________________
દેશનાપિતામણિ ભાગ પાંચમ ]
હું એકલે છું જન્મતાં પણ સાથે કંઈ લાવ્યા નથી,
કુટુંબ ધન પુત્રાદિમાંનું કઈ પણ મારું નથી; શુદ્ધાત્મ શાશ્વત દ્રવ્ય હું છું દર્શન જ્ઞાનાદિ એ,
સદ્દગુણે છે માહરા ને શેષ અથે બાહ્ય છે. ૧૧૪ સ્પાર્થ –હું એક કારણ કે જન્મ વખતે ધન દેલત વગેરે સાથે લાવ્યા નથી. એટલે હું એકલો જ આવે છે. આ યુક્તિથી પણ વિચારીએ તે કુટુંબ, સગાં વહાલાં, ધન, પુત્ર વિગેરેમાંનું કોઈ પણ મારું નથી. એટલે તે મારાં નથી અને હું પણ તેમને નથી. પરંતુ હું તે શુદ્ધ આત્મ દ્રવ્ય છું. સત્તા રૂપે મારું સ્વરૂપ સિદ્ધ પરમાત્મા જેવું છે. હું વળી શાશ્વત છું એટલે સદા કાળને આ જીવ હોવાથી કેઈએ આ જીવને ઉત્પન્ન કર્યો નથી, તેમજ કે તેને નાશ પણ કરી શકતું નથી, તેથી શાશ્વત દ્રવ્ય રૂપે હું રહેલો છું. અને દર્શન, જ્ઞાન, વગેરે સદગુણે જ મારા છે કારણ કે અનાદિ કાળથી આ ગુણે મારી સાથે રહેલા છે અને અનંત કાળ રહેશે તે પણ કોઈ વખત મારે ને આ ગુણને વિયોગ થવાનું નથી. તે સિવાયના બીજા બધા જે બાહ્ય ભાવે છે એટલે ધન, ધાન્ય, કુટુંબ, કબીલો, બંગલા, મોટરે વગેરે પદાર્થો મારાથી જુદા છે માટે તે મારા નથી. ૧૧૪ બહિરાત્માનું સ્વરૂપ જણાવે છે – લક્ષાધિપતિ હું શેઠિો છું હેલ મીલ્કત માહરા,
સ્ત્રી બગીચા પુત્ર મારા વાહને પણ માહરા; સાચી નહી એ માન્યતા પણ એ ઉછાળા મોહના,
તેથી જ દુખ મેં ભોગવ્યા બહુ વાર પણ નરકાદિના. ૧૧૫ સ્પદાર્થ-હું લક્ષાધિપતિ અથવા લાખ રૂપીઆને માલિક છું. હું મોટ શેઠિ છું. આ મહેલ એટલે બંગલા તથા માલ મીલક્ત મારા છે. આ સ્ત્રી, આ બગીચો, આ પુત્ર, અને આ મોટર, ગાડીઓ મારે છે. આવા પ્રકારની જીવની માન્યતા સાચી નથી, કારણ કે આ પદાર્થોમાંનું કાંઈ પણ જીવનું છે જ નહીં. તે છતાં જીવને પિતાનું લાગે છે માટે તે માન્યતા ખોટી કહી છે. પિતાનું નથી તે છતાં જીવને પિતાનું કેમ લાગે છે? તેને ઉત્તર જણાવતાં કહે છે કે આવી માન્યતા કરાવનાર મહિના ઉછાળા જ છે, એમ જાણવું. જેમ દારૂ પીનારને ભાન રહેતું નથી તેથી તે જેમ આવે તેમ બેલે છે, અને દારૂના ઘેનમાં પારકાને પિતાનું માને છે તેવી રીતે મેહના કેફમાં ચઢેલા જીવને રૂપી આ વગેરે બધી વસ્તુઓ પિતાની નથી તે પણ મારી છે એવું લાગે છે. અને આવી બેટી માન્યતાને લીધે જીવે ઘણી વાર નરક વગેરે દુર્ગતિના ભયંકર દુખ ભોગવ્યા છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org