________________
દેશનાચિંતામણિ ભાગ પાંચમ ].
શીલ સમતા સંયમ તણું દેશ સવરાધના,
સરલતા સંતોષ તિમ સાદાઈ પટના ગુણ ઘણા ૧૧૦ સ્પદાર્થ –ટૂંકામાં તે આલંબનની બીના જણાવતાં કહે છે કે પ્રથમ (૧) ગુરૂકુલવાસ હંમેશાં કરે એટલે સદગુરૂની (શ્રી આચાર્યાદિની) સોબત કરવી. ગુરૂની પાસે વિનયાદિ સાચવીને વ્યાખ્યાન વગેરે સાંભળવું, તેમની આશાઓ પાળવી. અહીં (ગુરૂકુલવાસમાં ) જે જે જ્ઞાનને આરાધવાનાં સાધને હોય તેનું સેવન કરવાથી જ્ઞાનને લાભ મળે, અને દર્શન તથા જ્ઞાન ચારિત્રાદિ ગુણેની વૃદ્ધિ, સ્થિરતા, અને શુદ્ધિનાં જે જે સાધને હોય તે દરેક સાધનની આરાધના કરી શકાય છે. વળી ૧. શીલ ગુણ ૨. સમતા ગુણ તેમજ સંયમની દેશથી અને સર્વથી આરાધના એટલે ૩. દેશવિરતિ રૂપ શ્રાવક ધર્મ તથા સર્વવિરતિ રૂપ સાધુ ધર્મની આરાધના, ૪. સરળતા, ૫. સંતેષ તથા ૬. સાદાઈ એ ૬ ગુણોની સેવન કરવી. કારણ કે એથી બીજા ગુણે પણ અનાયાસે પામી શકાય છે. જેમ ગુરૂકુલ વાસ વગેરે સાધન પરમાત્મ દશાને પમાડે છે, તેમ દાનાદિની આરાધના પણ પરમાત્મ સ્વરૂપને પામવાનું અપૂર્વ આલંબન છે, તે ૧૧ મા લેકમાં જણાવે છે. ૧૧૦
દાનાદિ ચારે દેવ ગુરૂ તિમ ધર્મની આરાધના,
આ જ્ઞાન પૂર્વક નિર્નિદાના તેમ સેલે ભાવના ભવ પદાર્થો ન સ્પૃહા વત્તે વિકાર ન વેગના,
- પરમાત્મ માર્ગ વિચારણા યુત સાત્વિકી આરાધના. ૧૧૧ સ્પષ્ટથ:–દાનાદિ ચાર એટલે દાન, શીલ, તપ તથા ભાવના એ ચારે પ્રકારે ધર્મની અથવા દેવ, ગુરૂ અને ધર્મની આરાધના કરવી. તે આરાધના જ્ઞાન પૂર્વક એટલે સમજીને કરવી. તેમજ નિનિદાના એટલે કેઈ પણ પ્રકારના નિયાણા રહિત કરવી. અમુક તપનું અને અમુક જ પૌગલિક ફળ મળજે એવી ઈચ્છાથી જે તપ કરવું તે નિદાન કહેવાય. તે નિદાન વિના આરાધના કરવી તે નિનિદાન આરાધના કહેવાય. તેમજ સોલ ભાવનાઓ ભાવવી. (અનિત્ય વગેરે બાર ભાવનાઓનું સ્વરૂપ વિસ્તારથી દેશના ચિંતા મણિના ત્રીજા ભાગમાંથી જાણવું અને મૈત્રી વગેરે ૪ નું સ્વરૂપ શ્રી સંવેગમાલામાંથી જાણવું.) વળી ભવ પદાર્થો એટલે સંસારની વૃદ્ધિ કરાવનારા પદાર્થોની કેઈ પણ જાતની પૃહા એટલે ઈચ્છા રાખવી નહિ. તેમજ યોગ એટલે મન, વચન કાયાના યોગના વિકારેને ત્યાગ કરવો એટલે શુદ્ધ આચારાદિને પાળવા. અને પરમાત્માના સ્વરૂપને પમાડનારા માર્ગની વિચારણા કરવા પૂર્વક સ્થિર ચિત્ત ઉ૯લાસથી જે આરાધના કરાય તે સાત્ત્વિકી અરાધના (પરમાત્મ દશાને પમાડનાર) અપૂર્વ આલંબન છે. ૧૧૧. " દેવ ગુરૂના વચનને અનુસાર ભાવાદિક ત્રણે,
. ; નિજ ગુણ રમણતા પૂર્ણ રંગ અખંડ ધારે ખંતિને,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org