SearchBrowseAboutContactDonate
Page Preview
Page 602
Loading...
Download File
Download File
Page Text
________________ નાચતામણિ ભાગ પાંચમ ] ૧૧૫ પલ્યોપમના અસંખ્યાતમા ભાગનું અને જલચરેનું એક પૂર્વ કેટિનું હોય છે. તિર્યંચ પંચદ્રીયનું ઉત્કૃષ્ટ આયુષ્ય આજ આરામાં હોય છે. ભુજપરિસર્પના શરીરનું માન ગાઉ પૃથકત્ત્વ, ઉરપરિસર્પના શરીરનું પ્રમાણ એક હજાર જનનું, બેચરોનું ધનુષ્ય પૃથકત્વ અને હાથી વિગેરેના શરીરનું પ્રમાણ છ ગાઉનું હોય છે. આહારનું ગ્રહણ બે દિવસને આંતરે હોય છે. તિર્યંચ પંચેદ્રીયના શરીરનું ઉત્કૃષ્ટ માન આજ આરામાં જાણવું. બાકી રહેલનાં શરીર તથા આયુષ્યાદિનું પ્રમાણ સૂત્રથી જાણું લેવું. આ પ્રમાણેને છઠ્ઠો સુષમસુષમા નામને આરે ચાર કટાકેટિ સાગરોપમ વડે સમાપ્ત થાય છે. એવી રીતે ઉત્સર્પિણી કાળ સંબંધી છ આરા જાણવા. અવસર્પિણી કાળના પણ છ આરા હોય છે. તેમાં એટલું વિશેષ કે તે આરા પ્રથમના આરાથી વિપરીત હોય છે. તે આ પ્રમાણે–જે ઉત્સર્પિણીને છટ્ટે આરે કહેલું છે તે અવસર્પિણીના પહેલે આરે, જે પાંચમે આરે કહેલ છે તે બીજે આરે, જે ચેાથે આરે કહેલ છે તે ત્રીજે આરે, જે ત્રીજે આરે કહેલ છે તે એથે આરે, જે બીજે આરે કહેલ છે તે પાંચમે આરે અને જે પહેલે આરે કહેલ છે તે છટ્ટે આરે એમ જાણી લેવું. વળી તીર્થકર વિગેરેનું દેહ તથા આયુનું પ્રમાણ વિગેરે કહેલું છે તે પણ વિપરીત રીતે જાણવું. તે આ પ્રમાણેઉત્સર્પિણીમાં જે ચોવીશમાં તીર્થકરનું સ્વરૂપ તે અવસર્પિણમાં પહેલા તીર્થકરનું જાણવું. એવી રીતે બીજામાં પણ વિપરીત પણે સમજવું. ચકવતી વિગેરેમાં પણ એમજ સમજવું. એવી રીતે બાર આરા મળીને એક કાળચક થાય છે. આ કાળની વ્યવસ્થા પાંચ ભરત ક્ષેત્ર અને પાંચ અિરવત ક્ષેત્રમાં સરખી જ જાણવી, વિદેહ ક્ષેત્રમાં એ પ્રમાણે સમજવી નહિ. ત્યાં ઉત્સર્પિણી અને અવસર્પિણી પ્રમાણે કાળની વર્તાના નથી. ત્યાં તો સર્વદા મનુષ્યનાં શરીરનું પ્રમાણ ઉત્કૃષ્ટ પાંચસે ધનુષ્યનું અને આયુષ્યનું પ્રમાણ પૂર્વ કેટિનું હોય છે. ત્રીશ અકર્મ ભૂમિમાં પણ સનાતન એક સરખો સમય વર્તે છે. તેનું વર્ણન અન્ય સ્થાનકથી જાણી લેવું. ચાલુ કાલ સ્વરૂપના અધિકારે હાલમાં વર્તતા પાંચમા દુષમા નામના આરાની બીના ખાસ જાણવા જેવી હેવાથી હું ટૂંકામાં જણાવું છું— વર્તમાનારકે ભાવિ-સ્વયં જ્ઞાનિનેદિતમા સ્વનાદિભિઃ પ્રબધેશ્વ, વિશેયં શ્રુતચક્ષુષા અર્થ–“વર્તમાન આરાનું જે ભાવિસ્વરુપ જ્ઞાની મહારાજે કહેલું તે સવપ્નાદિક પ્રબંધવડે આગમદષ્ટિથી જાણવું.” સોળ સ્વપ્નને પ્રબંધ વ્યવહાર શુલિકામાં કહેલે છે તે આ પ્રમાણે, તે કાળ તે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005485
Book TitleDeshna Chintamani Part 03 04 05
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages616
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy