SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬ [ શ્રી વિજયપદ્મસુરિષ્કૃત જૈના સાધર્મિક ભક્તિ પ્રત્યે જેટલી લાગણી દર્શાવે છે, ને તેને અમલમાં મૂકી શક્તિને ભાવ પ્રમાણે સાધર્મિક ભક્તિના જે લાભ લે છે ને લેવાની પ્રેરણા કરે છે, તેવું કામ અન્યત્ર અંશે પણ થતુ હોય તેમ જણાતુ' નથી; માટે જ ત્યાગી મહાત્માઓ પણ હાલ શ્રમણોપાસકાદિક ભવ્ય જીવાને સાધર્મિક ભક્તિના લાભ લેવા સચાટ સિવશેષ ઉપદેશ આપવાનુ ઉચિત માને છે. તેમ કરવામાં સાત ક્ષેત્રામાંથી એક પણ ક્ષેત્રને પાષણ કરાવવાનું કામ ખાકી રહેતું જ નથી, કારણ કે નિશ્ચયે કરીને સમજવું' કે સાર્મિક બંધુને ટકાવવાથી સાતે ક્ષેત્રેા ટકશે. સાધુ-સાધ્વી–શ્રાવક-શ્રાવિકા-જિનમંદિર–જ્ઞાનભંડારની પણ તે સાધર્મી મધુ ખખર રાખશે, ટકાવશે, મદદ કરશે. તે જો સીદાતા હશે, તેા છએ ક્ષેત્રાને ધક્કો પહેાંચશે. આવા અનેક મુદ્દાઓને લક્ષ્યમાં રાખીને પ્રભુ શ્રી તીર્થંકરદેવે કમાવ્યું છે કે૮ સાત્ત્વિક ભાવે જ્ઞાન અને વિધિપૂર્વક સાધર્મિક ભક્તિને કરનારા ભવ્ય જીવા નિકાચિત તીર્થંકર નામકર્મ બાંધી ભવિષ્યમાં તીર્થંકર પદવીને ભાગવી, મુક્તિના અવ્યાબાધ સુખ જરૂર પામે છે.' આમ કહેવાનુ ખરૂં રહસ્ય એ છે કે સાતે ક્ષેત્રામાંના કાઇ પણ ક્ષેત્રની આરાધના કરવામાં ગાડરિયા પ્રવાહ જેવી પ્રવૃત્તિ ન જ કરવી જોઇએ. કયા ટાઈમે કયા ક્ષેત્ર તરફ વધારે ધ્યાન આપવાની જરૂર છે? આ વિચાર કાયમ જરૂર કરવા જ જોઇએ. આ નિયમ પ્રમાણે જેને એક રૂપિયા સાતે ક્ષેત્રામાં વાપરવાની ઈચ્છા હોય, તે ભવ્ય જીવ જો હાલના વખત પ્રમાણે દશ આના સાધર્મિક ભક્તિમાં, ને ૬ આના બાકીના ક્ષેત્રામાં વાપરે, તે તેમાં લગાર પણ અનુચિતપણું છે જ નહિ, એમ કરવામાં શ્રી જિનશાસનની અવિચ્છિન્ન મર્યાદાનું પાલન થાય છે, ને એક પણ ક્ષેત્રને આંચ પણ આવતી નથી. સાધર્મિક વાત્સલ્યના આવા સૂક્ષ્મ રહસ્યને જાણનારા ભવ્ય જીવા શ્રી જૈનન્દ્ર શાસનમાં પૂર્વે ઘણાં થઈ ગયાં, તેમાંના આ જગરૂશાહ હતા. તે સમયે વર્તમાન આચાર્યાદિ મહાપુરુષાએ તેના દાનાદિ ગુણો ઉપર રહેલા અનુરાગથી · જગતૂં ચરિત્ર ' વગેરે નામથી તેનાં ચિરત્રાની રચના કરી હતી. તેમાંના કેટલાએક ચરિત્ર હાલ પણ મળી શકે છે. તેમાં જણાવેલી મીનાનો સાર એ છે કે–જગડ્રશાહ પોતાની પૂર્વાવસ્થામાં સામાન્ય સ્થિતિના તે સમજતા હતા એક શ્રાવક હતા. તે વખતે દુઃખના પ્રસંગે મુંઝાતા ન હતા, કારણ કે આ દુઃખના પ્રસંગ પાપરૂપી કચરાને દૂર કરનાર છે, માટે સમતાભાવે સહનશીલતા વાપરી મનથી ને કાયાથી વધારે ધર્મારાધન કરવામાં જ લાભ છે. ઢાંકેલા કમની કાઈ પણ છદ્મસ્થ આત્માને પ્રાયે ખબર હોતી નથી, માટે જ કયું કર્મ ( પુણ્ય કે પાપ ) કયા ક્ષેત્રમાં કથા નિમિત્તે કયા ટાઇમે ઉદયમાં આવી ચાલુ સ્થિતિમાં કેવા ફેરફાર ક્રશે? તે વસ્તુને જાણી શકતા નથી. જગરૂશાહની બાબતમાં તેવા જ અનાવ બને છે. લક્ષ્મી માગી મળતી નથી પણ ભાગ્યેાદય અચાનક થઈ જાય, તેા વગર માગી ઘરને આંગણે પગમાં પડતી આવે છે. આયતનની સેવા, સત્પુરુષાની સામત, ખરા દિલથી દાનાદિ ધર્મની સાત્ત્વિકી આરાધના વગેરે કારણેાથી ભાગ્યાય થાય છે, તેવા સાધનાની સેવનાથી બાંધેલ પુણ્યાનુબધી પુણ્યને ઉદય થતાં જગડૂશાહને અનાયાસે લક્ષ્મી મળે છે. તે ખીના ટૂંકામાં આ પ્રમાણે જાણવી.— 6 Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005485
Book TitleDeshna Chintamani Part 03 04 05
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages616
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy