SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ [વિજયપધસૂરિકૃતલાવી આપીશ.” પછી અન્ય દિવસે તેણે પોતાના પતિને કહ્યું કે “તે મારી સખીએ તમારી ઈચ્છા પૂર્ણ કરવાનું હર્ષથી અંગીકાર કર્યું છે, તેથી તે આજ સાંજે અહીં આવશે. પરંતુ તે અતિ જાળુ હોવાથી શયનગૃહમાં પ્રવેશ કરશે કે તરતજ દવે બુજવી નાખશે.” સુભદ્ર બોલ્યો કે “ભલે તેમ કરે, તેમાં શી હરકત છે?” પછી તે સુભદ્રની સ્ત્રીએ વિચાર્યું કે “ખરેખર વિષયરૂપ મહાપ્રેતના આવેશવાળે જીવ દીનપણું ધારણ કરવું, બગાસાં ખાવાં, નિઃશ્વાસ મૂક, તથા પરસ્ત્રી સંબંધી વિચારમાં જ તલિન થવું વિગેરે શું શું ચાપલ્ય (ચાળા) કરતો નથી ? અર્થાત્ સર્વ ચાપલ્ય કરે છે. અહો ! અનંત સુખને આપનાર એવા વ્રતની પણ ઉપેક્ષા કરે છે. જ્યારે આવો સુજ્ઞ અને સુશીલ માણસ પણ વિષયમાંજ પરાધીન થઈ ગયે તો બીજાનો શી વાત? માટે વિષયદશાને અને અન્યની આશાને ધિક્કાર છે. પરંતુ આ મારે સ્વામી ગ્રહણ કરેલા વ્રતને ભંગ કરવાથી નરકાદિક દુઃખનું ભાજન થશે માટે હું મારી સખીનું રૂપ ધારણ કરીને તેનું વાંછિત પૂર્ણ કરું. જો કે તેમ કરવાથી ભાવથી તે તેના વ્રતનો ભંગ થશે, પણ દ્રવ્યથી ભંગ નહી થાય. તો એક પક્ષનું દ્રવ્યથી વ્રત રક્ષણના ભાગોનું પાલન કરવાથી પણ કઈ વખત લજજાવાન પુરુષને લાભ થઈ શકે છે.” આ પ્રમાણે ભવિષ્યમાં વિવિધ પ્રકારના લાભ થવાનો વિચાર કરીને તેણે પિતાની સખી પાસેથી કાંઈ બહાનું જણાવીને પોતાના પતિએ જોયેલાં તેનાં ઉત્તમ વસ્ત્રો તથા અલંકારે માગી લીધાં. પછી ગુટિકાના પ્રયોગથી સખીના જેજ સ્વર તથા સ્વરૂપાદિ કરીને તેજ પ્રમાણે વસ્ત્ર તથા આભૂષણે ધારણ કરી તે સખીની જેવાજ સુંદર વિલાસ (હાવ ભાવ વિગેરે) કરતી તે સુભદ્રની જ પત્નીએ (પતેજ ઉત્તમ સુગંધી પુષ્પ, તાંબુલ, ચંદન, અગર, કપૂર, કસ્તુરી વિગેરે સમગ્ર ભેગની સામગ્રી વડે તથા નિર્મળ દીપકવડે અલંકૃત કરેલા સુંદર શયનગૃહમાં (સૂવાના હોલમાં) હર્ષથી પ્રવેશ કર્યો. તે વખતે ગંગા નદીના પુલિનની સ્પર્ધા કરનારા પલંગપર ઉત્કંઠાથી વિકસ્વર દષ્ટિ ધારણ કરીને બેઠેલા સુભદ્ર નેત્ર અને મનથી જાણ અમૃતમય દષ્ટિને ધારણ કરતી હેય તેવી તેને જોઈ. તરતજ તેણે દીપકને બુજાવી દીધો. પછી તે પલંગ ઉપર ગઈ. અને વિવિધ પ્રકારની ગેછી કરવા પૂર્વક આનંદથી તે સુભદ્રે તેની સાથે ક્રીડા કરી. પ્રાતઃકાળે તેના ગયા પછી સુભદ્રને વિચાર થયે કે– સયલસુરાસુરપણમિય-ચલહિં જિહિં જે હિયં ભણિયા તં પરભવસંબલય, અહહ માએ હારિયં સીલંક ૧ છે ભાવાર્થ:–“સકલ સુર અને અસુરોએ જેના ચરણકમળને પ્રણામ કર્યા છે એવા જિનેશ્વરેએ જે હિતકારી કહ્યું છે તે પરભવમાં પાથેય (ભાતા) સમાન શીલ મેં આજે ગુમાવ્યું.” મનસ્યન્યરાસ્યન્યત, ક્રિયાયામન્યદેવ ચ યસ્યાસ્તામપિ લેલાણી, સાધ્વી વેત્તિ મમત્વવાનું છે ૧ છે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005485
Book TitleDeshna Chintamani Part 03 04 05
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages616
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy