SearchBrowseAboutContactDonate
Page Preview
Page 564
Loading...
Download File
Download File
Page Text
________________ દેશનાચિંતામણિ ભાગ પાંચમ ] છે. ચક્ષુ ઈન્દ્રિયને દેવ, ગુરુ, સંઘ તથા શાસ્ત્રો જોવામાં અને પડિલેહણ, પ્રમાર્જન વિગેરેમાં, ઈસમિતિમાં તથા ધર્મસ્થાનાદિક જેવામાં જે ઉપયોગ કરાય તે પ્રશસ્ત છે અને હાસ્ય, નૃત્ય, કીડા, રુદન, ભાંડા , ઈન્દ્રજાલ, પરસ્પર યુદ્ધ, તથા સ્ત્રીના સુરુપ કરુપ અંગોપાંગ વિગેરે જોવામાં જે ઉપયોગ કરાય તે અપ્રશસ્ત છે. નાસિકાનો અરિહંતની પૂજામાં ઉપયેગી પુષ્પ, કેસર, કપૂર, સુગંધી તેલ વિગેરેની પરીક્ષામાં, ગુરુ અને પ્લાન મુનિ વિગેરેને માટે પથ્ય કે ઔષધ આપવામાં, તથા સાધુઓને અન્ન, જળ, ભક્ષ્ય, અભક્ષ્ય વિગેરે જાણવામાં ઉપગ કરાય તે પ્રશસ્ત કહેવાય છે, અને રાગ દ્વેષ ઉત્પન્ન કરનાર સુગંધી તથા દુર્ગધી પદાર્થોમાં ઉપયોગ કરાય છે તે અપ્રશસ્ત છે. જિહવા ઈન્દ્રિયન સ્વાધ્યાય કરવામાં, દેવ ગુરુની સ્તુતિ કરવામાં, પરને ઉપદેશ આપવામાં, ગુરુ વિગેરેની ભક્તિ કરવામાં અને મુનિઓને આહાર પાણી આપતાં તે વસ્તુઓની પરીક્ષા કરવામાં ઉપયોગ કરાય તે પ્રશસ્ત છે અને સ્ત્રી વગેરે ચાર પ્રકારની વિકથા કરવામાં, પાપશાસ્ત્રને અભ્યાસ કરવામાં, પરને તાપ ઉપજાવવામાં અને રાગદ્વેષ ઉત્પન્ન કરનાર ઈષ્ટ અનિષ્ટ આહારાદિકમાં જે ઉપયોગ કરાય તે અપ્રશસ્ત છે. સ્પર્શ ઈન્દ્રિયને જિનપ્રતિમાનું સ્નાનાદિક કરવામાં તથા ગુરુ અને ગ્લાન સાધુ વિગેરેની વૈયાવચ્ચ કરવામાં જે ઉપયોગ કરાય તે પ્રશસ્ત છે, અને સ્ત્રીને આલિંગન વિગેરે કરવામાં જે ઉપગ કરાય તે અપ્રશસ્ત છે. આ પ્રમાણે સર્વ વસ્તુઓમાં શુભ તથા અશુભ અધ્યવસાય અને ફળપ્રાપ્તિને અનુસારે પ્રશસ્ત તથા અપ્રશસ્ત ભાવ જાણવો. તેવી રીતે વિચારતાં અહીં ચાર ભાંગા થાય છે. તે આ પ્રમાણે-કેટલાએક જીને શુભ અધ્યવસાયના કારણ (સાધક કારણ) ભૂત જિનબિબાદિક પ્રશસ્ત વસ્તુ જોઈને કાલકશૌકરિક વિગેરેની જેમ અપ્રશસ્ત બાધક ભાવ ઉદય પામે છે. કેટલાક ને શુભ અધ્યવસાયને સાધનાર સાધક કારણ ભૂત સમવસરણાદિક પ્રશસ્ત વસ્તુ જેઈને પંદરસે તાપસની જેમ પ્રશસ્ત સાધકભાવ ઉત્પન્ન થાય છે. કેટલાક જીને બાધક કારણભૂત અપ્રશસ્ત વસ્તુ જોઈને પણ આષાઢ નામના નર્તક ઋષિની જેમ પ્રશસ્ત એ સાધકભાવ વૃદ્ધિ પામે છે, અને કેટલાક જીવને અપ્રશસ્ત બાધક વસ્તુ જોઈને સુભૂમ ચકી, બ્રહ્મદત્ત ચકી વિગેરેની જેમ અપ્રશસ્ત બાધકભાવ ઉત્પન્ન થાય છે.” આ પ્રમાણે શ્રી વિરપ્રભુના મુખથી ધર્મદેશના સાંભળીને જેણે શેરીમાં પડેલા ચીંથરાની કંથા એહેલી છે, અને જેના હાથમાં મૃત્તિકાનું રામપાત્ર રહેલું છે એ દરિદ્રી સુભદ્ર પ્રતિબંધ પામ્યો, તેથી તેણે તરત જ સર્વ મૂચ્છને ત્યાગ કરીને દીક્ષા ગ્રહણ કરી. આકાશની પેઠે અખલિત વિહારવાળો થયો, અને પ્રભુની કૃપાથી તે અગિયાર અંગના સૂત્રાર્થને જ્ઞાતા થયો. એકદા પરલોકે તે મુનિની પૂર્વાવસ્થા સંભારીને હાંસી કરવા લાગ્યા કે “અહો ! આ સુભદ્ર કેવી રાજસમૃદ્ધિ તજીને મુનિ થયે છે ! હવે તે સારી રીતે આહારદિક મળવાથી તે પૂર્વની અવસ્થા કરતાં વધારે સુખી થયો છે. પહેલાં તે આ રંક રંકપુરુષો વડે પણ નિંદ્ય (નિંદવા લાયક) હતો, અને હવે તે ઈન્દ્રાદિક દેવને પણ વંઘ (વંદન કરવા યોગ્ય) થયે છે. પહેલાં તે તેને ઉચ્છિષ્ટ (એઠાં) જનની Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005485
Book TitleDeshna Chintamani Part 03 04 05
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages616
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy