SearchBrowseAboutContactDonate
Page Preview
Page 187
Loading...
Download File
Download File
Page Text
________________ -- -- - --- ----- ૧૪૬ [શ્રીવિજયપઘસૂરિકૃતઉપર અધિક રાગવાળા થાય છે. અને તે દેવે નીરોગ એટલે રેગ રહિત હોવા છતાં ચ્યવનકાલે તેમના શરીરના સાંધા તૂટતાં હોય તેમ લાગે છે. તેઓની દેખવાની જે શકિત હોય છે તે પણ ઘટી જાય છે. તે દેવે ચ્યવન કાલે તેમના ચપળ (થરથર ધ્રૂજતા, હાલતા) અંગાદિ વડે બીજા દેને હીવરાવે છે. ૨૦૫ દેવો અવનના ચિને જોઈને કે વિલાપ કરે છે તે ત્રણ ગાથામાં જણાવે છે – એવાં ઘણુંયે વન ચિહને જોઈ નિર્ણય ચ્યવનને, કરતાં વિમાનાદિક વિષે ન કરેજ અનુભવ શાંતિને; નિરખીશ કયાં આ દેવી આદિ હું હવે ઇમ વિલાપતા, કાંતાદિ ! જાશે આશરે કેના હવે ઈમ વિલાપતા. સ્પટાર્થ–પૂર્વના ફ્લેકમાં જે વનના ચિહ્નો જણાવ્યા તે ઉપરાંત બીજા પણ ઘણું ચ્યવનનાં ચિહ્નો જોઈને તે દેવો પિતાને ચ્યવન કાલ નજીક આવ્યું છે એવો નિર્ણય કરે છે. આથી કરીને તેઓને તેમના વિમાન વગેરેમાં શાંતિને અનુભવ થતો નથી. અને તેથી વિલાપ કરતાં કરતાં કહે છે કે હું હવે આ મારી દેવી, આ મારી ઋદ્ધિ ક્યાં જોઈશ? હે વહાલી દેવી કાંતા વગેરે! હવે તમે તેના આશરે જશે. હવે મારા જેવો આશરો તમને કોણ આપશે? ૨૦૬ હે વાપિઓ ! ઉપભેગ કરશે કુણ તમારે હું નહી, હે કલ્પતરૂઓ ! શું મને તજશે તમે આજે સહી શું ગર્ભ નરકે પરાધીન થઇ વસવું પડશે માહરે, અશુચિને આસ્વાદ કેમ કરી શકીશ હું ત્યાં અરે. २०७ સ્પષ્ટાર્થ ––હે વાવડીએ! હું નહિ હોઉં ત્યારે તમારા પાણીને ઉપયોગ કે કરશે? હે ક૯પવૃક્ષો ! શું તમે હવે ખરેખર મારો ત્યાગ કરશે ? શું હવે મારે પરાધીન થઈને ગર્ભનરકે એટલે જેમાં નરક જેવાં દુઃખે ભેગવવાં પડે છે તેવા ગર્ભાવાસમાં રહેવું પડશે. આવા નરક જેવા ભયંકર ગર્ભાવાસમાં મારાથી કેવી રીતે રહી શકશે? અને તે ગર્ભાવાસમાં રહેલો હું કે જેણે અમૃતને સ્વાદ લીધેલ છે, તે મનુષ્ય સ્ત્રીના પેટમાં રહેલા અશુચિ પદાર્થને આહાર શી રીતે લઈ શકીશ? અરે ઘણું ખેદની વાત છે કે આ બધા ભયંકર દુઃખે મારાથી શી રીતે સહન કરાશે ? ૨૦૭ અહા ! મારે જઠર રૂપ અગ્નિ શકટીના તાપના, - તીવ્ર દુખને રહેવું પડશે? ઉદયથી કૃત પાપના Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005486
Book TitleDeshna Chintamani Part 06
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy