SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ દેશનચિંતામણિ ] પૂર્વે ઉદાયી રાજાએ પણ ચંડપ્રદ્યોત રાજાને તેના કપાળમાં “આ દાસીને પતિ છે” એવા અક્ષરે લખીને કારાગૃહમાં નાંખ્યો હતો. પરંતુ પછી સેવકના મુખથી તેને સાધર્મિક જાણીને તરત જ તેનું બહુમાન કર્યું હતું. તેથી સાધર્મિકનું સ્વજનથી પણ અધિક સન્માન કરવું. કહ્યું છે કે સુહિ સયણમાઈઆણું, ઉવારણ ભવપબંધકર જિણધમ્મપત્રાણ, તે ચિય ભવભેગમુવણે ૧ ભાવાર્થ –“મિત્ર સ્વજનાદિકનું બહુમાનાદિ કરવાથી ભવપરંપરા વૃદ્ધિ પામે છે, અને જિન ધર્મમાં પ્રવર્તતા સાધર્મિકની ભક્તિ કરવાથી તે ભવપરંપરાને નાશ થાય છે.” અહીં સાધુએ સાધર્મિકનું વાત્સલ્ય કરવાના સંબંધમાં શ્રી વાસ્વામીનું દષ્ટાંત એવું છે કે–મહા ઉગ્ર દુષ્કાળને લીધે સર્વ દેશના માર્ગો જ્યારે બંધ પડી ગયા હતા ત્યારે શ્રી સ્વામી પટવિદ્યાએ કરીને સકળ સંઘને સુકાળવાળી સુભિક્ષાપુરીમાં લઈ ગયા હતા. તેવી જ રીતે વિષ્ણુકુમાર વિગેરેનાં દષ્ટાન્ત પણ વાંચનારે કુમારપાલ પ્રતિબોધાદિ ગ્રંથમાંથી જાણી લેવાં. કઈ પતિવ્રતા શ્રાવિકા પણ પિતાના પતિનું લોકેત્તર ભાવ વાત્સલ્ય કરી શકે છે. તે બીના ટૂંકામાં આ પ્રમાણે જાણવા પૃથ્વીપુર નામના નગરમાં એક સુભદ્ર નામે બાર વ્રતધારી શ્રાવક રહેતું હતું. તે એકદા વેપારને માટે રાજપુર નગરે ગયો. તે નગરમાં એક જિનદાસ નામે શ્રાવક રહેતો હતું. તેણે પોતાની કન્યાને સાધર્મિક વિના બીજા કોઈને નહીં આપવાનો નિયમ ગ્રહણ કરેલો હતો. અન્યદા તે સુભદ્રને ભજન, શયન, આસન, ૧૪૯૫ન, ચંકમણ, વાર્તાલાપ વિગેરે ચેષ્ટાઓવડે સાધર્મિક જાણીને તેણે પોતાની પુત્રી મોટા ઉત્સવથી પરણાવી. તે સુશીલા પુત્રી ઘરનું કામકાજ કરવા ઉપરાંત પ્રભુના માર્ગને જાણનારી તેમજ નિર્મળ અન્તઃકરણવાળી હોવાથી નિરંતર પતિની ભક્તિ પણ કરતી હતી. એકદા તેના પતિ સુભદ્ર અતિ સ્વરૂપવતી અને ઉદ્દભટ ગાર ધારણ કરેલી પિતાની સ્ત્રીની સખીને જોઈ. તેને જેવાથી સુભદ્રને તેણીના ઉપર ગાઢ રાગ ઉત્પન્ન થયા. પરંતુ લજજાદિકથી કાંઈ પણ બોલી શકશે નહીં. તે સ્ત્રીને મેળવવાની ચિન્તાથી તેને પ્રતિદિન દુર્બળ થતે જોઈને તેની પત્નીએ તેને આગ્રહ પૂર્વક દુર્બળ થવાનું કારણ પૂછ્યું, એટલે મહાકણે સુભદ્રે તે કારણ જણાવ્યું. તે સ્ત્રી અતિ ચતુર હોવાથી તેણે તેને પ્રતિબંધ કરવાનો બીજો કેઈ ઉપાય નહી જાણીને કહ્યું કે “હે સ્વામી! આવા કાર્યને માટે તમે આટલે બધે ખેદ કેમ પામ્યા? મને પ્રથમથી જ કેમ કહ્યું નહીં? કેમકે તે મારી સખી મારે આધીન જ છે, તેને હું જલદી ૧ બેલિવું ૨ ચાલવું Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005485
Book TitleDeshna Chintamani Part 03 04 05
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages616
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy