SearchBrowseAboutContactDonate
Page Preview
Page 590
Loading...
Download File
Download File
Page Text
________________ નાચિતામણિ ભાગ પાંચમ ] પ્રભુના પરિવારનું સ્વરૂપ ત્રણ ગ્લૅમાં જણાવે છે – ચોદપૂવી બે સહસ તિમ ચારસે નિત વંદીએ, સહસ ઈગદસ અવધિનાણી ૧૫ મુનિવર ના ભૂલીએ; દશ સહસ સાડી ચારસે મણપજવી ૬ અવધારીએ, પૂજ્ય કેવલ નાણચંતા૧૭ તેર સહસ વિમાસીએ. ૧૭૮ સ્પાઈ–ચૌદ પૂર્વને જાણનાર એવા ચૌદ પૂર્વી સાધુઓ બે હજાર ને ચારસો (૧૧૪) હતા. અમે તેમને હંમેશાં વંદન કરીએ છીએ. વળી અવધિજ્ઞાની મુનિરાજેની સંખ્યા અગિઆર હજારની હતી (૧૧૫) એ વાત ભૂલવી નહિ. તથા સંશી પંચેન્દ્રિય જીવોના મનના ભાવને જાણનાર મન:પર્યવજ્ઞાની સાધુઓની સંખ્યા દશ હજાર ને સાડી ચારસો (૧૧૬) જાણવી. તથા પરમ પૂજ્ય એવા કેવલજ્ઞાની મુનીશ્વરોની સંખ્યા તેર હજારની (૧૧૭) જાણવી. ૧૭૮ શ્રેષ્ઠ વૈક્રિય લબ્ધિ ધારી ૮ શ્રમણ સહસ અઢાર ને, ' ચારસો તિમ વાદિ૧૯ મુનિઓ જાણીએ દશ સહસ્ર ને સાડી ચઉશત તિમ દુલખ ચોપન સહસ બસે અને, સામાન્ય મુનિઓ૧૨૦ તિમ અનુત્તરગામિ૨૧ મુનિ અજ્ઞાત છે. ૧૭૯ સ્પષ્ટાઈ–ઉત્તમ પ્રકારની વૈક્રિય લબ્ધિને ધારણ કરનારા મુનિરાજની (૧૧૮) સંખ્યા અઢાર હજાર ને ચારસની હતી. તથા પરવાદીઓની સાથે વાદ કરવામાં હોંશિઆર એવા વાદી મુનિઓની (૧૧૯) સંખ્યા દશ હજાર ને સાડી ચારસોની જાણવી. તથા સામાન્ય મુનિઓ એટલે કે ઈ પણ જાતની લબ્ધિ વગેરેથી રહિત એવા મુનિઓની સંખ્યા બે લાખ ચેપન હજાર અને બસોની (૧૨૦) જાણવી. તથા ભવિષ્યમાં અનુત્તર વિમાન વાસી દેવ થનારા સાધુઓની સંખ્યા (૧૨૧) અજ્ઞાત એટલે ચરિત્ર ગ્રંથાદિમાં કહેલી નહિ હોવાથી જણાવી નથી. ૧૭૯ દ લખ એકવીશ સહસ શ્રમણોપાસકોરર પંચ લક્ષ ને, સહસ સેલ શ્રાવિકાઓ૧૨૩ પ્રભુ કને વ્રત ધરત એ; પ્રત્યેકબુદ્ધ૨૪ પ્રકીર્ણકા૨ ૫ પણ લક્ષ ત્રણ વીસ સહસ ને, ચોથા જિદ પરેજ કહીએ આદેશાદિ દ્વારને. ૧૨૬-૧૪૨ ૧૮૦ સ્પષ્ટાઈ—-પ્રભુ શ્રીસુમતિનાથની પાસે દેશવિરતિને ગ્રહણ કરનારા શ્રમણે પાસ એટલે શ્રાવકેની (૧૨૨) સંખ્યા બે લાખ અને એકવીસ હજારની હતી. તથા શ્રાવિકાઓની Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005485
Book TitleDeshna Chintamani Part 03 04 05
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages616
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy