SearchBrowseAboutContactDonate
Page Preview
Page 563
Loading...
Download File
Download File
Page Text
________________ (શ્રી વિજયપધસરિતઈન્દ્રિયો ગેપવવાના વિષયમાં બે કાચબાની બીના ટૂંકામાં આ પ્રમાણે જાણવી– વિસએસ ઇદિઆઈ સંબંતા રાગદેસનિમુક્કા પાવંતિ નિવવુઈસહં, કુમ્ભવ મયંગદહસુહં . ૧. અવરે ઉ અત્થપરંપરાઓ પાવંતિ પાવકસ્મવસા સંસારસાગરગયા, માઊ એ ગસિઆ કુમ્ભવો ૨ છે અર્થ–“રાગદ્વેષથી રહિત થઈને ઈન્દ્રિયના વિષયને રોકનારા પ્રાણીઓ મૃદંગ કહના સુખને પામનારા કાચબાની જેમ નિર્વતિ સુખને પામે છે અને બીજા સંસારસાગરમાં પડેલા પ્રાણીઓ પાપકર્મના વશથી શિયાળે ગ્રસિત કરેલા કાચબાની જેમ અનર્થ પરંપરાને પામે છે.” તે બે કાચબાની કથા નીચે પ્રમાણે વારાણસી પુરીને વિષે ગંગા નદીને કાંઠે મૃદંગ નામના દ્રહમાં ગુખેંદ્રિય અને અગુપ્તેન્દ્રિય નામના બે કાચબાઓ રહેતા હતા. તે બન્ને સ્થલચારી કીડાઓનું માંસ ખાવામાં પ્રીતિવાળા હતા. તેથી એકદા તેઓ કહની બહાર નીકળ્યા હતા, તેવામાં બે શિયાળીયાએ તેમને જોયા. તે કાચબાઓ પણ શિયાળને જોઈને ભય પામ્યા. તેથી તેમણે પોતાના ચારે પગ તથા ગ્રીવાને સંકેચીને પૃષ્ઠની ઢાલમાં ગેપવી દીધા, અને કાંઈ પણ ચેષ્ટા કર્યા વિના જાણે મરી ગયેલા હોય તેમ પડયા રહ્યા. બન્ને શિયાળે પાસે આવીને વારંવાર ઉંચા ઉપાડીને પછાડયા, ગુલાંટ ખવરાવી તથા ઘણા પાદપ્રહાર કર્યો, પરંતુ તે કાચબાઓને કાંઈ પણ ઈજા થઈ નહી. પછી થાકી ગયેલા તે બન્ને શિયાળ થડે દૂર જઈને સંતાઈ રહ્યા એટલે પેલા અગતેંદ્રિય કાચબાએ ચપળતાને લીધે એક પછી એક એમ ચારે પગ તથા ગ્રીવાને બહાર કાઢી. તે જોઈ બન્ને શિયાળે તત્કાળ દેડી આવીને તેની ડોક પકડીને મારી નાંખે. બીજે ગુખેંદ્રિય કાચ તો અચપળ હોવાથી ચિરકાળ સુધી તેમને તેમ પડયો રહ્યો. પછી ઘણી વાર સુધી બેસી શેકાઈને થાકી ગયેલા તે શિયાળ જ્યારે ત્યાંથી જતા રહ્યા, ત્યારે તે કાચબો તરફ જોતો જે કુદીને જલદીથી દૂહમાં જતો રહ્યો, તેથી તે સુખી થયે. પાંચ અંગોને ગે પવનાર કાચબાની જેમ પાંચે ઈન્દ્રિયોને ગેપવનાર પ્રાણી સુખી થાય છે, એવું આ દષ્ટાંતનું તાત્પર્ય છે. આ પાંચે ઈન્દ્રિયોનો પ્રયોગ પ્રશસ્ત પરિણામ અને અપ્રશસ્ત પરિણામે કરીને બે પ્રકાર છે. તેમાં શ્રવણ ઈન્દ્રિયને દેવ ગુરુના ગુણગ્રામ અને ધર્મદેશનાદિકના શ્રવણ કરવામાં શુભ અધ્યવસાયથી જે ઉપયોગ કરાય તે પ્રશસ્ત કહેવાય છે અને ઈષ્ટ તથા અનિષ્ટ શબ્દ શ્રવણ કરીને રાગ દ્વેષનું જે નિમિત્ત થાય તે અપ્રશસ્ત ઉપયોગ કહેવાય Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005485
Book TitleDeshna Chintamani Part 03 04 05
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages616
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy