SearchBrowseAboutContactDonate
Page Preview
Page 537
Loading...
Download File
Download File
Page Text
________________ [ શ્રી વિજ્યપારિતપણ તે (કર્મોને બાંધનારે) જીવ એકલે જ ભોગવે છે. આ કમને ભોગવવામાં પુત્રાદિમાંથી કોઈ પણ દુઃખમાં ભાગીદાર થતું નથી ને થઈ શકતું નથી. ૧૦૪ સંસારી જીવનું મમતાથી ભવ સમુદ્રમાં ડૂબવું વગેરે બીના જણાવે છે – વિવિધ મમતા વજનથી ભારે બનેલા જીવડા, સાગરે જિમ ભારવાળું વહાણ તિમ જી જડા; પરભાવ સંગી જીવ તિમ દારૂડિઓ સરખા જ એ, ભાન ભૂલી રખડતા જ્યાં ત્યાં પડે પણ બેઉ એ. ૧૦૫ સ્પષ્ઠાથ-અનેક પ્રકારના મમત્વ (મારાપણું) ભાવ રૂ૫ ઘણાં વજન (ભાર) થી ભારે બનેલા છેઆ સંસાર સમુદ્રમાં ડૂબે છે. જેમ ઘણા ભારથી વજનદાર બનેલું વહાણ સમુદ્રમાં ડૂબી જાય છે, તેથી તે સમુદ્રની પેલે પાર (સામા કાંઠે) જઈ શકતું નથી, તેવી રીતે મારું ઘર, મારાં છોકરાં, મારી બરી, મારૂં ધન, મારૂં કુટુંબ એવા મારાપણાને લીધે ભારે બનેલે જીવ આ મારાપણાને ત્યાગ ન કરે ત્યાં સુધી આ સંસાર સમુદ્રમાં ડૂબેલો રહે છે એટલે તેને પાર પામી શકતું નથી. વળી આ પરભાવ સંગી એટલે આત્માથી પર એવા શરીરાદિકને વિષે આસંગી એટલે આસક્તિવાળે જીવ અને દારૂ પીનારે જે દારૂડિયા કહેવાય છે તે બંને સરખા સમજવા. કારણ કે દારૂ પીનારે જીવ ભાન ભૂલે છે તેવી રીતે આ મમતાવાળે જીવ પણ પિતે કેણ છે? તેનું ભાન ભૂલી જાય છે. જેમ દારૂડીયે જ્યાં ત્યાં રખડ્યા કરે છે, તેવી રીતે આ મમતાવાળે જીવ પણ ચાર ગતિઓમાં રખડયા કરે છે. તથા જેમ દારૂડી લથડીયા ખાતે ખાતે જ્યાં ત્યાં પછડાય છે તેમ આ મમતાવાળે જીવ પણ સંસારમાં રખડત થકે અનેક જાતની મુશીબતેને લેગવે છે. ૧૦૬ આત્માના મૂલ સ્વરૂપાદિની બીના ત્રણ ગ્લૅકેમાં જણાવે છે– મૃત્તિકાદિક યુગથી કંચન વિવિધ રૂપે ધરે, કર્મચગી જીવ ભવમાં વિવિધ રૂપે સંચરે મેલ ટળતાં સ્વર્ણ ચોખ્ખું સર્વને દેખાય છે, કર્મ વિરહે આતમા પણ શુદ્ધ રૂપ જણાય છે. ૧૦૬ સ્પષ્ટાથે–જેમ માટી તાંબુ વગેરેને સંગ થવાથી સોનાનાં જુદા જુદા સ્વરૂપે જણાય છે, તેવી રીતે કર્મોના સંગને લીધે જીવ આ સંસારને વિષે જુદા જુદા સ્વરૂપે રખડત જણાય છે એટલે કર્મોના સંગથી જીવની મનુષ્ય, તિર્યંચ દેવ, નારક, સુખી, દુઃખી, ધનવાન, ધનહીન, વગેરે અનેક પ્રકારની અવસ્થાઓ દેખાય છે, જેમ સેનાને Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005485
Book TitleDeshna Chintamani Part 03 04 05
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages616
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy