SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ દેશનચિંતામણિ ] માર્ગમાં પ્રવર્તે છે, તથા હિતની ઈચ્છાવાળા જે ગુરુ મોક્ષના અભિલાષી પ્રાણીઓને હિતકારી તત્વને ઉપદેશ કરે છે, તે સુગુરુ કહેવાય છે.” वंदिज्जमाणा न समुक्कसंति, हिलिज्जमाणा न समुज्जलंति । दमति चित्तेण चरंति धीरा, मुणी समुग्धाइयरागदोसा ॥१॥ સ્પષ્ટાર્થ:–“જેઓ વંદના કરાય સતા ઉત્સુક (ખુશી) થતા નથી અને હાલના કરાયા સતા ખેદ પામતા નથી તથા જેઓ સાચી ભાવનાથી ઈન્દ્રિયોનું દમન કરે છે, તથા ધીરતા ગુણને ધારણ કરે છે, અને જેઓ રાગ દ્વેષને નાશ કરે છે, તેઓ જ મુનિ કહેવાય છે.” ગુરુ બે પ્રકારના હોય છે. તપસ્યા યુક્ત અને જ્ઞાન યુક્ત. તેમાં જે તપસ્યા યુક્ત હેય છે, તે વડના પાંદડાની જેમ કેવળ પિતાના આત્માને જ ભવસાગરથી તારે છે. અને જે જ્ઞાનયુક્ત હોય છે તે વહાણની જેમ પિતાને તથા બીજા અનેક જીવને તારે છે. આ રીતે ગુરુના ગુણોનું વર્ણન કરીને તે રાજાએ ઘણું લેકેને ધર્મમાં સ્થાપન કર્યા. પરંતુ તે નગરમાં એક જય નામને વણિક નાસ્તિક મતવાળે રહેતું હતું. તે એમ કહે કે “ઈન્દ્રિયો પિતપોતાના વિષયમાં સ્વાભાવિક રીતે જ પ્રવૃત્ત થાય છે તે કેઈથી રેકી શકાતી જ નથી. તપસ્યા કરવી તે તે કેવળ આત્માનું શેષણ કરવાનું છે. તેથી કાંઈ પણ ફળ મળતું નથી. સ્વર્ગ તથા મોક્ષ કેણે જોયાં છે? તે સર્વ અસત્ય છે. हत्थागया इमे कामा, कालिया ते अणागया। को जाणइ परे लोए, अत्थि वा पत्थि वा पुणो ॥१॥ સ્પષ્ટાર્થ – “આ કામગ તે હાથમાં આવેલા છે અને તપસ્યાદિથી મળવા ધારેલા સુખ તે અનાગત કાળમાં પ્રાપ્ત થવાના છે, પણ કોણ જાણે છે કે પરલેક છે કે નહી ?” એટલે પ્રાપ્ત થયેલાને છેડી દઈને આગળ મળશે કે નહી તેવી શંકામાં કેણે પડે? માટે જે છે તે અહીં જ છે. સ્વર્ગ, મેક્ષ, પુષ્ય, પાપ વિગેરે સર્વ માનવા ગ્ય નથી.” આ પ્રમાણે લકે પાસે ઉપદેશ કરીને તે જય વણિકે ઘણા લોકોને ભરમાવ્યા હતા. એ રીતે તે નગરમાં પુણ્ય અને પાપને ઉપદેશ આપવામાં કુશળ એવા તે રાજા અને વણિક બંને પ્રત્યક્ષ સુગતિ અને દુર્ગતિના માર્ગ રુપ દેખાતા હતા. એકદા રાજાએ જય વણિકનું સ્વરુપ જાણ્યું, તેથી તેને બરાબર શિક્ષા આપવા માટે ગુપ્ત રીતે પોતાના સેવક પાસે પિતાને લક્ષ મૂલ્યને હાર તે વણિકના ઘરમાં તેના ઘરેણાના દાબડામાં નખાવ્યું. પછીં આખા નગરમાં પટહ વગડાવી સર્વ લેકેને જણાવ્યું Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005486
Book TitleDeshna Chintamani Part 06
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy