SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ ૬R, ( શ્રીવિજ્યપઘસરિકતછેલ્લી નાની રાણીએ રાજા પાસે વરદાન માગી તેની અનુમતિથી અનુકંપાવડે તે ચેરને મરણના ભયથી મુક્ત કરાવે; બીજે કાંઈ પણ સત્કાર કર્યો નહીં મોટી ત્રણ રાણીઓએ તેની મશ્કરી કરી કે “આ નાનીએ આને કાંઈ પણ આપ્યું નહી. તેમ તેને માટે તેણીએ કાંઈ ખર્ચ પણ કર્યો નહી. ત્યારે તેણે ચેરને શે ઉપકાર કર્યો?” નાની રાણી બાલી કે–“તમારા ત્રણે કરતાં મેં વધારે ઉપકાર કર્યો છે, તમે કોઈ પણ ઉપકાર કર્યો નથી.” આ પ્રમાણે તે રાણીઓ વચ્ચે ઉપકાર કરવાની બાબતમાં માટે વિવાદ થયો. ત્યારે તેને ન્યાય કરવા માટે રાજાએ તે ચિરને જ બોલાવીને પૂછયું કે તારા પર આ ચારે રાણીમાંથી કેણે વધારે ઉપકાર કર્યો?” તે સાંભળી એર બે કે-હે મહારાજા ! મરણના ભયથી ત્રણ દિવસમાં પીડા પામેલા મેં સ્નાન ભેજનાદિક સુખને કાંઈ પણ અનુભવ કર્યો નથી. વાઘની સામે બાંધેલા લીલા જવને ખાનારા બકરાની જેમ મેં તે કેવળ ત્રણે દિવસ દુઃખને જ અનુભવ કર્યો છે. અને આજે તે શુષ્ક, નિરસ અને તૃણ જે સામાન્ય આહાર કરવાથી પણ વણિકને ઘેર બાંધેલા ગાયના વાછરડાની જેમ જિંદગી પ્રાપ્ત થવાથી કેવળ સુખને જ અનુભવ કરું છું. અને તેથી જ આજે હર્ષથી નૃત્ય કરું છું.” તે સાંભળીને રાજાએ અભયદાનની પ્રશંસા કરી. આ દષ્ટાન્તનું તાત્પર્ય એ છે કે “જેમ રાજાની નાની રાણીએ ચારને મૃત્યુના દુઃખમાંથી બચાવીને ખરે ઉપકાર કર્યો, તેવી રીતે આસ્તિક મનુષ્યએ નિરંતર પ્રાણીઓ પર અનુકંપા કરવી. તેમ કરવાથી સમકિતનું ચોથું લક્ષણ જે અનુકંપા તે શુદ્ધ રીતે પ્રગટ થાય છે. ” હવે આસ્તિક્યતા નામના પાંચમા લક્ષણની બીના ટૂંકામાં આ રીતે જાણવી – प्रभुभिर्भाषितं यत्तत्तत्त्वान्तरश्रुतेऽपि हि । निःशंकं मन्यते सत्यं, तदास्तिक्यं सुलक्षणम् ॥१॥ સ્પષ્ટાર્થ :–“બીજા તવ (મત)નું શ્રવણ કર્યા છતાં પણ “પ્રભુએ જે કહ્યું છે તે જ સત્ય છે એમ જે નિઃશંકપણે માને છે તે આસ્તિક્ય નામનું ચોથું લક્ષણ જાણવું.” આ વિષય પર પઢશેખર રાજાની બીના ટૂંકામાં આ રીતે જાણવી - પૃથ્વીપુર પઢશેખર નામે રાજા વિનયંધર સૂરિથી પ્રતિબંધ પામીને જનધમી થયું હતું. અને જૈન ધર્મના આરાધનમાં તત્પર હતું. તે રાજા સભા સમક્ષ નિરંતર લેકે પાસે ગુરુનું આ પ્રમાણે વર્ણન કરતે હતે निवर्तयत्यन्यजनं प्रमादतः, स्वयं च निष्पापपथे प्रवर्तते । गृणाति तत्वं हितमिच्छुरङ्गिनां, शिवार्थिनां यः स गुरुर्निगद्यते ॥१॥ સ્પષ્ટાર્થ –“જે ગુરુ બીજા જનેને પ્રમાદથી પાછા હઠાવે છે, અને પિતે નિષ્પાપ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005486
Book TitleDeshna Chintamani Part 06
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy