SearchBrowseAboutContactDonate
Page Preview
Page 574
Loading...
Download File
Download File
Page Text
________________ દેશનાપિતામણિ ભાગ પાંચમ ] રાજાએ કહ્યું કે-અવિનયન કૂકર ફરવી નહીં. આખરે અર્થ નહપ જા. હવે તમને કેદમાં નહિ રાખીએ. આવાં નિર્ભય વચન સાંભળીને દીવાને કહ્યું કે-“ઓ દિન બી વીત જાયેગા આને અર્થ આ પ્રમાણે છે. કેઈને સુખના દહાડા હોય, કે કેઈને દુઃખના દહાડા હેય, બંને જણાએ સમજવું જોઈએ-“ઓ દિન બી વીતી જાયગા” એટલે સુખના દહાડા કે દુઃખના દહાડા જરૂર મેડા કે વહેલા વીતી (ચાલ્યા) જશે. આ નિયમ પ્રમાણે હે રાજન ! તમારે સુખના દહાડા છે, તે પણ કાયમ રહેવાના નથી; અને મારે દુઃખના દહાડા છે, તે પણ કાયમ રહેવાના નથી. જ્યારે સુખના દહાડા હોય, ત્યારે સમજુ માણસે મગરૂર ન થવું જોઈએ અને અન્યાય ન કરવું જોઈએ. કારણ કે અન્યાય કરવાથી બાંધેલાં પાપ કર્મો પિતાને જ ભોગવવા પડે છે. અને જ્યારે દુઃખના દહાડા હોય, ત્યારે મુંઝાવું નહીં, કારણ કે આવા સમયે મનથી વિશેષ લાગણી રાખીને કાયાથી ધર્મારાધન કરવામાં આવે, સમતા ભાવ રાખીએ, આત્મસ્વરૂપની ચિંતવના નિરંતર કરીએ, તે જરૂર પુણ્યનું જોર વધે છે. આ વખતે એમ બને છે કે–જેમ વધારે બળવાન માણસ નબળા માણસને દબાવી શકે, તેમ પુણ્ય બળિયું બને ત્યારે અહ૫બળવાળા પાપનું જોર ટકી શકતું નથી. એ તે જગજાહેર છે કે પાપના ઉદયથી દુઃખ જોગવવું પડે છે. હે રાજનમેં પાછલા ભવમાં તમારું અનિષ્ટ કર્યું હશે, તેનું મને આ ફલ મળ્યું છે. આમાં ડાહ્યા માનવે એકલા બાહા નિમિત્તો (તમે વગેરે) ને મુખ્ય નિમિત્ત તરીકે નજ માનવા જોઈએ. કર્મ રાજા જે સ્થિતિમાં મૂકે, તેમાં આનંદ માન, એ જ જીવન કહેવાય, અને તે સિવાયનું મરણ સમજવું. દીવાને કહેલી આ બીના સાંભળીને રાજાએ પોતાની ભૂલ કબૂલ કરી. અને આ દષ્ટાંતમાંથી બેધ લઈને જીવનમાં ઉતાર્યો. તથા દીવાનને કેદખાનામાંથી છૂટો કર્યો. અહીં દીવાનની ટૂંક બીના પૂર્ણ થાય છે. તેમાંથી સમજવાનું એ મળે છે કે–રાજાની માફક સત્તાના મદથી છલકાઈને અન્યાયાદિ કરવા નહી. અને દીવાનની માફક દુઃખના સમયમાં હૈયે રાખીને શાંતિથી દુઃખને ભેગવતાં નવા કર્મો બંધાતા નથી. અને અશાતા વેદનીયાદિ કર્મોને પણ ક્ષય થાય છે. ૧૪૬ પરનાર કેરી ચાહના તું સ્વપ્નમાં પણ કરીશ ના, પૂર્ણ શીલધર શ્રાવકને નિત્ય કરજે વંદના મુનિને કનડતાં હોય બહુ દુઃખ તાસ સેવા ભાવથી, કરનાર હવે કેવલી ભરતાદિના દૃષ્ટાંતથી. ૧૪૭ સ્પાર્થ ––વળી હે જીવ! તું પર સ્ત્રીની ઈછા સ્વમમાં પણ કરીશ નહિ. કારણ કે તેથી પર સ્ત્રીની ઈચ્છા કરનાર લંપટ પુરૂષને ઘણાં પ્રકારનાં દુઃખ ભોગવવાને પ્રસંગ આવે છે. માટે પરસ્ત્રીની ઈચ્છાને ત્યાગ કરીને પૂર્વે થઈ ગએલા શીલવતને ધારણ કરનારા શ્રાવકને તું વંદના કરજે. કારણ કે તેવા મહા પુરૂષોને વંદના કરવાથી પણ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005485
Book TitleDeshna Chintamani Part 03 04 05
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages616
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy