SearchBrowseAboutContactDonate
Page Preview
Page 588
Loading...
Download File
Download File
Page Text
________________ દેશનાચતામણિ ભાગ પાંચમ ] મળ્યા છતાં આ પાંચમા આરા રૂપી કાળનું વિષમપણું છે તેથી કાલક્રમે શરીરનું દુર્બલપણું વગેરે પણ દેખાય છે. હીન હીનતર સંઘયણવાળા જીનું શરીર એાછા બળવાળું પણ હોય છે માટે તેની દુર્બલતા કહી છે. વળી મનુષ્ય ભવમાં જ્યારે ઘડપણ આવે છે ત્યારે તે જીવની પરાધીન દશા થાય છે. કારણ કે શરીર તથા ઈન્દ્રિયોની શક્તિઓ ઘડપણમાં ઓછી થઈ જાય છે. માટે ફરીથી આવી દશા પ્રાપ્ત ન થાય માટે શ્રીજિન ધર્મનું શરણ સ્વીકારવું, ને તેની આરાધના કરવી તેજ આત્મહિતકર છે. આ રીતે વિચારીને તમે પ્રમાદને ત્યાગ કરીને મેક્ષ માર્ગને આરાધશે તે જરૂર સિદ્ધિપદને પામશે. યાદ રાખજો કે–શ્રીજિનશાસન અને જિનવાણી કલ્પવૃક્ષ વગેરેના પ્રભાવથી પણ ચઢીયાતી મહાપ્રભાવશાલી છે. પુણ્યોદયે તેના આરાધક છે જરૂર સિદ્ધિપદને પામેજ. એમાં લગાર પણ અતિશયોક્તિ છે જ નહી. ૧૭૩ ભારંડની જિમ અપ્રમાદી મુક્તિ પંથે ચાલજે, અન્યના તારક થઈને મુક્તિ મહેલે હાલજો; એમ બીજી પૌરૂષી પૂરી થઈ ગણ વિરમતા, ઇંદ્રાદિ વંદી નાથને ઉલ્લાસથી સ્વર્ગે જતા. ૧૭૪ સ્પષ્ટાથી–હે ભવ્ય જીવ આ રીતે જેમ ભારંડ પક્ષી સદા કાળ અપ્રમાદી એટલે પ્રમાદ વિનાનું હોય છે તેવા અપ્રમાદી બનીને મેક્ષના માર્ગમાં ચાલશે એટલે જ્ઞાન દર્શન ચારિત્ર રૂપ મોક્ષ માર્ગની સાધના કરજો. આ પ્રમાણે મોક્ષ માર્ગની આરાધના કરનાર પુણ્યશાલી ભવ્ય જીવે બીજા જીવોને પણ આ સંસાર સમુદ્રમાંથી તારે છે એમ તમે પણ અન્ય જીના તારનારા થઈને મોક્ષ રૂપી મહેલમાં જઈને આત્માના ગુણની રમણતાનો અનુભવ કરો. એ પ્રમાણે દેશના આપતાં બીજી પિરસી પૂરી થઈ એટલે સુમતિનાથ ભગવાનના પ્રથમ ગણધરે દેશના પૂરી કરી. ત્યાર પછી પ્રભુના કેવલજ્ઞાન કલ્યાણકને માટે આવેલા ઈન્દ્ર વગેરે દેવે પ્રભુ શ્રીસુમતિનાથ વગેરેને ઉ૯લાસથી વાંદીને સ્વર્ગમાં ગયા. ૧૭૪ પ્રભુના ભક્ત તુંબરૂ યક્ષનું સ્વરૂપ જણાવે છે – આદ્ય સાધ્વી કાશ્યપ૦૬ શ્રાદ્ધ૧૦૭ શ્રાદ્ધ૮ અવિદિતા, ભક્ત નૃપ સત્યવીર્ય૧૦૯ તુંબરૂ યક્ષ૧૦ દેહે શ્વેતતા; ગરૂડ વાહન વરદ શક્તિ સુંદર દક્ષિણ ભુજા, વર ગદા તિમ પાશ શોભિત જાસ ડાભી બે ભુજા ૧૭૫ સ્પષ્ટાથે –સુમતિનાથ ભગવાનના તીર્થમાં કાશ્યપ નામના પ્રથમ સાધ્વી ( ૧૬) થયા હતા. અને પ્રથમ શ્રાવક (૧૦૭) તથા પ્રથમ શ્રાવિકા (૧૦૮) કેણુ થયા તે નામ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005485
Book TitleDeshna Chintamani Part 03 04 05
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages616
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy