________________
( શ્રીવિજયપદ્યસૂરિકૃતકે–“રાજાને હાર કઈ ચોરી ગયું છે, તે જે કઈ તરતમાં જ લાવીને રાજાને આપશે, તે તેને કઈ પણ શિક્ષા કરવામાં આવશે નહી, અને જે પછી કેઈને ઘરમાંથી નીકળશે, તે તેને સખત દંડ થશે.” આ પ્રમાણે આઘેષણ (હેલ વગડાવી જાહેરાત) કરાવી. પણ કેઈએ હાર લાવીને આપે નહી. પછી રાજાના હુકમથી રાજસેવકે એ ગામના ઘરની જડતી લેવા માંડી. અનુક્રમે શેધ કરતાં કરતાં જય વણિકના ઘરમાંથી તે હાર નીકળે. એટલે રાજપુરુષે તેને બાંધીને રાજા પાસે લાવ્યા. રાજાએ તેને વધ કરવાને હુકમ કર્યો, તે વખતે તેને કેઈએ છેડાવ્યો નહી, પરંતુ તેના સ્વજને રાજાની ઘણું પ્રાર્થના કરવા લાગ્યા. ત્યારે રાજાએ કહ્યું કે “જે મારે ઘેરથી તેલનું સંપૂર્ણ ભરેલું પાત્ર લઈને ચાલે, માગમાં જરા પણ તેલનું બિંદુ પડવા ન દે, અને આખા નગરમાં ફરીને અહીં મારી પાસે આવે, તે હું તેને મરણની શિક્ષાથી મુક્ત કરું, તે વિના તેને મુક્ત કરીશ નહી.” તે સાંભળીને જય શ્રેષ્ઠીએ મરણના ભયને લીધે તેમ કરવાનું અંગીકાર કર્યું. પછી પદ્ધશેખર રાજાએ આખા નગરમાં સર્વ લેકેને હુકમ કર્યો કે “માર્ગમાં ઠેકાણે ઠેકાણે વણ, વાંસળી અને મૃદંગ વિગેરે વાજિંત્રે વગડા, અતિ મોહ ઉત્પન્ન કરનાર અને સુંદર વેષ ધારણ કરનાર વેશ્યાઓના હાવ, ભાવ અને કટાક્ષપૂર્વક નૃત્ય ગાન વિગેરે કરાવે, તથા સર્વ ઇદ્રિને સુખ ઉપજે તેવા પ્રેક્ષણકે (નાટક) સ્થાને સ્થાને રચાવે.” રાજાની આજ્ઞા પ્રમાણે આખા નગરમાં અનેક જાતની ધ્વજા વિગેરેથી શોભા કરીને લેકોએ અનેક પ્રકારના નાટક વિગેરેથી આખું શહેર મનહર કરી દીધું. પછી જયશ્રેષ્ઠીને હાથમાં તેલથી પરિપૂર્ણ ભરેલું પાત્ર આપ્યું. તે વાસણમાં જ બરાબર દષ્ટિ રાખીને તે ચાલ્યો. જો કે તે સંગીતાદિક ઇન્દ્રિયના વિષયને ઘણે રસિક હતું, પરંતુ મૃત્યુના ભયથી તેણે મનની એકાગ્રતા તેલના પાત્ર પર જ રાખી હતી. તેની બન્ને પડખે રાજાના સુભટો ઉઘાડી તરવારે ચાલતા હતા અને “જે પાત્રમાંથી એક બિંદુ પણ પડશે તે તરત જ આ ખગથી શિરછેદ થશે.” એમ ધમકી આપતા હતા. એવી રીતે આખા શહેરમાં ફેરવીને તે સુભટે તેને રાજા પાસે લાવ્યા. તે વખતે રાજાએ કાંઈક હાસ્ય કરીને કહ્યું “હે શ્રેષ્ઠી ! મન અને બુદ્ધિ અતિ ચપળ છે, તેને તેં શી રીતે ક્યાં?” ત્યારે શ્રેષ્ઠી બે કે “હે સ્વામી! મરણના ભયથી ક્યાં.” રાજાએ કહ્યું “જ્યારે એક જ ભવના મરણના ભયથી તે પ્રમાદને ત્યાગ કર્યો, ત્યારે અનંતા મરણથી ભય પામેલા સાધુ વિગેરે ઉત્તમ જને શી રીતે પ્રમાદ કરે? માટે હે શ્રેષ્ટિ ! મારું હિત વચન સાંભળ–
अनिर्जितेन्द्रियग्रामो, यतो दुःखैः प्रबाध्यते ।
तस्माज्जयेन्द्रियाणि, सवर्दुःखविमुक्तये ॥१॥ સ્પષ્ટાર્થ–બજેણે ઇન્દ્રિયને સમૂહ જીત્યે નથી, તે પુરુષ દુખેથી પીડાય છે માટે સર્વ દુખથી રહિત થવા માટે ઇન્દ્રિયને જય કરે.”
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org