________________
૧૪૪
[ શ્રીવિજ્યપદ્રસૂરિકૃતસ્પષ્ટાર્થ–દેવમાં પણ ભુવનપતિ, વ્યંતર, વાણવ્યંતર, જ્યોતિષી, વૈમાનિક એમ અનેક પ્રકારના ભેદે હોવાથી દેવે એક સરખા હોતા નથી, પરંતુ પૂર્વે કરેલા ઓછાવત્તા પુણ્યને લીધે ઓછી અધિક ઋદ્ધિવાળા, ઓછા અધિક બળવાળા, સ્વામી સેવક આદિ ભાવવાળા હોય છે. વળી તે દેવોમાં પણ શોક, ભય, ઈર્ષ્યા વગેરે દોષ રહેલા હોય છે. આ શેક. દિકને લીધે તે દેવની બુદ્ધિ પણ હણાય (મુંઝાય) છે અને તેને લીધે તેઓ પણ દુઃખને અનુભવ કરી રહ્યા છે, તે આ પ્રમાણે –જે દેવોએ પૂર્વ ભવમાં ઓછું પુણ્ય કર્યું હોય છે, તેઓ દેવભવ પામ્યા છતાં ઓછી ઋદ્ધિવાળા દેવ થાય છે, ઓછી ઋદ્ધિવાળા દે (તેમનાથી) અધિક ઋદ્ધિવાળા દેને જોઈને ઘણું શેકાતુર બની જાય છે અને તેથી દુઃખને અનુભવ કરે છે. વળી દેવલોકમાં જેઓ અધિક શકિતવાળા દેવે છે તેઓ તેમનાથી ઓછી શકિતવાળા દેવને કનડે છે એટલે સતાવી હેરાન કરે છે, તેથી તેવા દેવે પણ દુઃખમાં દિવસે પસાર કરે છે. ૨૦૦
દેવો ઈર્ષ્યા રૂપી અગ્નિથી દુઃખી થાય છે તે બે ગાથામાં જણાવે છે -- પ્રતિકાર તે ન કરી શકે કચવાય ક્રોધાકુલ બની,
સુકૃતની ઓછાશથી હું રઘા પરસેવક બની; એમ મનમાં ચિંતવી લક્ષ્મી અધિક પરદેવની, જોઈ ખિન્ન બને નિરંતરે ગુરૂ વિમાનાદિક તણી. ૨૧
૨૦૧ ઋદ્ધિને નિત જોઈ જઈ ચિત્ત ઈષ્યનલ તણી, - ઉમિઓથી બન્યા કરતું બલિષ્ઠ સુરપિતા તણી ઋદ્ધિ આદિક લુંટતા તે સમય પણ દીનતા ધરે, હે શ્રેષ્ઠ દેવ ! પ્રસન્ન થાઓ ઇમ કહે ગદગદ સ્વરે.
૨૦૨
સ્પષ્યાર્થી ઉપરના લેકમાં જણાવેલા અલ૫ શકિતવાળા દે અધિક શકિતવાળા દેને સામને કરી શકતા નથી તેથી કોપાયમાન થઈને મનમાં ને મનમાં કચવાયા કરે છે. તેઓ વિચારે છે કે મેં પાછલા ભવમાં પુણ્ય કાર્યો ઓછાં કર્યા, તેથી દેવગતિ પામ્યા છતાં પણ મારે પારકાના સેવક બનીને રહેવું પડે છે અને અપમાન સહન કરવું પડે છે. વળી મેટા વિમાનવાળા દેવની અધિક ઋદ્ધિ પરિવારાદિકને જોઈ જોઈને તેઓ ખિન્ન બને છે અને અદેખાઈ રૂપી અગ્નિની ઉર્મિઓ (ઝાળ, વાલા) વડે તેઓનું હૃદય હંમેશાં બળ્યા કરે છે. તેમનાથી અધિક બળવાળા દેવ તે દેવોની દ્ધિ જ્યારે ખૂંચવી લે છે ત્યારે તેઓ દીન ભાવને ધારણ કરે છે અને ગદ્દગદ સ્વરે તે બળવાન દેને કહે છે કે હે શ્રેષ્ઠ દેવ ! તમે અમારા ઉપર પ્રસન્ન થાઓ અને અમારી ઋદ્ધિ પાછી આપો. ૨૦૧-૨૦૨
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org