________________
રાનાચિંતામણિ ]
એવો જે ધર્મ, તે સારી રીતે કહેલો ધર્મ છે, એમ મનાય જ નહી. જો કે તેમના શાસ્ત્રોમાં કઈ કઈ સ્થલે દયાસત્યાદિ ગુણની પુષ્ટિ (પોષણ) દેખાય છે, તે માત્ર કહેવા રૂપજ પણ વાસ્તવિક છેજ નહી. એટલે તેઓ દયાદિને કહે ખરા, પણ પાલતા જ નથી. તે ૪--૫-૬ |
છે શ્રી જિન ધર્મને પ્રભાવ છે શ્રી અરિહંત પ્રભુએ કહેલા ધર્મની સાવિકી આરાધના કરવાથી મર્દોન્મત્ત હાથીએની લાઈનથી શોભતા મહારાજ્યની પ્રાપ્તિ થાય છે, તે તમામ જીવેને હર્ષ ઉપજાવનાર વૈભવ તથા ચંદ્રના જેવા ઉજવલ ગુણોને સમુદાય તેમજ સૌભાગ્ય વગેરે પણ મળે છે. છે ૭ મે આવા શ્રી જિનધર્મના પ્રભાવે જ ઉછળતા પાણીના કલવાળો સમુદ્ર પૃથ્વીને પાણીમય કરી (ભિંજાવી) શકતો નથી. અને મેઘ પાણીની ધાર વડે (જલવૃષ્ટિ કરીને) તમામ પૃથ્વીને લીલીછમ બનાવે છે. એટલે તેમાં અનાજ વાવી શકાય, એવી બનાવે છે, તથા ચંદ્ર સૂર્ય તમામ અંધકારને દૂર કરવા માટે જગતમાં ઉદય પામે છે (ઉગે છે) છે ૮ જે જીવેને બંધુ (ભાઈ) ન હોય, તેમને ખરા બંધુ જે (ભાઈના જે મદદગાર) આ શ્રી જિનધર્મ છે. ને તેજ શ્રી જિનધર્મ મિત્ર વગરના જીને ખરે મિત્ર છે. એટલે ખરા અણના વખતે દુઃખના સમયે મદદ કરે છે. તથા રોગની પીડાથી પીડાયેલા છને રોગને મટાડનાર રામબાણ દવા જે આ શ્રી જૈનધર્મ છે. તેમજ નિર્ધનતાના (ગરીબાઈના) દુઃખોથી ઘેરાયેલા જીને સાચા ધન સંપત્તિ જે આ શ્રી જૈનધર્મ છે. વળી નાથ (સ્વામી, માલીક) વિનાના અને ખરે નાથ,અને ગુણ વિનાના જીને ગુણના ભંડાર જે તથા સંપૂર્ણ પ્રકારે આત્મહિત (મુક્તિના સુખને લાભ ) કરવાનું અસાધારણ કારણ આ શ્રી જિનધર્મ છે. તેના કહેનારા શ્રી અરિહંત પ્રભુ હોવાથી તેજ શ્રી જૈનધર્મ, એ સાચો ધર્મ છે, એમ સમજીને હે ભવ્ય છે ! સર્વ સંપત્તિને દેનાર આ શ્રી જિન ધર્મની શ્રદ્ધાપૂર્વક ઉ૯લાસથી આરાધના કરીને માનવ જન્મના ફલરૂપે મોક્ષના અવ્યાબાધ સુખને પામજો. અહીં બારમી ભાવના પૂરી થાય છે. જે ભવ્ય જી આ બાર ભાવનાઓમાંથી એક ભાવનાને હંમેશાં શુદ્ધ ચિત્તે ભાવે છે, તેમના દુઃખને દેનારા અશુભ (પાપ) કર્મો જરૂર નાશ પામે છે. તો પછી તમામ જૈનાગના જાણકાર ભવ્યજી બારે ભાવનાઓને શુદ્ધ મને ભાવીને મોક્ષના સુખને પામે એમાં નવાઈ શી? આ રીતે આત્મહિતકર ૮ ગુણોને ધારણ કરનાર, ને બારે ભાવનાઓને ભાવનાર નવા દીક્ષિત થયેલા વિપુલવાહન રાજર્ષિને ગુરૂમહારાજે દીક્ષા પ્રકરણને અંતે આપેલી હિત શિક્ષાની બીના અહીં પૂર્ણ થાય છે. હવે આગળ દીક્ષા લીધા પછીની બીના કહેવાશે. ૬૦
વિપુલવાહન રાજર્ષિ જિનનામ અને નિકાચિત બંધ કરે છે – ગુરૂઆદિને વંદન કરી નૃપ આદિ નિજસ્થાનક જતા,
રાજર્ષિ જીતી શત્રને દીક્ષા ઉમંગે પાલતા;
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org