________________
દેશના ચિંતામણિ ]
૧૦૫ હેય છતાં પણ કાંઈ ખાસ કારણ હોય તેજ આહારક શરીર બનાવે છે. અહીં ખાસ કારણ એટલે તીર્થકર ભગવાનની ઋદ્ધિ જોવાનું, પિતાને કેઈ સૂકમ શંકા હોય તે તે દૂર કરવાનું કારણ મુખ્યતાએ જાણવું. એટલે જે લબ્ધિવંત ચૌદ પૂર્વધરને ખાસ કારણ હોય તેજ તેઓ પોતાની આહારક લબ્ધિ વડે ત્રીજા દેહને એટલે આહારક શરીરને બનાવે છે અને તે શરીર દ્વારા વિચરતા તીર્થકર ભગવંત પાસે સમાધાન માટે જાય છે. તેવાં પ્રજન જેમને નથી, તે ચૌદ પૂર્વીએ આહારક લબ્ધિવાળા હોય તે પણ ખાસ પ્રયજન વિના આ શરીરને બનાવતા નથી. (૬૬) ૧૨૬
કયા પ્રકારના વાઉકાયમાં વૈક્રિય લબ્ધિ હેય તે જણાવે છે – વાયુના ચઉ ભેદમાં પર્યાપ્ત બાદર જેટલા,
તેહના સંખ્યાતમા ભાગેજ ભાદર તેટલા લબ્ધિના વૈકિય બનાવે ભેદ ત્રણ ના વિરચતા, કઈ પણ સુર વાયુકાયે અનન્તર ના ઉપજતા.
૧૨૭ સ્પષ્ટાથ–પ્રશ્ન–વાયુકાર્યમાં વૈકિય લબ્ધિ કેને હોય?
ઉત્તર–વાયુકાય છના ચાર ભેદ છે–૧ સૂમ પર્યાપ્ત, ૨ સૂક્ષમ અપર્યાપ્તા, ૩ બાદર પર્યાપ્ત અને ૪ બાદર અપર્યાપ્ત. આ ચાર ભેદમાંથી બાદર પર્યાપ્તા વાઉકાય છે વૈક્રિય લબ્ધિ વડે ક્રિય શરીર વિક છે. આ બાદર વાઉકાય જેમાંથી તેના સંખ્યાતમા ભાગ જેટલા વાઉકાય છે વૈકિય શરીર બનાવી શકે છે. બાકીના ત્રણ પ્રકારના વાયુકાય જીને આ વૈક્રિય લબ્ધિ જ હતી નથી, તેથી તેઓ વૈક્રિય શરીર બનાવતા નથી. વળી આ વાયુકાયને વિષે કંઈ પણ દેવ મરીને અનન્તર એટલે તરતના પછીના ભવમાં ઉપજતા નથી. જો કે ઈશાન દેવલોક સુધીના દેવે એકેન્દ્રિયમાં ઉપજે છે ખરા પરંતુ તેઓ પૃથ્વીકાય, અપકાય અને વનસ્પતિકાયમાં ઉપજે છે, પરંતુ તેઉકાય અને વાઉકાયમાં કદાપિ ઉપજતા નથી. (૬૭) ૧૨૭
જિનનામને નિકાચિત બંધ કયારે થાય તે જણાવીને સાસ્વાદન સમ્યકત્વનું સ્વરૂપ આદિ જણાવે છે – તીર્થકર સવિ પાછલા ત્રીજે ભવેજ નિકાચતા,
જિનનામને જસ ઉદય તેઓ સગી કેવલી પામતા; પશમિકને કાલ એક સમય છે આવલિકા અને, શેષ રહેતાં તે વમતા આવતા સાસ્વાદને.
૧૨૮ સ્પાર્થપ્રશ્ન–જિનનામ કર્મને નિકાચિત બંધ કયારે થાય? ૧૪
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org