________________
૧૩ર
[ શ્રીવિજયપઘસૂરિકૃતકયા છો નરકે જાય અને ક્યા જતા નથી તે જણાવે છે – એમ નરકે નારકો બહુ કાળ દુઃખે નિવસતા,
અહ૫ સુખને કાજ લાંબા દુઃખદ કર્મો બાંધતા; શુદ્ધ વૃત્તિ વેણ ને આચારને જે પાલતા, ચેતતા જિન ધર્મ સાધક ના કદી નરકે જતા,
૧૭૬ સ્પષ્ટાથ –ઉપરના કેમાં જણાવ્યા પ્રમાણે ક્ષેત્રકૃત, અન્યકૃત અને પરમા ધામી દેવકૃત અનેક પ્રકારની પીડાઓને ભેગવતા તે નારકીએ ત્યાં ઘણા લાંબા કાળ સુધી રહે છે. આ જીવોએ પૂર્વ ભવમાં થેડા સુખને માટે ઘણાં ચીકણાં પાપકર્મો કર્યા હોવાથી તેઓ આવા પ્રકારના ઘેર દુઃખેને ભેગવનારા થાય છે. પરંતુ જે સમજુ છવો મનની શુભ વૃત્તિ રાખે છે એટલે જેઓ સારા પરિણામ (સારી ભાવના) રાખે છે અને આર્ત તથા રૌદ્ર ધ્યાન કરતા નથી, તેમજ જેઓ ખાસ કારણે જ હિત મિત પ્રિય વચને બેલે છે અને શુદ્ધ આચારનું પાલન કરે છે, જેઓ ચેતીને ચાલે છે અને જૈન ધર્મની સાધના કરે છે, તેવા જીવો કઈ પણ કાલે નરકે જતા નથી. ૧૭૬
હવે તિર્યંચ ગતિમાં એકેન્દ્રિયને વિષે પૃથ્વીકાયમાં ઉપજનાર છનાં દુઃખ બે ગાથામાં જણાવે છે – માયાદિથી તિર્યંચ હવે એકેન્દ્રિયે પૃથ્વીભવે,
હલાદિકથી ફડાય તિમ અશ્વાદિથી ચોળાય તે, ભીંજાય જલથી તિમ બળ દાવાનલે મૂત્રાદિથી, પામે વ્યથા ક્ષારાદિ તે ઉકળાય ઉન્હા વારિથી.
૧૭૭ સ્પષ્ટાર્થ :--હવે તિર્યંચ ગતિમાં જીવો કેવા કેવા દુઃખને અનુભવ કરે છે તે જણાવતાં પ્રસંગે પ્રથમ કયા જીવો તિર્યંચ ગતિમાં જાય છે તે જણાવે છે --માયાદિક કરનાર તિર્યંચમાં ઉપજે છે. માયા એટલે કપટ, બીજાને છેતરવું, ઠગવું, મનમાં કાંઈ હોય ને બીજાને કાંઈ કહે, મનની વાત બીજાને જણાવે નહિ આવા પરિણામવાળે જીવ તિર્યંચ ગતિમાં જાય છે. તે તિર્યંચ ગતિમાં કેઈક જીવ સ્થાવરપણું અથવા એકેન્દ્રિયપણું પામે છે, કેઈક જીવો બેઈન્દ્રિયપણું, કેઈક જીવો તે ઈદ્રિયપણું, કેઈક જવી ચતુરિંદ્રિયપણું અને કેઈક જીવ પંચેન્દ્રિય તિર્યચપણું પામે છે. એમ ઈન્દ્રિયની અપેક્ષાએ તિર્યંચના પાંચ ભેદ થાય છે. તેમાં એકેન્દ્રિયપણામાં પણ પાંચ પ્રકાર છે -૧ કેઈક પૃથ્વીકાયમાં ઉપજે છે, ૨ કેઈક અપકાયમાં, ૩ કેઈક અગ્નિકાયમાં, ૪ કેઈક વાઉકાયમાં, ૫ કેઈક વનસ્પતિકાયમાં, એમ પાંચ પ્રકારના સ્થાવરમાંના કોઈપણ સ્વરૂપે ઉપજે છે. આ પાંચ (સ્થાવર) કાયમાં જીવો ઈચ્છા મુજબ હલન ચલન કરી શકતા નહિ હેવાથી તેમને સ્થાવર કહેવાય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org