SearchBrowseAboutContactDonate
Page Preview
Page 568
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૧ નાચિંતામણિ ભાગ પાંચમ ] આ જીવ સંસાર ચક્રમાં રહેલા પરભાવેને આત્મપણે (પિતાપણે) માનીને “આ શરીરજ આત્મા છે” એવી રીતના બાહ્ય ભાવને વિષે આત્મબુદ્ધિ ધારણ કરી બાહ્યાત્મ પણાને પામવાથી મોહમાં આસક્ત થવાથી અનન્ત પુદગલ પરાવર્ત સુધી સંસારચક્રમાં પર્યટન કરે છે. તેજ જીવ નિસર્ગથી ( સ્વયમેવ) અથવા અધિગમથી (પરના ઉપદેશથી) આત્મરુપ તથા પરરુપનો વિભાગ કરીને “હું શુદ્ધ છું” એ નિશ્ચય કરી સમ્યક રત્નત્રય સ્વરુપવાળા આત્માને જ આત્મરુપે જાણી તથા રાગાદિકનો પરભાવપણે નિશ્ચય કરી સમ્યગ્દષ્ટિવાળ અતરાત્મા થાય છે, (તેજ અંતરાત્મા કહેવાય છે), અને તેજ અંતરાત્મા સમ્યગ્દર્શનની પ્રાપ્તિને અવસરે નિર્ધાર કરેલા સંપૂર્ણ સ્વરુપની પ્રાપ્તિ થવાથી પરમાત્મા બને છે, માટે ઈન્દ્રિયોના વિષયોને (તેની આસક્તિને) ત્યાગ કરે યોગ્ય છે. કહ્યું છે કે પુરા પુર ખુરસ્તૃષ્ણામૃગતૃષ્ણાનુકારિષા ઇન્દ્રિયાળેષ ધાવતિ, ત્યકત્વા જ્ઞાનામૃત જડા ૧ છે અર્થ—“જડ પુરુષો જ્ઞાનરુપી અમૃતને ત્યાગ કરીને આગળ આગળ કુરણાયમાન થતી ભેગપિપાસા (વિષયતૃણુ) પી મૃગતૃષ્ણા જેવા રુપ રસ ગંધ સ્પર્શ શબ્દ લક્ષણ ઈદ્રિયોના વિષયો તરફ દેડે છે, આતુર થાય છે.” તેને અર્થે અનેક પ્રકારનાં યત્ન, દંભ, વ્યાપાર, મુંડન વિગેરે કર્મ કરે છે. તત્ત્વને નહી જાણનારા (તત્વવિકળ) લોક ઈન્દ્રિયોના ભોગને સુખરુપ માને છે, પરંતુ તે સુખ નથી પણ બ્રાંતિજ છે. કહ્યું છે કે – વારમણુત ભત્તા, વંતા ચત્તા ય ધીરપુરિસેહિ તે ભેગા પુણ ઈચ્છઈ ભોજું તિણાઉલો જ છે ૧ છે અર્થ_“ધીર પુરુષોએ અનન્તી વાર ભગવેલા વમન કરેલા અને ત્યાગેલા ભેગોને તૃષ્ણાથી આકુલ વ્યાકુલ થયેલ જીવ ફરી ફરીથી ભેગવવાને ઈચ્છે છે.” તેથીજ ચકવત, વાસુદેવ, માંડલિક રાજાઓ અને કંડરીક વિગેરે અનેક પુરુષે વિષયોમાં મોહ પામવાથી નરકમાં દીન અવસ્થાને પામ્યા છે. ઘણું કહેવાથી શું ? વિષયનો જરા પણ વિશ્વાસ કરવો નહી. અહા ! પૂર્વ ભવે આસ્વાદન કરેલા સમતા સુખનું સ્મરણ કરીને લવસત્તમ દેવતાઓ અનુત્તર વિમાનને સુખને પણ તૃણ સમાન ગણે છે. ઈન્દ્રાદિક પણ વિષયનો ત્યાગ કરવામાં અસમર્થ હોવાથી મુનિઓના ચરણ કમળમાં પૃથ્વી પર આળેટે છે, માટે અનાદિ કાળથી અનેક વાર ભોગવેલા વિષયને ત્યાગજ કરે; તેને કિંચિત્ માત્ર પણ સંગ કરવો નહી. પૂર્વપરિચિત (પૂર્વે ભગવેલા ) વિષયનું સ્મરણ પણ કરવું નહીં. નિગ્રંથ મુનિજને તવ જાણવાની ઈચ્છાથી શાસ્ત્ર અવલોકન વડેજ કાળ નિર્ગમન કરે છે, અને “નિર્મળ નિઃસંગ તથા નિષ્કલંક એવા સિદ્ધભાવને અમે કયારે સ્પર્શ કરશું” ઈત્યાદિક ધ્યાનમાં જ મગ્ન રહે છે.” *૧૧ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005485
Book TitleDeshna Chintamani Part 03 04 05
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages616
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy