SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ શનાચિતામણિ ] [ ૩૩ અમારે મન તો જાડો કપડો કે ઝીણે કપડા બંને સરખાજ હોય, પણ એક શ્રાવકે ગરીબ છતાં ઉત્તમ ભાવનાથી ઘણો જ આગ્રહ કરવા પૂર્વક આ કપડે હેરાવે, તે તમારા આવ્યા પહેલાં તમને સાધર્મિકભક્તિ કરવાનો ઉપદેશ દેવાના ઈરાદાથી ઓઢળે છે, અમને કે તમને દેવ ગુરૂ ધર્મના પસાયથી કઈ પણ બાબતની લગાર પણ ઓછાશ છેજ નહિ. પણ શ્રાવકની પરિસ્થિતિનો દીર્ધદષ્ટિથી વિચાર કરતાં જણાય છે કે હાલ તમારે સાધર્મિક ભક્તિ કરવા તરફ બહુજ લક્ષ્ય રાખવાની જરૂરિયાત છે. કે–તે એક ક્ષેત્રને ટકાવનાર ભવ્ય જીવ નિએ સાતે ક્ષેત્રોને પોષે છે. એમાં તલભાર પણ અતિશયોક્તિ છે જ નહી. પુણ્યાનુબંધિ પુણ્યના ઉદયથી મળેલી લક્ષમીને સાધર્મિક બંધુઓની ભક્તિ કરવામાં એટલે સાધર્મિક બંધુઓને રહેવાની, ખાવાની, પહેરવાના વસ્ત્રાદિની કે ઔષધાદિમાંની કેઈ પણ જાતની મુશ્કેલી કે ઓછાશ હોય, તેને તેની આબરૂ સચવાય, ને કેઈ ન જાણે, તે રીતે દૂર કરવામાં વાપરનારા ભવ્ય જી, અને બીજાને ઉપદેશ દઈને દૂર કરાવવામાં તેવી લહમીનો સદુપયોગ કરાવનારા, ને તેની અનુમોદના કરનારા ભવ્ય જી,-ભરત મહારાજા, સૂર્યયશા, દંડવીર્ય, વિપુલવાહન રાજા વગેરેની માફક જરૂર મેક્ષ લક્ષમીને પામે છે. આ રીતે શ્રી ગુરૂ મહારાજના કહ્યા પ્રમાણે કુમારપાલ મહારાજાએ ઉદાયન મંત્રીની મારફત દરેક સ્થલે ખાનગી તપાસ કરાવીને ઉદારતાથી સાધર્મિક ભક્તિ કરવામાં બહુજ દ્રવ્યનો સદુપયોગ કર્યો ને કરાવ્યો. આવી રીતે સાધર્મિક ભક્તિનો લાભ લેનારા પુણ્યશાલી ભવ્ય છ તીર્થંકરપણું, ગણધરપણું વિગેરે વિગેરેને અનુભવ કરીને અંતે મોક્ષના સુખને પામે છે. આવું ગુરૂમહારાજનું વચન સાચું પડયું. સાધર્મિક ભક્તિ, દેશવિરતિ વગેરે ધર્મની આરાધનાના પ્રતાપે જ કુમારપાલ રાજા આવતી ચોવીશીમાં પહેલા તીર્થકર (શ્રેણિકના જીવ) ના ગણધર બનીને સિદ્ધ થશે. વિશેષ બીના શ્રી કુમારપાલ પ્રતિબેધાદિ ગ્રંથેથી જાણવી. છે ચંદ્રાવતી નગરીના શ્રાવકેએ કરેલી અપૂર્વ સાધર્મિક ભક્તિ છે અહીં ૩૬૦ કરેડાધિપતિ શ્રાવકે રહેતા હતા. તે બધા શ્રાવકે ક્રમસર એકજ રસોડે જમતા હતા. એટલે આજ જેના રડે જમ્યા, ફરી બાર મહિના વીત્યા બાદ તેના રસોડે જમવાને વારો આવે. આ પધ્ધતિ તે વખતની શ્રાવક વર્ગમાં રહેલી એકતાનો અનુભવ કરાવે છે, ને આપણને તે રીતે વર્તવાને બોધપાઠ શીખવે છે. અહીં તેવા (સીદાતા) શ્રાવકે આવે, તેને અહીંના રહીશ દરેક શ્રાવક એકેક દિવસ જમવાનું આમંત્રણ કરે, ને બધા એકઠા મળીને પોતાની શક્તિ ને ભાવ સાચવીને ગુપ્ત મદદ તેના માન આબરૂ સચવાય તે રીતે કરતા હતા. અનુપમાદેવી પણ અહીંના જ રહીશ હોવાથી સાધર્મિક ભક્તિ આદિ ધર્મની આરાધના કરીને મહાવિદેહ ક્ષેત્રમાં ઉત્તમ કુલમાં જન્મ પામી અવસરે ચારિત્રને આરાધતાં કેવલજ્ઞાનને પામીને હાલ કેવલીપણે વિચરે છે. સાધર્મિક ભક્તિને અંગે બીજા પણ ઘણાં દૃષ્ટાંત ભાવના કલ્પલતા વગેરે ગ્રંથેથી જાણવા. અહીં ખાસ જરૂરી જ બીના જણાવી છે. ૩૬ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005485
Book TitleDeshna Chintamani Part 03 04 05
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages616
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy