________________
દેશનાચિંતામણિ ]
૧૪૫ દે પિતાના ચ્યવન સમયને જાણીને બહુ દુઃખી થાય છે તે ત્રણ લેકમાં જણાવે છે:-- કામ ક્રોધ ભયાદિથી નહિ સ્વસ્થતા તેઓ લહે,
વન ચિહને જોઈને પણ બહુ ઉદાસીન થઈ રહે; નિજ આયુના છેલ્લા છ મહિના શેષ જે કાલે રહે, તેજ કાલે ચ્યવન ચિને જોઈ દે ઈમ કહે.
૨૦૩ સ્પષ્ટાર્થ –ઉપર કહ્યા પ્રમાણે શેકને લીધે, અદેખાઈને લીધે, તેમજ કામ એટલે વિષયવાસનાને લીધે, અને ક્રોધ તથા ભય વગેરે કારણોથી દેવગતિમાં તે દેવે શાંતિને પામતા નથી. જ્યારે તે દેવે પોતાના ચ્યવનના ચિહ્ન જુવે છે ત્યારે પણ તેઓ બહુ ઉદાસીન થઈ જાય છે. આ વનના ચિહ્નો જ્યારે તે દેવેનું આયુષ્ય છ મહિના બાકી રહે ત્યારે તે દેવના જોવામાં આવે છે. હવે જ્યારે તે દેવે તે વનના ચિહ્ન જુવે છે ત્યારે તેઓ આ પ્રમાણે કહીને દુઃખી થાય છે. ૨૦૩ કયાં અમે સંતાઈ જઈએ એમ કહી સંતાય છે,
આવવું ગમે ના તેમને ફૂલમાળ મુખ કરમાય છે; સંધિબંધ શીથિલ થતાં સુરક્ષ હદય પ્રકંપતા, વહાલી છતાં પણ શરમ લજજા તેમને ઝટ છેડતા.
૨૦૪ પબ્દાર્થ:–અમે હવે કયાં સંતાઈ જઈએ? એમ કહીને તેઓ સંતાઈ જાય છે. તેમને પોતાની ઋદ્ધિ મૂકીને વવાનું ગમતું નથી. તેઓએ ગળામાં ધારણ કરેલી ફૂલની માળા કરમાય છે, તેમજ તેમના મુખની કાંતિ પણ ઝાંખી પડી જાય છે. તેઓના સંધિબંધ એટલે સાંધાઓ ઢીલા પડી જાય છે. અહીં સુરવૃક્ષ એટલે કલ્પવૃક્ષ તથા હૃદય કંપાયમાન થાય છે. વળી તેમને શરમ-લાજ જે અત્યાર સુધી વહાલી હતી તેને પણ તેઓ તે વખતે તજી દે છે. ૨૦૪ મલિન હવે વસ્ત્ર આને દૈન્ય દીન નહી છતાં,
ન્યાય ધર્મ તજી વિષય પર રાગ અધિકે ધારતા; અંગાદિ સાંધા ભાંગતાં નીરોગ તેઓ છે છતાં, અપટ દષ્ટિ બને ચપલ અંગાદિથી બીવરાવતા.
૨૦૫
પષ્ટાઈ–વળી તે ચ્યવનાર દેવનાં વસ્ત્રો મલીન થાય છે. તેમજ તેઓ દીન નથી તે છતાં તેમનામાં દીનતા આવે છે. તે વખતે દેવે ન્યાય ધર્મને ત્યાગ કરી વિષ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org