________________
દેશનાચિંતામણિ ]
૧૩૧ સ્પષ્ટાર્થ –તે પરમધામી દેવો તે નારકીઓના શરીરને સુતાર જેમ લાકડાને કરવત વડે વહેરે તેમ વહેરે છે, અને તેમને ઘાણીમાં નાખીને પીવે છે. જ્યારે તે નારકીઓ તરસ્યા થાય છે ત્યારે તે પરમાધામીએ તેમને વૈતરણી નદીમાં ઉતારે છે અને તે નદીમાં વહેતે લોઢાને રસ તેમને પીવરાવે છે. વળી તે નારકીઓ જ્યારે તાપથી પીડાઈને છાંયડામાં બેસવાની ઈચ્છા કરે છે ત્યારે પરમાધામીઓ તેમને અસિપત્ર વનમાં લઈ જાય છે અને તરવારની ધાર જેવા તેના પાંદડાં તે નારકીઓના શરીરને વાગવાથી તેઓને ઘણું દુઃખ થાય છે. જેના પાંદડાં તરવાની ધાર જેવા અણીદાર હોય, આવા વૃક્ષોવાળું જે વન હોય, તે “અસિપત્રવન કહેવાય. ૧૭૩ શસ્ત્ર જેવા પત્ર પડતા તલસમા ટુકડા થતા,
શામલી તરૂ પુતળીઓની સાથે પણ ભેટાવતા; તે સમે પર રમણ સેવન અસુર યાદ કરાવતા, નિજ માંસને ખવરાવતા જે માંસ ખાનારા હતા.
૧૭૪ સ્પષ્ટાથે અસિપત્ર વનમાં તરવાર જેવી ધારવાળા તે ઝાડાના પાંદડાં તે નારકી. એના શરીર ઉપર પડે છે અને તેથી તેમના શરીરના તલ તલ જેવડા કકડા થઈ જાય છે. પરંતુ નારકીઓનું વૈક્રિય શરીર હોવાથી તેઓ મરણ પામતા નથી અને તેઓના શરીરના ટુકડા પાછા પારાના કણીયાની માફક ભેગા થઈ જાય છે. વળી જે છ પૂર્વ ભવમાં બીજાની સ્ત્રીઓનું સેવન કરનારા ( વિષયી ) હોય છે તેઓને તેમની પૂર્વ ભવની સ્થિતિ યાદ કરાવીને તે પરમાધામી અસુર શામલી વૃક્ષની સાથે તથા તપાવેલા લેઢાની પુતળીઓની સાથે આલિંગન કરાવીને ઘણું દુઃખ આપે છે. જેઓ પૂર્વ ભવમાં માંસ ભક્ષણ કરતા હતા તેમને તે હકીકત જણાવીને તેમના જ શરીરમાંથી ટુકડા કાપીને તેમને ખવરાવે છે. ૧૭૪ દારૂડિયાને ગરમ લેહરસ યાદ કરી પીવરાવતા,
શલાદિ કેરી વેદનાને નરકમાં ઉપજાવતા જિમ માંસને તિમ શેકતા તન છિન્ન પણ ભેગા થતા, કંકાદિ પાસે નારકીના અંગને ખેંચાવતા.
૧૭૫ સ્પષ્ટાર્થ –જેઓ પૂર્વ ભવમાં દારૂ પીવાના શેખવાળા હતા તેમને તે વાત યાદ કરાવીને તે દેવે ઉકળતે લોઢાને રસ પીવરાવે છે. કેટલાક પરમાધામી દેવે શૈલી બનાવીને તે નારકીઓને શૈલી ઉપર ચઢાવીને દુઃખ આપે છે. તેમજ તેઓના માંસને છેદીને શેકે છે, પરંતુ તેમના છેદેલા અંગે પાછા ભેગા થઈ જાય છે. આ ઉપરાંત કંકાદિ બગલા, ગીધ, શમડી વગેરે વિકુવીને તે પક્ષિઓની પાસે નારકીના અંગે ખેંચાવીને તેમને પીડા ઉપજાવે છે. ૧૭૫
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org