SearchBrowseAboutContactDonate
Page Preview
Page 565
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૮ શ્રી વિજયપધરિકતપ્રાપ્તિ પણ દુર્લભ હતી, અને હવે તે યથેચ્છ ભેજન મળે છે. આના વૈરાગ્યનું વૃત્તાંત ને તેનું કારણ આપણે બરાબર સમજ્યા છીએ.” ઈત્યાદિક નિંદા કરતા પૌરલકને જોઈને શ્રેણિક રાજાના પુત્ર અભયકુમાર મંત્રીએ વિચાર્યું કે “અહે ! આ પીરજને વિના કારણ મહા વૈરાગ્યવાન ને ત્યાગીમાં શ્રેષ્ઠ એવા આ મુનિની નિંદા કરે છે. પરમાર્થ તત્વને નહી જાણનારા આ મૂઢ લેકે આ નિઃસ્પૃહ મુનિ ઉપર ફોગટ વૈર રાખીને તેના ગુણેને દેષપણે વહન કરે છે. તેમજ મુનિની નિંદા કરવાથી તેઓ દૃઢતર પાપકર્મના સમૂહને ઉપાર્જન કરે છે. માટે મારે આ સર્વ લોકેને કઈ પ્રકારે પ્રતિબંધ કરવું જોઈએ.” એમ વિચારીને અવસરજ્ઞ અભયકુમારે એકદા રાજમાર્ગમાં સર્વ પરજનો એકઠા મળેલા હતા, તે વખતે દૂરથી સુભદ્ર મુનિને આવતા જોઇને પિતાના વાહન પરથી નીચે ઉતરી ત્રણ પ્રદક્ષિણ પૂર્વક તેમને નમીને પૂછયું કે “હે પૂજ્ય! એક કાળે કેટલી ઈન્દ્રિયોને ઉપયોગ હોઈ શકે ?” ગુરુએ જવાબ આપ્યો કે “એક કાળે એકજ ઈન્દ્રિયનો ઉપગ હોઈ શકે.” ફરીથી મંત્રીએ પૂછયું કે એક એક ઈન્દ્રિય સેવી સતી દુઃખદાયી થાય કે નહીં?” મુનિ બેલ્યા કે “એક એક ઈન્દ્રિય પણ મૃગાદિકની જેમ આ લેકમાં તથા પરલેકમાં મહા અનર્થનું કારણ થાય છે, તે પછી પાંચે ઈન્દ્રિયેનું સેવન કરવાથી કેટલે અનર્થ થાય? કહ્યું છે કે કુરંગમાતંગપતંગભંગભીના હતા પંચભિરેવ પંચા એકપ્રમાદી સ કથં ન હન્યાઘા સેવતે પંચબિરેવ પંચ ૧ અર્થ–“મૃગ, હાથી, પતંગ, ભ્રમર અને મત્સ્ય એ પાંચ પ્રાણીઓ પાંચ ઈન્દ્રિએમાંથી અકેકના સેવવાવડે હણાયા, એટલે પાંચથી પાંચ હણાયા તે જે પ્રમાદી મનુષ્ય એકલે પાંચે ઈન્દ્રિયવડે પાંચેના વિષને સેવે છે તે કેમ ન હણાય? તે તે અવશ્ય હણાય.” મૃગો સ્વેચ્છાએ અરણ્યમાં અટન કરે છે, તેને પકડવા માટે પારધીઓ સારંગી, વીણા વિગેરેનો નાદ કરે છે, તેથી કર્ણના વિષયમાં લુબ્ધ થયેલા મૃગો મોહ પામીને તે સંગીત સાંભળવા આવે છે. તે વખતે પારધીએ તેને જલદીથી હણી નાખે છે. હાથીને પકડવા માટે દુષ્ટ પુરુષે એક મોટા ખાડામાં કાગળની હાથણી બનાવીને રાખે છે. તે હાથણીને જોઈને તેનો સ્પર્શ કરવાને ઉસુક થયેલે હાથી તે ખાડામાં પડે છે, ત્યાંથી તે નીકળી શકતું નથી. પછી સુધા અને તૃષા વિગેરેથી પીડા પામેલા તે હાથીને નિર્બળ થયેલે જાણીને કેટલેક દિવસે તેને બાંધે છે, અથવા મારી પણ નાંખે છે. નેત્રના વિષયમાં આસક્ત થયેલું પતંગીયું દીવાની જ્યોતિમાં મોહ પામીને તેમાં પિતાના દેહને હમે છે તેથી મરણ પામે છે. પ્રાણ ઇન્દ્રિયના વિષયમાં આસક્ત થયેલ જમર કમળની સુગંધીથી દેહ પામીને Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005485
Book TitleDeshna Chintamani Part 03 04 05
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages616
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy