________________
દેશનાચિંતામણિ ] તેણે એક મનહર સરેવર જોયું. તે સરોવરમાં સ્નાન કરી રાજપુત્ર તેની ઉત્તર દિશામાં રહેલા એક ઉદ્યાનમાં પેઠે. તે ઉદ્યાનમાં સુંદર કમળથી સુશોભિત એક વાવ દીઠી; એટલે તેમાં તે કૌતુકથી ઉતર્યો. તે વાવના મધ્ય ભાગમાં એક દ્વાર હતું. તેમાં તે પઠે તે ત્યાં એક યક્ષનું મંદિર જોયું. તેવામાં રાત્રિ સમય થઈ જવાથી રાજપુત્ર તે યક્ષના મંદિર માં જ સૂતે. થોડી વારે નપુરના રણ રણુ શબ્દ કરતી કેટલીએક અપ્સરાઓ ત્યાં આવીને તે યક્ષની પાસે નૃત્ય કરવા લાગી. નૃત્ય કરી રહ્યા પછી શ્રમને નાશ કરવા માટે તે અપ્સરાઓ પિતાના ઘણા કિમતી વસ્ત્રો ત્યાં જ ઉતારી વાવમાં ન્હાવા પડી. તે વખતે રાજપુત્રે યક્ષમંદિરનું બારણું ઉઘાડી તે સર્વ વસ્ત્રો ઉપાડી લીધાં અને મંદિરમાં પેસી બારણું બંધ કરી દીધું. પેલી અપ્સરાઓ સ્નાન કરી બહાર નીકળીને જુએ છે તે ત્યાં પિતાનાં વસ્ત્રો દીઠાં નહીં. તેથી તેઓ પરસ્પર બોલી કે “ખરેખર આપણાં વસ્ત્ર કેઈ ધૂતારાએ હરી લીધાં જણાય છે, પરંતુ તે આપણાથી પણ ભય પામ્યું નથી તેથી તે દંડથી સાધી શકાશે નહી.” એમ વિચારી સામ (મીઠાં) વાક્યોથી તેને લેભ પમાડીને તે અપ્સરાઓ બોલવા લાગી કે “હે ઉત્તમ પુરુષ ! અમારાં વચ્ચે આપ” રાજકુમારે અંદરથી જ જવાબ આપે કે “પ્રચંડ વાયુ તમારા વચ્ચે લઈ ગયે હશે, માટે તેની પાસે તમે જાઓ.” તે સાંભળીને તેના સાહસથી સંતુષ્ટ થયેલી અપ્સરાઓ બેલી કે
હે વત્સ! અમે તારા સાહસથી પ્રસન્ન થઈને આ ખગ રત્ન તથા આ દિવ્ય કંચક તને આપીએ છીએ તે લે ને અમારા વો આપ, “તે સાંભળીને રાજપુત્રે બારણું ઉઘાડી તેમનાં વચ્ચે આપી ક્ષમા માગી. દેવીએ તે બંને ચીજો તેને આપીને સ્વસ્થાને ગઈ.
પછી કુમાર ત્યાંથી આગળ ચાલ્યો. માર્ગમાં એક નિજ ને નગર જોયું. તે નગરમાં કૌતુકથી ફરતે ફરતે તે રાજગૃહીની સમિપે પહેર્યો. અને તેની સાતમી ભૂમિકા પર ચડી ગયા. ત્યાં તેણે કમળના સરખા લેનવાળી એક સુંદર કન્યાને દીઠી. તેનું દિવ્ય સ્વરૂપ જોઈને કુમારે વિચાર્યું કે –
किमेषा प्रथमा मष्टिविधात्रा रक्षिता ध्रुवम् ।
एतां दृष्ट्वा यथा नारीमन्या नारीः सृजाम्यहम् ॥१॥
સ્પષ્ટાર્થ –“શું આ નારીને જોઈને હું બીજી નારીએ બનાવીશ એમ ધારીને વિધાતાએ આ કન્યારુ૫ પ્રથમ સૃષ્ટિ રચી એને અહીં રાખી મૂકી હશે !” એટલે આ કન્યાનું રૂપ એવું સુંદર છે કે આને જોઈને જ બીજી સ્ત્રીઓ બનાવી હોય એમ જણાય છે. એટલે બીજી સ્ત્રીઓ આના કરતાં ઓછી રૂપવંત દેખાય છે.
આ પ્રમાણે વિચારતે રાજપુત્ર તે કન્યા પાસે ગયે. એટલે તેણીએ તેને આસન નાંખી આપ્યું. તે પર રાજપુત્ર બેઠે. પછી તે કન્યાને શેકાતુર જઈને તેણે પૂછ્યું કે. “હે ભદ્ર! તું શોકાતુર કેમ છે?” ત્યારે તે કન્યા બોલી કે –“હે ભાગ્યશાળી! હું
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org