________________
(૮
( શ્રીવિજ્યપદ્રસુરિકૃતવિજય રાજાની પુત્રી અનંગલેખા નામે છું. એકદા હું મારા મહેલના ગોખમાં બેઠી હતી તે વખતે મને જોઈને કેઈ વિદ્યારે મારું હરણ કરી અહીં આ પુર વસાવીને મને રાખી છે. અને તે મારી સાથે લગ્ન કરવા માટે વિવાહની સામગ્રી લેવા ગયે છે. તે આજે જ અહીં આવીને મને બળાત્કારે પરણવાને છે. પરંતુ પહેલાં મને એક જ્ઞાની મુનિએ કહ્યું હતું કે “હે રાજપુત્રી ! તારે પતિ હરિવહન નામે રાજપુત્ર થશે” તે મુનિની વાણી અન્યથા થાય છે, તેથી મારા મનમાં અતિ ખેદ થાય છે.” તે સાંભળી કુમાર બોલ્યો કે “હે સુંદર ભકુટીવાળી સ્ત્રી! તું ખેદ કરીશ નહીં.” આ પ્રમાણે કુમાર તેની સાથે વાતચિત કરે છે. તેવામાં તે વિદ્યાધર ત્યાં આવી પહોંચ્યો. કુમારને જોઈને ક્રોધયુક્ત થયેલે વિદ્યાધર તેની સાથે યુદ્ધ કરવા લાગ્યા, પરંતુ કુમારે અપ્સરાઓએ આપેલા જગતજેતૃ ખડ્ઝરત્ન વડે તેને જીતી લીધું. એટલે તે બે કે “હે સાહસિક શિરોમણિ ! હું તારા પરાક્રમથી ખુશી થયે છું. માટે આ સ્ત્રી અને પુર તને સોંપું છું. તેને તું સુખેથી ભગવ. હું મારે સ્થાને જાઉં છું.” એમ કહી તે વિદ્યાધર સ્વસ્થાને ગયે. પછી તે વિદ્યાધરની લાવેલી વિવાહની સામગ્રી વડે હરિવહન તે રાજકન્યાને પરણી તેને પેલે દિવ્ય કંચુક આપી, તે નગરમાં ઘણા લોકોને વસાવી, ત્યાં રાજ્યનું પાલન કરવા લાગ્યું.
એકદા હરિવહન રાજા પ્રિયાની સાથે નર્મદા નદીને કિનારે જઈ ઉત્તમ વઓને કિનારા પર મુકી જળક્રીડા કરવા લાગે. એવામાં પેલે દિવ્ય કંચુક કે જે વસ્ત્રોની સાથે કિનારા પરજ મૂકેલ હતું તેને પરાગ મણિની કાંતિયુક્ત હોવાથી માંસની બ્રાંતિએ કેઈમ આવીને ગળી ગયો. તે જોઈ રાજા વિગેરે ખેદયુક્ત થયા. ઘણુ શેધ કરતાં પણ તે મત્સ્ય હાથ લાગ્યો નહી; એટલે રાજા વિગેરે સ્વસ્થાનકે ગયા.
પેલે મત્સ્ય ફરતે ફરતે બેનાતટે ગયે. ત્યાં કઈ માછીમારની જાળમાં તે પકડાઈ ગયો. તેને વિદારતા તેના ઉદરમાંથી પેલે કંચુક નીકળે. તે કંચુકને મચ્છીમારે પિતાના રાજાને ભેટ કર્યો. તે જોઈ રાજાએ વિચાર્યું કે “વિશ્વને મોહ પમાડનારી આ કંચુકને પહેરનારી કોણ હશે કે જેને કંચુક પણ મને મેહ પમાડે છે? તે સ્ત્રી કયા ઉપાયથી મને મળી શકે?” ઈત્યાદિ ચિંતામાં મગ્ન થઈ ગયેલા રાજાએ પિતાના પ્રધાનને કહ્યું કે “જે મારા જીવિતનું તમારે પ્રજન હોય તે સાત દિવસમાં આ કંચુકને પહેરનાર સ્ત્રીની શોધ કરી લો.” તે સાંભળીને મંત્રીએ દીર્ધ વિચાર કરી રાજેશ્વરી દેવીની આરાધના કરી. એટલે દેવીએ પ્રગટ થઈને વરદાન માગવાનું કહ્યું. મંત્રીએ કહ્યું કે “કંચુકને પહેરનારી સ્ત્રીને લાવી મારા રાજાને આપ.” તે સાંભળીને દેવીએ કહ્યું કે “હે સચિવ!
હરિ ચઢિ વાગ્યાં, માનુષાર શી ! तथापि सा सती शीलं, प्राणान्तेऽपि न लुम्पति ॥१॥ ....
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org