SearchBrowseAboutContactDonate
Page Preview
Page 594
Loading...
Download File
Download File
Page Text
________________ દેશનાચિંતામણિ ભાગ પાંચમ ] ૧૦૭ ઉત્સર્પિણીના પ્રારંભથી માણસોના દેહ તથા આયુષ્ય ધીમે ધીમે વધવા માંડે છે, તે ત્યાં સુધી વધે છે કે પહેલા આરાના પ્રાંતે તેમના શરીર બે હાથના પ્રમાણુવાળા અને આયુષ્ય વશ વર્ષનું થાય છે. એવી રીતે એકવીશ હજાર વર્ષ પહેલે દુષમ દુષમ નામને આરો વીત્યા પછી બીજા આરાને આરંભ થાય છે. તેના પ્રારંભમાં તે મનુષ્યનાં શરીર બે હાથનાં અને આયુષ્ય વીશ વર્ષનું હોય છે. પણ તે હળવે હળવે વૃદ્ધિ પામતા બીજા આરાના પ્રાંત ભાગે માણસના શરીર સાત હાથ પ્રમાણ અને આયુષ્ય એક સો વીશ વર્ષનું થાય છે. બીજા આરામાં જાતિસ્મરણથી નગર વસાવવા વિગેરે સર્વ મર્યાદાના કરનારા સાત કુલકરો થાય છે. એવી રીતે એકવીશ હજાર વર્ષ પ્રમાણ બીજે દુષમ નામને આ વ્યતીત થયા પછી ત્રીજા આરાનો આરંભ થાય છે. તે ત્રીજા આરાના નેવ્યાશી પખવાડીઆં વ્યતીત થયાં પછી પહેલા તીર્થકર સાત હાથની કાયાવાળા અને તેર વર્ષનું આયુષ્યવાળા થાય છે. તે સર્વ પ્રકારના રુપાતિશયવંત અને સુવર્ણ જેવી કાંતિવાળા વીર પ્રભુ જેમ કુંડગ્રામમાં ઉત્પન્ન થયા હતા તેવા થાય છે. અહીં નગરનું નામ વર્તમાન ચોવીશીના ચરમ તીર્થંકરને આશ્રીને કહેલું છે, બાકી તેની નગરીનું નામ તે અન્ય પણ હોય છે. દીવાલી કલપમાં પદ્મનાભ જિનની ઉત્પત્તિનું સ્થાન શતદ્વાર નામે નગર કહેલું છે. એવી રીતે આગળ બીજા તીર્થકરો માટે પણ જાણી લેવું. તે પહેલા જિનેશ્વર પાંચમા કલ્યાણકે મુક્તિ પામ્યા પછી અમુક અંતરે બીજા તીર્થકર નવ હાથને શરીરવાળા નીલ વૈર્ય મણિ જેવા શરીરના વર્ણને ધરનારા અને સો વર્ષના આયુષ્યવાળા થાય છે. તે પ્રભુ પહેલા તીર્થંકરની ઉત્પત્તિના સમયથી બસે ને પચાસ વર્ષ જતાં જાણે શાંત રસની મૂતિ હોય તેવા ઉત્પન્ન થાય છે. તે પ્રભુ પણ વારાણસી નગરીમાં પાર્શ્વ પ્રભુએ તીર્થ પ્રવર્તાવ્યું હતું તેમ તીર્થ પ્રવર્તાવી અનુક્રમે મેક્ષે ગયા પછી કેટલોક કાળ જતાં સાત ધનુષની કાયાવાળા, સાત વર્ષના આયુષ્યવાળા અને સુવર્ણન જેવી કાંતિવાળા પ્રથમ ચકવતી જેવા કાંપિલ્ય નગરમાં બ્રહ્મદત્ત ચકી થયા હતા તેવા ઉત્પન્ન થાય છે. તેઓ ભરતક્ષેત્રના છ ખંડને સાધે છે, નવ મહાનિધિ અને ચૌદ રત્નના સ્વામી થાય છે. પચવીશ હજાર યક્ષે તેને સેવે છે, એક લાખ ને અઠયાવીશ હજાર વારાંગનાઓ તેને આનંદ આપે છે, અને છન્નુ કટિ ગામના અધિપતિ હોય છે. તેમના મરણ પામ્યા પછી બીજા તીર્થકરના જન્મથી ત્રાશી હજાર ને સાડાસાતસો વર્ષ વીત્યા પછી ત્રીજા તીર્થકર શૌર્યપુરમાં ઉત્પન્ન થાય છે. તેઓ એક હજાર વર્ષના આયુષ્યવાળા દશ ધનુષ્યની કાયાવાળા અને શ્યામ કાંતિવાળા હોય છે. એ સમયે પહેલા વાસુદેવ ઉદ્ભવે છે. તેઓ ચક્રથી વૈતાઢયગિરિ પર્યત ત્રિખંડ પૃથ્વીને સાધે છે. તેઓ અર્ધચકીના-પ્રતિવાસુદેવના ચક વડે જ તેને અંત કરે છે. સોળ હજાર મુગટબદ્ધ રાજાઓ તેમના ચરણને સેવે છે. જ્યારે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005485
Book TitleDeshna Chintamani Part 03 04 05
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages616
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy