SearchBrowseAboutContactDonate
Page Preview
Page 593
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૬ || શ્રી વિજયપાકૃિતપ્રભુના મેક્ષ ગમન વખતે થે આરે કેટલે બાકી હતું તે બીના જણાવે છે – સહસ બેંતાલીશ વર્ષે ઉણ સાગર જાણીએ, એક કોડ લખ પક્ષ નવ્યાશી ઉપર ના ભૂલીએ; સુમતિ પ્રભુના મેક્ષ સમયે ચતુથારક શેષ ૦ એ, એક સે સિત્તેર દ્વારે સુમતિ પ્રભુ ગુણ સમરીએ. ૧૮૫ સ્પષ્ટાર્થ ––તે વખતે ચેથા આરાને શેષ કાળ આ પ્રમાણે હત-બેંતાલીસ હજાર વર્ષ ઓછા એક કોડ લાખ સાગરોપમ તથા ઉપર નેવ્યાસી પખવાડીયા પ્રમાણ કાળ બાકી(૧૭૦) રહ્યો હતો એ વાત ભૂલવી નહિ. એટલે જ્યારે શ્રીસુમતિનાથ પ્રભુ મેક્ષે ગયા ત્યારે ચોથા આરાને ઉપર જણાવ્યા પ્રમાણેને કાલ રહ્યો હતો. એ પ્રમાણે પાંચમાં શ્રીસુમતિનાથ પ્રભુના પવિત્ર જીવનનું વર્ણન (બધાં મળીને) એકસો સિત્તેર દ્વારો ગોઠવીને કામ કર્યું, ભવ્ય જીએ તેનું સ્મરણ કરીને જરૂર પ્રભુના માર્ગે ચાલી મોક્ષના સુખને મેળવવા, એમાંજ મહાદુર્લભ માનવ જીવનની ખરી સાર્થકતા છે. આ પ્રસંગે કાળની બીના ટૂંકામાં આ રીતે જાણવી– અવસર્પિષ્ણુત્સર્પિણે, સ્વયં જિનનાયકે યથા પ્રોક્ત તથા વાચ્ય, ભવ્યાનાં પુરત મુદા છે ભાવાર્થ–“ શ્રીજિનેશ્વર ભગવતે અવસર્પિણી અને ઉત્સર્પિણી કાળનું સ્વરૂપ જેવું કહેલું છે તેવું ભવ્યજનની આગળ હર્ષથી કહેવામાં આવે છે.” કાળનું સ્વરૂપ આ પ્રમાણે છે-અવસર્પિણ અને ઉત્સર્પિણું મળીને એક કાલચક થાય છે. તે કાળચક્રમાં બાર આરા હોય છે. તેમાં પહેલા આરાની આદિમાં પૃથ્વી ઉપર પ્રથમ પ્રવર્તેલા કાલચક્રના અગિયારમા આરાને પ્રાંતે જુદા જુદા સાત સાત દિવસ સુધી વિરત અને વિષાદિકના થયેલા વર્ષાદથી તૃણ અને અન્નાદિકને નાશ થએલો હોય છે અને મનુષ્યો રથના માર્ગ જેટલા વિસ્તારવાળી, ઘણા મસ્યથી આકુળ એવી ગંગા તથા સિંધુ નદીના કિનારા પર રહેલા વૈતાઢયગિરિની બંને બાજુ આવેલા નવ નવ બીલ મળી કુલ તેર બહુ ગાદિથી વ્યાપ્ત એવા બીલમાં વસેલા હોય છે. તેઓ માંસાહારી હેવાથી પ્રાયે દુર્ગતિગામી, નિલજ, નગ્ન, દુર્ભાષી, કુળધર્મ રહિત, કરકર્મા, સોળ વર્ષના આયુષ્યવાળા અને એક હાથના શરીરવાળા હેય છે. સ્ત્રીઓ પણ છ વર્ષની વયે ગર્ભ ધારણ કરનારી, ઘણાં સંતાનવાળી અને દુઃખે પ્રસવનારી થાય છે. ઉત્સર્પિણીના પહેલા આરામાં હળવે હળવે તે બીલમાંથી મનુષ્ય બહાર નીકળે છે. એમ કાળ નિર્ગમન થતાં પહેલા આરાને અંતે પુષ્કરરસ, ક્ષીરરસ, ધૃતરસ, અમૃતરસ અને સર્વરસ નામે પાંચ જાતિના મેઘ જુદા જુદા સાત સાત દિવસ સુધી વર્ષ છે. તેથી પૃથ્વી સર્વ પ્રકારના ધાન્યાદિના રસવાળી થાય છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005485
Book TitleDeshna Chintamani Part 03 04 05
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages616
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy