુલનાયક શ્રી સ્તંભન પાર્શ્વનાથના નીલમ મણિમય બિંબની પડખેની પાર્શ્વનાથની વિશાળ પ્રતિમાના લેખ ઉપરથી જાણી શકાય છે. આ વર્ણનમાં શ્રી સ્તંભન પાર્શ્વનાથની પ્રતિ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org