SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૬ [શ્રીવિજ્યપદ્યસૂરિકૃતઉત્તર–જિનનામ કમને બંધ ચેથા અવિરતિ સમ્યગ્દષ્ટિ ગુણસ્થાનથી આગળ આઠમા અપૂર્વકરણ ગુણસ્થાનકના છઠ્ઠા ભાગ સુધીમાં થાય છે. આ બંધ અંત કેડીકેડી સાગરોપમ પ્રમાણ સ્થિતિને થાય છે. પરંતુ આ બંધ અનિકાચિત હોવાથી તેના બાંધનારા સઘળા જ તીર્થકર થતા નથી. પરંતુ જે તીર્થકર થવાના હોય છે તેઓ જ તેને નિકાચિત બંધ કરે છે. આ નિકાચિત બંધ તેવા તીર્થંકર થનારા છે પાછલા ત્રીજા ભવમાં કરે છે. નરકગતિમાંથી અથવા દેવગતિમાંથી આવીને તીર્થકર થાય છે. પરંતુ મનુષ્ય અથવા તિર્યંચમાંથી મનુષ્યભવમાં આવેલા તીર્થકર થતા નથી. આ દેવ અથવા નરક ભવના આગલા ભવમાં તેઓ મનુષ્ય હોય છે અને ત્યાં વાસસ્થાનકમાંથી સર્વસ્થાનકેની કે એક અથવા અધિક સ્થાનકની આરાધના કરતાં તેઓ આ જિનનામને નિકાચિત બંધ કરે છે. અને જેઓ જિનનામને નિકાચિત બંધ કરે છે તેઓ જ ત્યાંથી એવી દેવા અથવા નારકીમાં ઉત્પન્ન થાય છે. અને ત્યાંથી મનુષ્ય ગતિમાં આવી તીર્થંકર થાય છે. જિનનામને નિકાચિત બંધ નહિ કરનારા તીર્થકર થતા નથી. જેઓએ જિનનામને બંધ કર્યો છે તેઓ છેલ્લા મનુષ્ય ભવમાં આવીને ચારિત્ર ગ્રહણ કરીને ક્ષપક શ્રેણિ માંડીને ઘાતકર્મને ક્ષય કરીને કેવલજ્ઞાની બને છે ત્યારે તે નિકાચિત જિનનામને ઉદય એટલે રસોદય તેમને તેરમે ગુણઠાણે હોય છે. આ જિનનામના ઉદયવાલા કેવલીએ જ ભાવ તીર્થકર કહેવાય છે અને તેમને તેરમે તથા ચૌદમે ગુણઠાણે જિનનામને રસદર્ય હોય છે. (૬૮) પ્રશ્ન–સાસ્વાદન સમ્યકત્વનું સ્વરૂપ શું? ઉત્તર–પશમિક સમ્યકત્વને અંતમુહૂતને કાલ છે, તેમાંથી જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી ૬ આવલિકા પ્રમાણે કાલ બાકી રહે તે વખતે અનંતાનુબંધી કષાયને ઉદય થાય ત્યારે સમકિત વમતાં જીવને સાસ્વાદન સમકિત હોય છે. આ સાસ્વાદન સમકિતને અપગલિક કહેવાનું કારણ એ છે કે આ જીવને તે વખતે મિથ્યાત્વ મેહનીય, મિશ્રમેહનીય કે સમકિત મેહનીયમાંની કઈ પણ પ્રકૃતિના પુદ્ગલેને રદય કે પ્રદેશદય હેતું નથી. તેથી સાસ્વાદન સમ્યકત્વને અપગલિક કહેલ છે. ૧૨૮ તે કાલ પૂરણ થાય ત્યારે નિશ્ચયે મિથ્યાત્વને. પામેજ પ્રથમ કષાય ઉદયે વર્તતા સાસ્વાદને તેહ પૂરણ હેત મિથ્યાત્વી નિયમથી તે બને, મેહને વિશ્વાસ નહિ કરનાર જન સુખિયા બને. ૧૨૯ સ્પષ્ટા –જ્યારે અંતમુહૂર્ત પ્રમાણ સ્થિતિવાળા ઔપશમિક સમ્યકત્વને ૨ આવલિક કાલ બીજા ગુણઠાણે પૂરે થાય, ત્યારે તે જીવ અવશ્ય મિથ્યાત્વ ગુણસ્થાનકે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005486
Book TitleDeshna Chintamani Part 06
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy