SearchBrowseAboutContactDonate
Page Preview
Page 571
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી વિપરિતદમાદિ બધુઓને સંબંધ કરવા યોગ્ય છે. મારે ને તમારો સંબંધ પણ અનાદિ છે પરંતુ તે અનિત્ય હોવાથી હવે હું નિત્ય એવા શમ દમાદિ બંધુઓ સાથે સંબંધ જોડવા ઈચ્છું છું–તેને આશ્રય કરું છું. એક સમતા પી કાંતને જ હું અંગીકાર કરું છું, અને સમાન કિયાવાળી જ્ઞાતિ (શ્રમણ વર્ગ) ને હુ આદરું . બીજા સર્વ બાહ્ય વર્ગનો (બાહ્ય કુંટુંબને) ત્યાગ કરીને હું ધર્મસંન્યાસી થયે છું. ઔદયિક સંપદાઓનો ત્યાગ કરવાથીજ ક્ષાપશમિક સ્વસંપદા પ્રાપ્ત થાય છે, અને ત્યાર પછી ક્ષાયિક ભાવની રત્નત્રયપ સંપદા પ્રાપ્ત થાય છે.” ઈત્યાદિ દેવના કરેલા ઉપદેશથી રાજા પોતાના સમગ્ર કુટુંબ સહિત પ્રતિબોધ પામ્યો, એટલે તેમણે શ્રીમાન સંભવનાથ સ્વામી પાસે દીક્ષા ગ્રહણ કરી અને મહાનપદ (મેક્ષપદ) ની સાધનામાં પ્રવર્તી. અનુક્રમે મહાન પદ (સિદ્ધિપદ) પ્રાપ્ત કર્યું. પિતાનો આત્મધર્મ તિરહિત થયો હોય તે વૈરાગ્યાદિ પ્રશસ્ત યોગના સેવનથી સમ્યક પ્રકારે આવિર્ભાવને પામે છે-પ્રગટ થાય છે, એમ સમજીને સુભાનુકુમારની જેમ સ્થિર વૈરાગ્યવંતા થઈને પિતાનો અને પરનો ઉદ્ધાર કરે. ૧૪ર સૌભાગ્ય લબ્ધિ વિશિષ્ટ સિદ્ધિક ગડદ્ધિઓ વૈરાગ્યથી, સ્વપર તારકતાદિ જિનપદ મોક્ષ સુખ વૈરાગ્યથી: વૈરાગ્યવંતા સગર આદિક શ્રાવકોની પાવના, ભાવના તે યાદ કરે પલ પલે હે ભવિજના. ૧૪૩ સ્પષ્ટાઈ–વળી આ વૈરાગ્યને લીધે સૌભાગ્ય એટલે સર્વ જીવને વહાલું લાગે તેવી સુભગતા આવે છે. અને અનેક પ્રકારની લબ્ધિઓ તથા વિશેષ પ્રકારની સિદ્ધિઓને પમાડનાર ઋદ્ધિઓ પણ વૈરાગ્યથી પ્રાપ્ત થાય છે. તેમજ આ વૈરાગ્યથી સ્વપ૨ તારકતા એટલે પિતાને તથા પરને તારવાની શક્તિ, જિનપદ એટલે તીર્થંકરની પદવી તથા મોક્ષના સુખે પણ મેળવી શકાય છે. હે ભવ્ય જી ! વૈરાગ્યવાળા સગર ચકવર્તી વગેરે અનેક શ્રાવકે ભાવેલી પવિત્ર આ વૈરાગ્યની ભાવનાને ઘડીએ ઘડીએ યાદ કરજે. કારણ કે આ વૈરાગ્ય ભાવના ભવ્ય જીને જરૂર મેક્ષના સુખોને આપે છે. અહીં કહેલા સગર ચક્રવર્તીની બીના દેશનાચિતામણીના ચેથા ભાગમાંથી જાણવી. ૧૪૩ પૂર્વ કાલના શ્રાવકની ભાવના વગેરે બીના જણાવે છે– સર્વ દોષ નિવારનારા દેવ જેમાં દીસતા, મોટા વ્રતને ધારનાર ત્યાગી સદ્દગુરૂ છાજતા; તીર્થકરે ભાખેલ કરૂણુધર્મ જેમાં દીપતે તે શ્રેષ્ઠ શ્રાવક ધર્મને ડાહ્યો કો ને વખાણતે. ૧૪૪ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005485
Book TitleDeshna Chintamani Part 03 04 05
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages616
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy