________________
૩૪
|| શ્રી વિજયપધસૂરિકૃતવિખરાવવું ઈમ બેઉ દેખી ભવસ્વરૂપ વિચારતા,
વાયુથી જિમ મેઘ આ તિમ ભવપદાર્થ અનિત્યતા, આ જીવ નિત મરજી પ્રમાણે ભાષણાદિ ક્રિયા કરે,
વિવિધ હેતુક નિજ મરણને ખ્યાલ પણ કદિ ના કરે. ૩૭ સ્પષ્ટાર્થ_એક વાર વિપુલવાહન રાજા મહેલની અગાશીમાં ફરી રહ્યા હતા તે વખતે આકાશમાં એકદમ વરસાદનાં વાદળાં ચઢી આવ્યા. વાદળાં ચારે તરફ ફેલાયાં છે, પરંતુ તેટલામાં પવનનો સપાટો આવ્યો તેથી ક્ષણવારમાં તે વાદળાં વિખરાઈ ગયાં. એ પ્રમાણે નિર્મલ આકાશમાં વાદળાંનું ચઢી આવવું, તેમજ ક્ષણવારમાં પવનને લીધે વાદળાંનું વિખરાઈ જવું, આ બે જાતના બનાવ જોઈને રાજા સંસારના સ્વરૂપને વિચારવા લાગ્યા. જેમ વાયરાને લીધે મેઘ વિખરાઈ જાય છે અથવા નાશ પામી જાય છે તેમ આ સંસારના પદાર્થો પણ પુણ્યદયની હાનિ વગેરે કારણોથી નાશ પામે છે. આ રીતે સંસારના પદાર્થો પણ વાદળાંની જેમ ક્ષણભંગુર છે. આ જીવ હંમેશાં પોતાની મરજી પ્રમાણે ભાષણાદિક એટલે બોલવું તેમજ ખાવું પીવું વગેરે અનેક ક્રિયાઓ કરે છે. પરંતુ આ જીવના આયુષ્યને જુદાં જુદાં અનેક કારણોથી નાશ થાય છે તેને વિચાર તે કદાપિ કરતે નથી. ૩૬–૩૭
કયા કયા કારણથી આયુષ્ય ઘટે (ઓછું થાય છે તે જણાવે છે – કઈ જન સર્પાદિ દેશે કેઈ પડતા વીજળી,
કેઈ હાથી આદિથી તૂટી પડતાં ભીંત વળી, વિવિધ રંગે કઈ સરિતા પૂર આદિક કારણે,
જી અચાનક મરત દેખે તેય ન કરે ધર્મને. ૩૮ સ્પષ્ટાર્થ –કેટલાક માણસોને અચાનક સર્પ કરડે છે અને તેથી તેમનું મરણ થાય છે, કેટલાક મનુષ્યના ઉપર અણધારી વિજળી પડે છે અને તેથી બળીને મરણ પામે છે. કેટલાક મનુષ્ય હાથી, વાઘ, સિંહ વગેરેથી મરણ પામે છે. કેટલાક મનુષ્યના ઉપર મકાનની ભીંત અચાનક પડે ને મરણ પામે છે. કેટલાક મનુષ્યો જુદા જુદા પ્રકારના ક્ષય, ન્યુમોનીયા, સંગ્રહણી વગેરે રોગોને લીધે મરણ પામે છે. તેમજ કેટલાક મનુષ્ય નદી વગેરેમાં પૂર આવવાથી તેમાં તણાઈ જઈને ડૂબીને મરણ પામે છે. આ પ્રમાણે છે અનેક રીતે હૃદયબંધ થઈ જવું વગેરે કારણોથી અચાનક મરતાં જોવામાં આવે છે, તે છતાં પણ આ જીવને ધર્મ કરવાની ઈચ્છા થતી નથી તે આશ્ચર્યની વાત છે. ૩૮
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org