________________
[ શ્રી વિજયપઘસરિતરસોઈમાંથી શ્રાવકાદિક એટલે શ્રાવક શ્રાવિકાઓને જમાડો. એ પ્રમાણે શ્રાવક તથા શ્રાવિકા રૂપે સંઘને જમાડયા પછી બાકી વધેલે આહાર હું ખાઈશ એ મેં આજથી નિર્ણય કર્યો છે, માટે તમારે આ પ્રમાણે મારી આજ્ઞાને આજથી જરૂર અમલ કરે. ૩૩. તિમ કરંત રસઈઆ ભૂપ તે નજરે જુએ,
નિત્ય શ્રાવક શ્રાવિકાઓ શાલિ મગ શાકાદિને, લાડવા ખાજાં વડાં પરમાન્ન દહીં આદિક જમે,
ભૂપ સાધુ સાધ્વીઓને શુદ્ધ વહોરાવી જમે. ૩૪ સ્પષ્ટાર્થ—રસઈઆઓ પણ રાજાના હુકમ પ્રમાણે કરવા લાગ્યા અને રાજા તેને પોતાની નજરે જોવા લાગ્યા એટલે રાજા પણ રસેઈઆઓ પોતાની આજ્ઞા બરાબર પાળે છે કે કેમ તેની બરાબર ખબર રાખવા લાગ્યા. આથી કરીને શ્રાવક શ્રાવિકાઓને હંમેશાં શાલિ એટલે ચેખા તથા મગ વગેરે કઠેળ તેમજ શાક વગેરે રોજ જમવા મળે છે તે સાથે ખાજાં, લાડવાં, વડાં, દૂધપાક, દહીં વગેરેનું ઉત્તમ ભેજન મળવા લાગ્યું. રાજા પિતે પણ સાધુ સાધ્વીઓને શુદ્ધ આહાર હેરાવે છે અને બહેરાવ્યા પછી બાકી વધેલી રસોઈમાંથી પિતે જમે છે. ૩૪ સંધભક્તિ કરત નૃપતિ ઈમ તે દુકાળ જતાં સુધી,
જિનનામકર્મ ઉપાર્જતા શુભ ભાવના ભાવી બધી; સંધભક્તિમાં સમાએ ભક્તિ જિનબિંબાદિની,
સંધને આધીન સત્તાદિ જિનપ્રતિમાદિકતણું. ૩૫ સ્પષ્ટાર્થ –એ પ્રમાણે રાજાએ દુકાળ પર થયો ત્યાં સુધી શ્રી સંઘની અન્ન પાન વગેરે વડે સેવા ભકિત કરી. આ પ્રમાણે સંઘની સેવા ભકિત કરતાં વિપુલવાહન રાજાએ શુભ ભાવનાદિ કારણોના પ્રતાપે જિન નામ કર્મ એટલે તીર્થંકર નામ કર્મ બાંધ્યું. જિનબિંબાદિ એટલે જિન પ્રતિમા વગેરેની ભકિતનો સમાવેશ પણ સંઘ ભકિતની અંદર થઈ જાય છે. કારણ કે જિન પ્રતિમાદિક એટલે જિનેશ્વરની પ્રતિમા તથા આદિ શબ્દથી જિન ચેત્ય-જિન મંદિર–જ્ઞાનભંડારની સત્તાદિ એટલે હયાતિ, ભકિત, સાર સંભાળ રાખવી વગેરે કાર્યો શ્રી સંઘને જ આધીન હોય છે. ૩૫ સંઘવૈયાવૃત્ય તિમ તેને સમાધિ પમાડવી,
બે કારણે જિનનામ બાંધે વિપુલ વાહન રાજવી, નૃપ અગાશીમાં ફરંતા એકદા આકાશમાં,
મેઘને વિસ્તાર તિમ તસ વાયુથી ક્ષણવારમાં. ૩૬
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org