________________
| શ્રી વિજયપઘસકૃિત
છે કુમારપાલ રાજાનું દૃષ્ટાંત. છે શ્રી પાટણમાં પરમ શ્રાદ્ધ શ્રી કુમારપાળ રાજા જ્યારે સ્નાત્રપૂજા તથા પૌષધ વિગેરે ધર્મકાર્ય કરતા હતા ત્યારે એક હજાર ને આ શ્રેણીઓ તેમની સાથે સહાયમાં રહેતા હતા. તેઓને રાજાએ સુખી કરેલા હતા. શ્રાવકની પાસેથી દર વર્ષે આવતો તેર લાખ રુપીયાને કર માફ કરેલું હતું, તેમજ નબળી સ્થિતિમાં આવી પડેલે કેઈ પણ સાધમિક બંધુ વગેરે રાજાને ઘેર જતો તે તેને રાજા એક હજાર દીનાર આપતા હતા. એ પ્રમાણે કરવામાં કુલ મળીને એક વર્ષે એક કરોડ રુપીયાને વ્યય થતો હતો. તેવી રીતે ચૌદ વર્ષમાં ચૌદ કરોડ દ્રવ્યને વ્યય કર્યો. એકદા કેઈ મહેશ્વરી (મેસરી) વાણીયાએ દાણચોરી કરી. તે દાણ લેનાર અધિકારીને જાણવામાં આવ્યું, તેથી તે વણિકને દેરડાથી બાંધીને માર મારતાં રાજાની પાસે લઈ ગયા. તે વણિકને બીજે કઈ જીવિતને ઉપાય નહી સૂઝવાથી અવસર જાણીને તેણે, “શ્રાવકે જિનેશ્વરની પૂજા સમયે ઉદર, ઉરસ્થળ, કંઠે અને કપાળ એ ચાર સ્થાને જેવાં તિલક કરે છે” તેવાં કેસરમિશ્રિત ચંદનનાં ચાર તિલક રાજા પાસે જતી વખતે કરી લીધાં. પછી રાજસેવકોએ રાજાને કહ્યું કે “હે પૃથ્વીપતિ ! આ વણિકે આપની આજ્ઞાનું ઉલ્લંઘન કરીને દાણચોરી કરી છે, તેને શો દંડ કરે?” તે સાંભળીને રાજાએ ભયથી કંપતા એવા તે વણિકની સામું જોયું, તે તેના કપાળમાં તિલક જોઈને રાજાએ વિચાર્યું કે “ખરેખર આ તે શ્રી વીતરાગની ભક્તિ કરનારો શ્રાવક જણાય છે, અને શ્રાવકને કર લેવાનું તે મારે પ્રત્યાખ્યાન છે, માટે આ નિરપરાધી છે.” એમ વિચારીને રાજાએ તેને બંધનથી મુક્ત કરાવ્યો. તે જોઈને રાજસેવકે બેલ્યા કે “હે સ્વામી! આ શ્રાવક નથી, આ તે અભક્ષ્યાદિકનું ભક્ષણ કરનાર મહેશ્વરી ધર્મમાં આસક્ત (મેસરી) છે, પણ આજે કપટથી ઉત્તરાસણ તથા કપાળમાં તિલક વિગેરે કરીને છેટે શ્રાવકનો વેષ ધારીને અહીં આવેલ છે.” રાજાએ કહ્યું કે “એ વણિક તર્જના કરવા યોગ્ય નથી. તે ધન્ય અને કૃતપુણ્ય છે, નહીં તે તેના ભાલમાં તિલક જોઈને મારા મનમાં “આ શ્રી જિનેશ્વરને ભક્ત છે” એમ કેમ આવત? માટે મેં તેને મુક્ત કર્યો છે, સુખેથી તેને પિતાને ઘેર જવા દ્યો.” પછી તે મહેશ્વરી (મેસરી) વાણીયે પણ શ્રાવકના વેષની પ્રશંસા કરતે જેને રાજાને નમીને પિતાને ઘેર ગયે. આ હકીકત ઉપર કહ્યું છે કે— સાધર્મિકસ્વરૂપં યત, વ્યલીકમપિ ભૂભુતા
સન્માનિત સભામાં તત, તહિં સત્યસ્ય કા કથા ૧ છે ભાવાર્થ –“અસત્ય એવા સાધર્મિકના સ્વરૂપને પણ રાજાએ સભામાં માન આપ્યું, તે પછી તે રાજા સાધમિકના સત્ય સ્વરૂપને માન આપે તેમાં શું કહેવું !”
આ દષ્ટાંત સાંભળીને સર્વ શક્તિથી અવશ્ય સાધર્મિકનું વાત્સલ્ય કરવું.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org