SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ દેશનાચિંતામણિ ]. જીવોની ઉપર દયાભાવ રાખી તેમના દુઃખ દૂર કરવા પ્રયત્ન કરે છે, તેઓ બેંતાલીશ પ્રકારે શુભ કર્મોને બાંધે છે. તે બેંતાલીશ પ્રકારે આ પ્રમાણે જાણવા-સાતા વેદનીય, ઉંચગેત્ર, મનુષ્ય દ્રિક (મનુષ્યગતિ, મનુષ્યાનુપૂવી), દેવદ્રિક (દેવગતિ, દેવાનુપૂવી), પંચેન્દ્રિય જાતિ, ઔદારિક શરીરાદિ પાંચે શરીરે, પહેલા ત્રણે શરીરના અંગે પાંગે, વર્ષ નારાચ સંઘયણ, સમચતુરસ સંસ્થાન, શુભ વર્ણ ગંધ રસ સ્પર્શી, અગુરુલઘુ નામ કર્મ, પરાઘાત નામ કમ, ઉચ્છવાસ નામ કર્મ, આતપ નામ કમ, ઉદ્યોત નામ કર્મ, શુભવિહાયો ગતિ, નિર્માણ નામ કર્મ, ત્રસદશક (ત્રસ–બાદર–પર્યાપ્ત–પ્રત્યેક–સ્થિર-શુભ-સૌભાગ્યસુસ્વર -આય-જશ નામકર્મ) સુરાયુ, મનુષ્યાયુ, તિર્યંચાયુ, જિન નામ કર્મ–આ બેંતાલીશભેદે શુભ કર્મ બંધાય છે.૧-૨-૩. આર્તધ્યાન, રૌદ્રધ્યાન, મિથ્યાત્વ, અવિરતિ, વિષય, કષાયની ભાવનાથી કે તેમાંના કઈ પણ કારણને સેવવાથી ખ્યાશી પ્રકારે અશુભ કર્મો બંધાય છે. તે નરકત્રિક અશાતા વેદનીય, નીચ ગોત્ર, સ્થાવર દશક, તિર્યચકિક, એકેન્દ્રિય જાતિ આદિ ૪ જાતિઓ, પહેલા સંઘયણ અને પહેલા સંસ્થાન વિનાના પાંચ સંઘયણે, ને પાંચ સંસ્થાનો, અશુભ વર્ણાદિ ૪, અશુભવિહાયે ગતિ વગેરે ખ્યાશી ભેદ નવતત્વ વિસ્તારાર્થથી જાણવા. ૪ ૫ સર્વજ્ઞ શ્રી અરિહંત પ્રભુ, તેમના સિદ્ધાંતે, અને શ્રી સંઘના ગુણોની પ્રશંસા કરવાથી, ને સામાને હિતકારી પ્રમાણોપેત સાચા વચને બોલવાથી શાતવેદનીય વગેરે શુભકર્મો બંધાય છે, તથા તેનાથી વિપરીત ભાવનાથી એટલે દેવ ગુરૂ ધર્મ અને શ્રી સંઘની નિંદા કરવાથી, ને ઉન્માર્ગે (અવળા માગે, દુર્ગતિમાં) લઈ જનારી દેશના દેવાથી અશાતા વેદનીયાદિ અશુભ કર્મો બંધાય છે. ૫૫-૬ શ્રી અરિહંતદેવ, ગુરૂ, તથા તપસ્વી મુનિવરની ભક્તિ કરવાથી ને મનગુપ્તિ આદિ ત્રણ ગુપ્તિ અને પાંચ સમિતિની આરાધના કરવાથી શાતા વેદનીયાદિ શુભ કર્મો બંધાય છે. ૭ છે તથા હિંસા-જૂઠ વચન-ચેરી–પરસ્ત્રી ગમન-માંસ ભક્ષણ, દારૂનું પીવું, વગેરે પાપ સ્થાનકેને સેવવાથી અશાતા વેદનીયાદિ અશુભ કર્મો બંધાય છે. ૧૮ જે ભવ્ય જુવો આ રીતે નિર્મલ ચિત્તે દરરોજ આશ્રવ ભાવનાને ભાવે છે, તેમનું મન ઘણાં દુઃખેને આપનાર અશુભ આશ્રોથી ખસીને તમામ દુઃખરૂપી દાવાનલને શમાવવાને માટે મેઘ જેવા, અને મોક્ષના ઉત્તમ સ્થિર અને નિત્ય સુખને આપનાર એવા શુભાશ્રીને સેવવામાં બહુ જ લીન બને છે. ૮. સંવર ભાવના–પૂર્વે જણાવેલા આ ને જે રેકવા, તે સંવર કહેવાય. તેના ૧. સર્વ સંવર, ૨. ને દેશસંવર એમ બે ભેદ જાણવા. છે ૧પરમ પૂજ્ય અગી કેવલી ભગવંતને જ સર્વસંવર (પૂરેપૂરો સંવરભાવ) હોય છે, એક બે વગેરે આશ્ચને રોકનારે જીને દેશસંવર હોય છે. તે બંને ભેદના પણ દ્રવ્ય સંવર ને ભાવસંવર. આ રીતે બે પ્રભેદે જાણવા. સંસારી પૂર્વે જણાવેલા આશ્ર દ્વારા જે કર્મોને ગ્રહણ કરે છે, તેનું જે બંધ થવું, એટલે એ આવતા કર્મોનું સર્વથા કે દેશથી જે કાવું, તે દ્રવ્યસંવર કહેવાય. અને સંસારના કારણભૂત કિયાઓને જે ત્યાગ કરે, તે ભાવસંવર Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005485
Book TitleDeshna Chintamani Part 03 04 05
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages616
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy