SearchBrowseAboutContactDonate
Page Preview
Page 589
Loading...
Download File
Download File
Page Text
________________ ( શ્રી વિજ્યપઘસરિકૃતઅવિદિતા એટલે ચરિત્ર ગ્રંથાદિમાં જણાવેલા નથી. તેમજ સત્યવીર્ય (૧૦૯) નામે રાજા પ્રભુને પરમ ભક્ત હતા. પ્રભુના શાસનની રક્ષા કરનાર તુંબરૂ (૧૧૦) નામે યક્ષ હતે. આ યક્ષના શરીરને વર્ણ ધોળો હતો. અને તેનું વાહન ગરૂડ પક્ષી હતું. આ ચક્ષને ચાર ભુજાઓ હતી. તેમાં જમણી બાજુની બે ભુજાઓ વરદ અને શક્તિ વડે સુંદર જણાતી હતી. અને ડાબી તરફની બે ભુજાઓ ઉત્તમ ગદા તથા પાશ વડે શેભતી હતી. ૧૭૫ મહાકાલી શાસન દેવીનું સ્વરૂપ બે કલાકમાં જણાવે છે – નિત રહે પ્રભુ પાસ તે રૂચિવંત શાસન દેવ એ, મહાકાલી 11 યક્ષિણી પદ્માસના ના ભૂલીએ; કનકવણું વરદ પાશે યુક્ત જમણી બે ભુજા, માતુલિગે અંકુશે સંયુક્ત ડાભી બે ભુજા. ૧૭૬ સ્પષ્ટાર્થ–પ્રભુ શ્રીસુમતિનાથની ઉપર અપૂર્વ ભક્તિવાળે આ તુંબરૂ શાસનદેવ હંમેશાં પ્રભુની પાસે રહેતા હતા. તથા શાસનની રખવાલિકા મહાકાલી (૧૧૧) નામની યક્ષણી હતી. આ યક્ષિણી પદ્માસના એટલે કમલના ઉપર આસન કરતી (બેસતી) હતી. એ વાત ભૂલવી નહિ. આ મહાકાલી દેવીને સુવર્ણ સરખે વર્ણ હતો. અને તે દેવીને પણ ચાર ભુજાઓ હતી. તેમાંની જમણી બાજુની બે ભુજાઓ વરદ અને પાશ વડે શેભતી હતી. અને ડાબી બાજુની બે ભુજાઓ અનુક્રમે માતલિંગ (બીડું) તથા અંકુશ વડે શોભાયમાન હતી. ૧૭૬ પ્રભુભક્તિ કરતી ને હરતી વિદ્ધ સંધ તણા સદા, અન્યત્ર વિચરે નાથ સૌને આપતા સુખ સંપદા બહ કાલ વિચરંતા સુમતિ પરિવારમાં ત્રણ લાખ ને, સહસ વીસ મુનિગણ ૧૨ સહસ તીસ સાધ્વીઓ૧૧૩ પંચ લાખ ને. ૧૭૭ સ્પાઈ–આ મહાકાલી નામની શાસનદેવી હંમેશા પ્રભુની ભક્તિ કરતી હતી. તથા ચતુર્વિધ સંઘના સંકટોને દૂર કરતી હતી. સર્વજ્ઞ પ્રભુ શ્રીસુમતિનાથ અહીંથી બીજે ઠેકાણે વિહાર કરી ગયા. માર્ગમાં અનેક જીને પ્રતિબંધ પમાડીને આત્મિક સુખ રૂપી સંપત્તિ આપતા હતા. આ રીતે કેવલજ્ઞાન પામ્યા પછી શ્રી સુમતિનાથ ભગવાન ઘણા કાલ સુધી કેવલીપણે વિચર્યો. હવે શ્રી સુમતિનાથ ભગવાનને પરિવાર જણાવતાં કહે છે કે તેમને ત્રણ લાખ ને વીસ હજાર ઉત્તમ સાધુ મુનિરાજને (૧૨) પરિવાર હતો. તેમજ પાંચ લાખ ને ત્રીસ હજાર સાધ્વીઓને (૧૧૩) પરિવાર હતે. ૧૭૭ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005485
Book TitleDeshna Chintamani Part 03 04 05
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages616
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy