________________
[ શ્રી વિજ્યપઘસારિકૃતપન્નસૂરિ ભાગ ચેાથે દેશના ચિંતામણિ,
વિનતિ સ્વીકારી શ્રાદ્ધ જેસંગભાઈ આદિક સંધની. ૧૨૯ સ્પષ્ટાર્થ - વિક્રમ વર્ષ એટલે વિકમ સંવતના લેણ્યા એટલે ૬, ગગન એટલે શૂન્ય (૦) અને આકાશ એટલે શૂન્ય (૯), તથા નયન એટલે બે એટલે સંવત ૨૦૦૬ (બે હજાર છની સાલ) માં નેમિનાથ પ્રભુના જન્મ દિવસે એટલે શ્રાવણ સુદ પાંચમના દિવસે તપગચ્છાધિપતિ સૂરિ સમ્રા પરમેપકારી શ્રી ગુરૂમહારાજ આચાર્ય શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજના શિષ્ય આચાર્ય શ્રી. વિજયપધ્ધસૂરિએ શ્રી જૈનેન્દ્ર શાસન રસિક–દેવગુરૂ-ધર્મારાધક સુશ્રાવક શેરદલાલ જેસીંગભાઈ કાલીદાસ, અને તેમના ચિરંજીવી શેરદલાલ સારાભાઈ તથા મનુભાઈ વગેરેની, અને સુશ્રાવક શા ઈશ્વરદાસ મૂલચંદ, શા સૌભાગ્યચંદ ચુનીલાલ, તથા શા ચંદુલાલ (બુધાભાઈ) ચુનીલાલ વગેરે શ્રી સંઘની વિનંતિ સ્વીકારીને આ શ્રી દેશનાચિંતામણિના ચોથા ભાગની રચના કરી. ૧૨૯ ગ્રન્થકાર પોતાની ભૂલચૂકની ક્ષમા ચાહે છે – રાજનગરે વિચરતા ભૂલચૂક માફી માગતા,
ભાવભક્તિ કરી નિણંદની જીવન સફલું માનતા, દેશના વિસ્તારમાં પ્રભુ શેષ જીવન ટૂંકમાં,
વર્ણવ્યું આ ગ્રંથ હે મુક્તિદાયક વિશ્વમાં ૧૩૦ સ્પષ્ટાઈ–મેં આ ચોથા ભાગની રચના રાજનગર એટલે અમદાવાદ શહેરમાં કરી છે. આ ગ્રંથની રચનામાં અનુપયોગાદિથી કાંઈ ભૂલ ચૂક થઈ હોય એટલે છદ્મસ્થપણાથી જિનાજ્ઞા વિરૂદ્ધ કાંઈ પણ લખાણું હોય તેની હું માફી માગું છું. અને આ ગ્રંથની રચના રૂપ શ્રી તીર્થંકર પ્રભુની ભાવભક્તિ કરીને હું મારા જીવનને સફલ માનું છું. મેં આ ગ્રંથમાં પ્રભુ શ્રી અભિનંદન સ્વામીની દેશના વિસ્તારથી જણાવી છે, અને તે પ્રભુદેવનું પવિત્ર જીવન ટૂંકાણમાં વર્ણવ્યું છે. હું ચાહું છું કે આ ગ્રંથ વિશ્વમાં એટલે જગતના તમામ જીને મુક્તિના અવ્યાબાધ સુખને પમાડવામાં નિમિત્ત કારણ બનો. ૧૩૦ ગ્રન્થ રચનાના ફલરૂપે પિતાની ઈચ્છા જણાવે છે – રચના કરીને પુણ્ય બાંધ્યું તાસ ફલરૂપ ચાહના,
એજ મારી સર્વ જીવ સાધક બને જિનધર્મના; મેક્ષના સુખને લહે હેજે પમાડે અન્યને
જૈન શાસન પરમ મંગલ વિજય પામે પ્રતિદિને. ૧૩૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org